For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

B'day Spcl : બાઝીગરને કિંગ ખાન બનાવનાર કાજોલની Top 15 ફિલ્મો...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 5 ઑગસ્ટ : બોલ્ડ, બ્યુટીફુલ તથા બ્રાઉન આઇડ બ્યૂટી એટલે કાજોલ આજે 40 વર્ષના થયાં છે. તેમના અભિનય દ્વારા સમગ્ર બૉલીવુડમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કરનાર કાજોલ બૉલીવુડ અભિનેત્રી તનુજા તથા ફિલ્મ દિગ્દર્શક શોમૂ મુખર્જીના પુત્રી છે અને સિંઘમ અજય દેવગણના પત્ની છે. તેઓ યુગ તથા ન્યાસા જેવા બે સુંદર બાળકોના માતા પણ છે.

કાજોલે 1992માં બેખુદી ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું, પરંતુ તેમની પ્રથમ હિટ ફિલ્મ બાઝીગર હતી કે જેમાં તેમની સાથે શાહરુખ ખાન હતાં. પછી તો નેવુના દાયકામાં શાહરુખ-કાજોલ એક હિટ જોડી તરીકે સ્થાપિત થઈ ગઈ. કાજોલે બૉલીવુડના ત્રણે ખાનો શાહરુખ, સલમાન ખાન અને આમિર ખાન સાથે જોડી બનાવી. જોકે શાહરુખ-કાજોલની જોડી ગોલ્ડન જોડી રહી. જ્યારે પણ શાહરુખના સફળ બૉલીવુડ કૅરિયરની વાત થશે, ત્યારે તેમાં કાજોલનો ઉલ્લેખ થયા વગર નહીં રહે. બૉલીવુડના બાઝીગરને કિંગ ખાન બનાવવામાં કાજોલનો સૌથી મોટો ફાળો કહી શકાય. કાજોલ કરણ જૌહરના લકી અભિનેત્રી ગણાતાં. લગ્ન બાદ કાજોલે નાનકડું બ્રેક લીધું અને આમિર ખાન સાથે ફના દ્વારા કમબૅક કર્યું. તેઓ કરણ જૌહરની માય નેમ ઇઝ ખાનમાં પુનઃ શાહરુખ ખાન સાથે ચમક્યાં.

કાજોલે પોતાના બૉલીવુડ કૅરિયર દરમિયાન અનેક પુરસ્કારો પણ જીત્યાં કે જેમાં છ ફિલ્મફૅર ઍવૉર્ડનો સમાવેશ થાય છે. 1999માં તેમણે મોસ્ટ સ્ટાઇલિશ હીરોઇન તરીકેનો ઍવૉર્ડ જીત્યો. 2002માં તેઓ પાંચમા વાર્ષિક રાજીવ ગાંધી ઍવૉર્ડ, 2011માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી ઍવૉર્ડ, 2012માં વૉગ ઇન્ડિયા ઍવૉર્ડ્સ-ટાઇમલેસ બ્યુટી ઍવૉર્ડ પણ હાસલ કર્યો. કાજોલને 2008માં સામાજિક ન્યાય અને સિટિઝન એક્શન માટેના કર્મવીર પુરસ્કારથી પણ સન્માનવામાં આવ્યાં.

કાજોલે બૉલીવુડ કૅરિયરમાં મોટાભાગે સફળ ફિલ્મો આપી છે. જોકે અમુક ફિલ્મો ફ્લૉપ પણ રહી છે. આવો તસવીરોમાં જોઇએ તેમની બેસ્ટ 15 ફિલ્મો :

બાઝીગર

બાઝીગર

બાઝીગર કાજોલની પ્રથમ સફળ ફિલ્મ હતી કે જેમાં તેમના હીરો શાહરુખ ખાન હતાં. ફિલ્મમાં શિલ્પા શેટ્ટી પણ હતાં. આ ફિલ્મ 1993ની હાઇએસ્ટ ગ્રોસિંગ મૂવી રહી હતી.

યે દિલ્લગી

યે દિલ્લગી

યશ ચોપરા નિર્મિત રોમાંટિક ફિલ્મ યે દિલ્લગીમાં અક્ષય કુમાર તથા સૈફ અલી ખાન હતાં. કાજોલે એક ડ્રાઇવરના પુત્રી તરીકેનો રોલ કર્યો હતો. આ ફિલ્મ માટે કાજોલ બેસ્ટ અભિનેત્રી તરીકેના ફિલ્મફૅર ઍવૉર્ડ માટે નૉમિનેટ થયા હતાં.

