Happy B'day Priyanka Chopra: 39 વર્ષની થઈ 'દેસી ગર્લ', સ્વિમસૂટમાં બતાવ્યો ગ્લેમરસ અંદાજ
પોતાના જન્મદિવસે પ્રિયંકા ચોપડાએ સોશિયલ મીડિયા પર ફોટા શેર કર્યા છે જેમાં તે પૂલ પાર્ટી કરી રહી છે.
નવી દિલ્લીઃ બૉલિવુડની 'દેસી ગર્લ' પ્રિયંકા ચોપડા આજે 39 વર્ષની થઈ ગઈ છે. પોતાના જન્મદિવસે પ્રિયંકા ચોપડાએ સોશિયલ મીડિયા પર ફોટા શેર કર્યા છે જેમાં તે પૂલ પાર્ટી કરી રહી છે. આ ફોટામાં પ્રિયંકા ચોપડા સ્વિમસૂટમાં જબરદસ્ત લાગી રહી છે જેને જોઈને સોશિયલ મીડિયા પર તેના ફેન્સ ખુશ થઈ ગયા છે. લાખો ફેન્સે આ ફોટાને લાઈક કર્યો છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સ્વિમસૂટમાં શેર કર્યો ફોટો
હાલમાં જ પ્રિયંકા ચોપડાએ પોતાના પતિ નિક જોનસ સાથે સુંદર ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. એ ફોટાને પણ લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. પરંતુ આ વખતે જે રીતે સ્વિમ સૂટમાં પ્રિયંકા ચોપડાએ ફોટો શેર કર્યો છે તેને પારો વધારી દીધો છે. બ્લેક સ્વિમ સૂટમાં પ્રિયંકાએ જે ફોટો શેર કર્યો છે તેમાં એક કૂતરો પણ દેખાઈ રહ્યો છે કે પ્રિયંકાના પગને લિક કરી રહ્યો છે.

શેર કર્યા ઘણા ફોટા
પ્રિયંકાએ બે ફોટા શેર કરીને લખ્યુ, વાસ્તવિકતા સામે તમારી આશા. આ સાથે જ પ્રિયંકા ચોપડાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પોતાના ઘણા ફોટા શેર કર્યા છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડા હાલમાં લંડનમાં છે. અહીં તો પોતાના કામ માટે છેલ્લા ઘણા દિવસોથી છે. તે પોતાની આવનારી સ્પાઈ સીરિઝ સિડેલના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ઉપરાંત ઘણી સીરિઝ અને ફિલ્મોમાં પ્રિયંકા વ્યસ્ત છે જે આવનારા સમયમાં રિલીઝ થઈ શકે છે. આમાં ટેક્સ્ટ ફૉર યુ, મેટ્રિક્સ 4 પણ શામેલ છે.

ઑસ્કરના નૉમિનીનુ કર્યુ હતુ એલાન
પ્રિયંકા ચોપડાની છેલ્લી ફિલ્મની વાત કરીએ તો તે રાજકુમાર રાવ સાથે વ્હાઈટ ટાઈગર હતી. ફિલ્મમાં પ્રિયંકા ચોપડા સાથે રાજકુમાર રાવ પણ હતા. ત્યારબાદ પ્રિયંકા ટેક્સ્ટ ફૉર યુમાં સૈમ હેગ અને સેલિન ડિયોન સાથે જોવા મળશે. હાલમાં જ પ્રિયંકા ચોપડાએ પોતાના પતિ નિક જોનસ સાથે 93માં એકેડમી અવૉર્ડની પ્રતિસ્પર્ધીઓનુ એલાન કર્યુ હતુ. પ્રિયંકા ચોપડા પહેલી ભારતીય અભિનેત્રી છે જેણે ઑસ્કરના પ્રતિયોગીનુ એલાન કર્યુ છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ






Click it and Unblock the Notifications
