Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Birthday: કરોડોની પ્રોપર્ટી, 10 લક્ઝરી કાર, 4 આલીશાન બાઈક્સના માલિક છે સલમાન ખાન, જાણો ભાઈજાનની કુલ સંપત્તિ

બૉલિવુડના દબંગ અભિનેતા સલમાન ખાનના 56માં જન્મદિવસે આવો જાણીએ તેની કુલ સંપત્તિ વિશે.

Salman Khan Birthday: બૉલિવુડના સુપરસ્ટાર દબંગ અભિનેતા સલમાન ખાનનો આજે 56મો જન્મદિવસ છે. સલમાન ખાનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ત્રણ દશકથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે. જેમાં તેણે ઘણી સુપરહિટ ફિલ્મો આપી. હાલમાં તે એક બ્રાંડ બની ચૂક્યા છે. સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરવા સાથે તે ઘણા શોના પ્રોડ્યુસર પણ છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાનને થોડા સમય પહેલા બિશ્નોઈ ગેંગે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સલમાન ખાનના જન્મદિવસ પર આવો જાણીએ તે કેટલા કરોડની સંપત્તિના માલિક છે.

3000 કરોડ રુપિયાના માલિક છે સલમાન ખાન

3000 કરોડ રુપિયાના માલિક છે સલમાન ખાન

મીડિયા રિપોર્ટ મુજબ બૉલિવૂડના સુલતાન એટલે કે સલમાન ખાન પાસે 3000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. સલમાન ખાન ફિલ્મોમાં હીરો તરીકે કામ કરે છે એટલુ જ નહિ તે ટીવીના પ્રખ્યાત રિયાલિટી શો બિગ બૉસને પણ હોસ્ટ કરે છે. આ સિવાય સલમાન ખાન ઘણી બ્રાન્ડ્સની જાહેરાતો પણ કરતો જોવા મળે છે. સલમાન ખાનની ભારત અને દુબઈમાં ઘણી જગ્યાએ લક્ઝરી પ્રોપર્ટી છે.

100 કરોડના અપાર્ટમેન્ટમાં રહે છે સલમાન

100 કરોડના અપાર્ટમેન્ટમાં રહે છે સલમાન

તમને જણાવી દઈએ કે સલમાન ખાન મુંબઈના ગેલેક્સી અપાર્ટમેન્ટમાં પોતાના આખા પરિવાર સાથે રહે છે. આ ત્રણ માળના સી ફેસિંગ એપાર્ટમેન્ટની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે. મીડિયા રિપોર્ટ મુજબ આ અપાર્ટમેન્ટ સિવાય સલમાન ખાનની મુંબઈમાં પણ ઘણી પ્રોપર્ટી છે જેની કિંમત કરોડો રૂપિયા છે.

દુબઈમાં પણ છે સલમાનની પ્રોપર્ટી

દુબઈમાં પણ છે સલમાનની પ્રોપર્ટી

સલમાન ખાનનુ મહારાષ્ટ્રના પનવેલમાં 150 એકરમાં ફેલાયેલુ આલીશાન ફાર્મહાઉસ છે. આ લક્ઝરી ફાર્મહાઉસમાં સ્વિમિંગ પૂલથી લઈને જિમ અને અન્ય તમામ વૈભવી સુવિધાઓ ઉપલબ્ધ છે. સલમાન ખાન અવારનવાર અહીં પોતાના નજીકના લોકો સાથે મસ્તી કરવા પહોંચે છે. આ ફાર્મ હાઉસના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે. આ સિવાય સલમાન ખાન પાસે દુબઈમાં ધ એડ્રેસ ડાઉનટાઉન, બુર્જ ખલીફા પાસે એક વૈભવી પ્રોપર્ટી પણ છે.

લક્ઝરી કારો અને બાઈક્સના માલિક

લક્ઝરી કારો અને બાઈક્સના માલિક

સલમાન ખાન પાસે રેન્જ રોવર, બીએમડબ્લ્યુ સીરિઝથી લઈને ઑડી સુધીની ઘણી લક્ઝરી કારનુ કલેક્શન છે. તેની પાસે બીએમડબ્લ્યુ સીરિઝની 3 કારો - બીએમડબ્લ્યુ એક્સ6, બીએમડબ્લ્યુ એમ3 અને બીએમડબ્લ્યુ એમ5 છે. આ ઉપરાંત સલમાન ઑડી ક્યુ7, ઑડીએ8, ઑડી આરએસ7, રેંજ રોવર મર્સીડિઝ બેંઝ, ટોયોટા લેંડ ક્રૂઝર અને લેક્સસના પણ માલિક છે. આ ઉપરાંત સલમાન ખાન પાસે ઘણી શાનદાર બાઈક્સ પણ છે. જેમાં લિમિટેડ એડિશન સુઝુકી ઈટ્રુડર એમ1800 આરજેડ, સુઝુકી જીએસએક્સ-આ 1000 જેડ, સુઝીકી હાયાબુઝા અને યામાહા આર1 સામેલ છે. સલમાન ખાનને સાઈકલિંગ કરવાનુ ખૂબ ગમે છે..

આ ફિલ્મોમાં જોવા મળશે સલમાન

આ ફિલ્મોમાં જોવા મળશે સલમાન

સલમાન ખાન છેલ્લે ફિલ્મ 'અંતિમ'માં જોવા મળ્યો હતો. આમાં તેણે એક્સટેંડેડ કેમિયો ભજવ્યો હતો. આ સિવાય સલમાન ખાન ટૂંક સમયમાં ફિલ્મ 'ટાઈગર 3'માં જોવા મળશે. હાલમાં જ તેનો ફર્સ્ટ લુક સામે આવ્યો હતો. જેમાં સલમાન ખાન અને કેટરીના કૈફની જોડી જોવા મળી હતી. આ ફિલ્મ સિવાય સલમાન ખાન તેની હોમ પ્રોડક્શનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં પણ જોવા મળશે.અગાઉ ટાઇગર 3 ઇદ પર રિલીઝ થવાની હતી, પરંતુ પછી કિસી કા ભાઇ કિસી કી જાન મુલતવી રાખવાને કારણે ટાઇગર 3 પણ ઇદથી દિવાળી સુધી મુલતવી રાખવામાં આવી હતી. વળી, દબંગ 4 પણ પાઈપલાઈનમાં હોવાની ઘોષણા અરબાઝ ખાન કરી ચૂક્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X