કરણ અર્જુન

કરણ અર્જુન

ફિલ્મ જોકે કરણ (સલમાન) અને અર્જુન (શાહરુખ) પર આધારિત હતી, પણ કાજોલે બીજી વાર શાહરુખની સાથે જોડી બનાવી હતી અને આ જોડીને લોકો પ્રેમ કરતા થઈ ગયા હતાં. કરણ અર્જુન 1995ની બીજી બિગેસ્ટ ફિલ્મ હતી.

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે એટલે કે ડીડીએલજે અંગે તો શું કહેવાય? આ એક બ્લૉકબસ્ટર ફિલ્મ હતી અને બૉલીવુડમાં શારહુરખ-કાજોલની જોડીને ગોલ્ડન પૅર તરીકે સ્થાપિત કરનાર ફિલ્મ હતી. આજે પણ આ ફિલ્મના રાજ-સિમરન લોકોના મગજમાંથી ભુંસાયા નથી. ફિલ્મનું શૂટિંગ ભારત ઉપરાંત લંડન અને સ્વિટ્ઝરલૅન્ડમાં પણ થયુ હતું. કાજોલ આ ફિલ્મ માટે ફિલ્મફૅર બેસ્ટ એક્ટ્રેસ ઍવૉર્ડ જીત્યા હતાં અને સ્ટાર સ્ક્રીન ઍવૉર્ડ માટે નૉમિનેટ પણ થયા હતાં.

ગુપ્ત

ગુપ્ત

આ ફિલ્મમાં કાજોલનો નેગેટિવ રોલ હતો. રાજીવ રાય દિગ્દર્શિત મ્યુઝિકલ સસ્પેન્સ ફિલ્મ ગુપ્તમાંમાં બૉબી દેઓલ તથા મનીષા કોઈરાલા પણ હતાં. ગુપ્ત વ્યાવસાયિક રીતે સફળ ફિલ્મ હતી. ફિલ્મફૅર ઍવૉર્ડના ઇતિહાસમાં કાજોલ એવા પ્રથમ મહિલા હતાં કે જેમને બેસ્ટ વિલનનો ઍવૉર્ડ મળ્યો.

સપને/મિનાસરા કનાવુ

સપને/મિનાસરા કનાવુ

મિનાસરા કનાવુ (તામિળ ફિલ્મ)ને હિન્દીમાં સપને ફિલ્મ તરીકે ડબ કરવામાં આવી. ફિલ્મમાં કાજોલ, પ્રભુ દેવા તથા અરવિંદ સ્વામી લીડ રોલમાં હતાં.

ઇશ્ક

ઇશ્ક

કૉમેડી ડ્રામા ફિલ્મ ઇશ્કમાં કાજોલ અજય દેવગણ સાથે હતાં. ફિલ્મમાં આમિર ખાન અને જુહી ચાવલા પણ હતાં. બૉર્ડર, દિલ તો પાગલ હૈ અને પરદેસ બાદ આ ચોથી સફળ ફિલ્મ રહી હતી.

પ્યાર કિયા તો ડરના ક્યા

પ્યાર કિયા તો ડરના ક્યા

રોમાંટિક કૉમેડી ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યામાં સલમાન ખાન અને કાજોલની જોડી હતી. સોહેલ ખાન દિગ્દર્શિત આ ફિલ્મમાં કાજોલે પ્રથમ વાર સલમાન સાથે જોડી બનાવી હતી. કાજોલ આ ફિલ્મ માટે સ્ટાર સ્ક્રીન તથા ઝી સિને ઍવૉર્ડ્સ માટે નૉમિનેટ થયા હતાં.

દુશ્મન

દુશ્મન

સાયકોલૉજિકલ થ્રિલર ફિલ્મ દુશ્મનમાં કાજોલ લીડ રોલમાં હતાં. સંજય દત્ત પણ હતાં. કાજોલે ડબલ રોલ કર્યો હતો. ફિલ્મ સફળ રહી હતી અને કાજોલે આ ફિલ્મ માટે સ્ટાર સ્ક્રીન ઍવૉર્ડ હાસલ કર્યો હતો, તો બેસ્ટ એક્ટ્રેસ ફિલ્મફૅર ઍવૉર્ડ માટે તેઓ નૉમિનેટ થયા હતાં.

