• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

B'day Spcl : ફિલ્મો નહીં, વિરાટના કારણે ચર્ચામાં છે અનુષ્કા!

|

મુંબઈ, 1 મે : બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માનુ નામ પડતા જ સૌપ્રથમ રબ ને બના દી જોડીની તાનીજી યાદ આવી જાય છે. સુરિન્દર સાહનીની એ માસૂમ તાનીજી આજે બૉલીવુડમાં એક સ્થાપિત અભિનેત્રી થઈ ચુકી છે. ભલે તેમની મોટાભાગની ફિલ્મો બહુ ખાસ સફળ ન રહી હોય, પરંતુ આમ છતાં તેમણે એક મુકામ હાસલ કરી લીધો છે. અનુષ્કા શર્મા આજે 26 વર્ષના થઈ ગયાં છે અને આ જન્મ દિવસે તેઓ પોતાની ફિલ્મો કરતા પોતાના અફૅર અંગે વધુ ચર્ચામાં છે.

સૌ જાણે છે કે અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી વચ્ચે અફૅર પુરબહારમાં ચાલી રહ્યું છે અને જાણવા તો અહીં સુધી મળે છે કે વિરાટ કોહલી આજે અનુષ્કાના જન્મ દિવસે તેમને મળવા જોધપુર પહોંચવાના છે. અનુષ્કા શર્મા જોધપુરમાં એનએચ 10 ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. કહે છે કે આઈપીએલ મૅચોમાંથી સમય કાઢી વિરાટ કોહલી અનુષ્કાના જન્મ દિવસની ઉજવણી કરવા માટે જોધપુર પહોંચવાનાં છે.

વિરાટ અને અનુષ્કાની પ્રેમ-કહાણી છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કેન્દ્ર બની છે. થોડાક દિવસ અગાઉ પણ વિરાટ કોહલી જોધપુર પહોંચ્યા હતાં અને ત્યાંથી અનુષ્કા સાથે કોઈક રમણયી સ્થળે ફરવા નિકળી ગયા હતાં. આ અંગે મીડિયાને પણ પછીથી જાણ કરાઈ હતી, તો તે અગાઉ ન્યુઝીલૅન્ડ પ્રવાસે ભારતીય ટીમ ગઈ હતી, ત્યારે અનુષ્કા શર્મા વિરાટને મળવા ત્યાં પહોંચી ગયા હતાં.

ખેર, હાલ તો આપને તસવીરો સાથે બતાવીએ અનુષ્કા શર્મા અંગે કેટલીક વણસાંભળેલી વાતો :

આજે જન્મ દિવસ

આજે જન્મ દિવસ

અનુષ્કા શર્મા આજે બૉલીવુડ અને જાહેરખબર જગતનું જાણીતું નામ છે. યશ કૅમ્પની શોધ અનુષ્કા શર્માનો આજે જન્મ દિવસ છે.

ઉત્તરાખંડ બાળા

ઉત્તરાખંડ બાળા

ઉત્તરાખંડ બાળા સાથે ફિલ્મી બૅકગ્રાઉન્ડ જોડાયેલો નથી, પણ તેઓ મૉડેલિંગ ક્ષેત્રે આવ્યાં અને આજે જાહેરખબરની દુનિયાનું મોટું નામ છે.

ફૅશનનો શોખ

ફૅશનનો શોખ

અનુષ્કાને બાળપણથી જ ફેશન કરવાનો બહુ શોખ હતો. એ જ કારણ છે કે ભલે ભારતીય લિબાઝ હોય કે વેસ્ટર્ન, બાળપણથી જ અનુષ્કા શણગારમાં ક્યારેય પાછી નહોતી રહેતી.

બેંગલુરૂમાં જન્મ

બેંગલુરૂમાં જન્મ

અનુષ્કા શર્માનો જન્મ બેંગલુરૂ ખાતે થયો હતો, પરંતુ તેમના માતા-પિતા ગઢવાલ-ઉત્તરાખંડના મૂળ નિવાસી છે. તેમના પિતા કર્નલ અજય કુમાર શર્મા એક આર્મી ઑફિસર છે અને માતા આશિમા શર્મા એક ગૃહિણી છે. તેમના મોટા ભાઈ કારનેશ કે જે પહેલા રાજ્ય કક્ષાના ક્રિકેટર હતા. તેઓ હવે મર્ચંટ નેવીમાં કાર્યરત્ છે.

મૉડેલિંગમાં કૅરિયર

મૉડેલિંગમાં કૅરિયર

અનુષ્કા શર્મા શરુઆતમાં મૉડેલિંગ જગતમાં નામ કમાવવા માંગતા હતાં અને ફિલ્મો તરફ ખાસ આકર્ષાઈ નહોતાં. તેમણે પોતાનું મૉડેલિંગ કરિયર લેકમે ફેશન વીકમાં વેન્ડેલ રોડ્રિક્સના લેસ વંપ્સ શોના મૉડેલ તરીકે શરુ કર્યુ હતું અને રોડ્રિકના સ્પ્રિંગ સમર કલેક્શન માટે મુખ્ય મૉડેલ તરીકે પસંદગી પામી હતી. તે પછી અનુષ્કાએ સિલ્ક એન્ડ શાઇન, વિસ્પર, નાથેલા જ્વેલરી તથા ફિયાટ પાલિયોના પ્રચારમાં કામ કર્યુ હતું.

રબ ને બના દી જોડી હિટ

રબ ને બના દી જોડી હિટ

અનુષ્કાએ 2008માં યશ રાજ બૅનરની રબ ને બના દી જોડી દ્વારા ફિલ્મી પડદે પગલુ મૂક્યુ હતું. શાહરુખ ખાન સાથેની આ પ્રથમ ફિલ્મ હિટ રહી હતી. આદિત્ય ચોપરાની આ ફિલ્મમાં તેમણે શાહરુખની હીરોઇન તરીકે કામ કર્યુ હતું. તેમાં તેના અભિનયના વખાણ થયા હતાં. ફિલ્મ સમીક્ષકોએ પણ ફિલ્મના વખાણ કર્યા અને ફિલ્મ એક બ્લૉકબસ્ટર હિટ સિદ્ધ થઈ.

બૅન્ડ બાજા બારાત

બૅન્ડ બાજા બારાત

અનુષ્કાની બીજી ફિલ્મ બદમાશ કંપની હતી. યશ રાજ ફિલ્મ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં અનુષ્કાએ બહેતરન અભિનય કર્યું. યશરાજ સાથે તેમની ત્રીજી ફિલ્મ હતી બેન્ડ બાજા બારાત. રણવીર સિંહ તેમાં હીરો હતાં.

જબ તક હૈ જાન

જબ તક હૈ જાન

અનુષ્કા શર્માએ તે પછી મટરૂ કી બિજલી કા મંડોલા અને જબ તક હૈ જાન જેવી ફિલ્મો પણ કરી.

આગામી ફિલ્મો

આગામી ફિલ્મો

અનુષ્કા શર્માની આગામી ફિલ્મોમાં પીકે, બૉમ્બે વેલ્વેટ તથા એનએચ 10નો સમાવેશ થાય છે.

વનઇન્ડિયાની શુભેચ્છાઓ

વનઇન્ડિયાની શુભેચ્છાઓ

વનઇન્ડિયા પરિવાર પણ અનુષ્કા શર્માને તેમના 26મા જન્મ દિવસે શુભેચ્છાઓ પાઠવે છે.

English summary
Birthday girl Anushka Sharma turns 26 today. Nowadays, Anushka Sharma in headlines about affair with Virat Kohli.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more