પ્યાર તો હોના હી થા

પ્યાર તો હોના હી થા

રોમાંટિક કૉમેડી ફિલ્મ પ્યાર તો હોના હી થામાં અજય દેવગણ કાજોલના હીરો હતાં. 1998ની સફળ ફિલ્મ રહી હતી પ્યાર તો હોના હી થા અને તેને માટે કાજોલ ફિલ્મફૅર એવૉર્ડ માટે નૉમિનેટ પણ થયા હતાં.

કુછ કુછ હોતા હૈ

કુછ કુછ હોતા હૈ

કરણ જૌહરના ધર્મા પ્રોડક્શન અને યશ રાજ ફિલ્મ્સની કુછ કુછ હોતા હૈ ફિલ્મમાં કાજોલ અને શાહરુખ પુન રૂપેરી પડદે આવ્યાં અને ફિલ્મ સુપરહિટ રહી. ફિલ્મમાં કાજોલના પિતરાઈ બહેન રાણી મુખર્જી પણ હતાં. ફિલ્મે ઘણા ઍવૉર્ડ્સ જીત્યાં. ફિલ્મફૅરમાં ચાર મોટા ઍવૉર્ડ (બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ એક્ટર તથા બેસ્ટ એક્ટ્રેસ) જીતનારી આ ત્રીજી ફિલ્મ હતી.

હમ આપકે દિલ મેં રહતે હૈં

હમ આપકે દિલ મેં રહતે હૈં

આ ફિલ્મમાં કાજોલના હીરો અનિલ કપૂર હતાં. ફિલ્મમાં મનચલા હીરોને પાઠ ભણાવવાના મહત્વના રોલ બદલ કાજોલ ફિલ્મફૅર બેસ્ટ એક્ટ્રેસ ઍવૉર્ડ માટે નૉમિનેટ થયા હતાં.

કભી ખુશી કભી ગમ

કભી ખુશી કભી ગમ

કરણ જૌહરના ધર્મા પ્રોડક્શનના બૅનર હેઠળ યશ જૌહર નિર્મિત કભી ખુશી કભી ગમ ફિલ્મમાં કાજોલ ફરી એક વાર શાહરુખના નાયિકા બન્યાં. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, કરીના કપૂર અને હૃતિક રોશન પણ હતાં. ફિલ્મમાં મહત્વના કલાકારો હોવા છતાં કાજોલનું મસ્તી ભર્યું પાત્ર વખાણવા લાયક હતું. આ ફિલ્મ બદલ કાજોલે ઝી સિને સ્પેશિયલ ઍવૉર્ડ મેળવ્યો હતો. કાજોલ-શાહરુખને બેસ્ટ જોડી ઍવૉર્ડ (સ્ક્રીન ઍવૉર્ડ) પણ મળ્યો.

ફના

ફના

રોમાંટિક ફિલ્મ ફનામાં આમિર ખાન સાથે કાજોલે બૉલીવુડમાં કમબૅક કર્યુ હતું. આ ફિલ્મ માટે કાજોલ-આમિર સ્ટાર સ્ક્રીન ઍવૉર્ડ જોડી નં. 1 જીત્યા હતાં. કાજોલને ફિલ્મફૅર તથા ઝી સિને બેસ્ટ એક્ટ્રેસ ઍવૉર્ડ મળ્યો હતો. ઉપરાંત તેઓ આઈફા બેસ્ટ એક્ટ્રેસ ઍવૉર્ડ માટે નૉમિનેટ પણ થયા હતાં.

માય નેમ ઇઝ ખાન

માય નેમ ઇઝ ખાન

શાહરુખ-કાજોલ નવ વરસ બાદ ફરી એક વાર માય નેમ ઇઝ ખાન દ્વારા રૂપેરી પડદે આવ્યાં. 2010ની આ સૌથી વધુ બજેટની ફિલ્મ ગણાઈ. આ ફિલ્મ માટે કાજોલે ફિલ્મફૅર ઍવૉર્ડ હાસલ કર્યો, તો અપ્સરા ઍવૉર્ડ માટે નૉમિનેટ પણ થયાં.

વાંચો જન્મ દિવસ સ્પેશિયલ

વાંચો જન્મ દિવસ સ્પેશિયલ

Birthday Special : 100માંથી 99 લોકોથી નફરત કરે છે કાજોલ : જાણો 10 Interesting Facts

English summary
Bold, beautiful and brown eyed beauty kajol is celebrating her 40th birthday today. Here are her 15 best movies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X