B'day Spcl : ચૉકલેટી ઋષિ કપૂર બીજી ઇનિંગમાં વધુ દમદાર અભિનેતા બન્યાં...

મુંબઈ, 4 સપ્ટેમ્બર : 80ના દાયકાના ચૉકલેટી હીરો ઋષિ કપૂર આજે 62 વર્ષના થઈ ગયાં છે, પરંતુ આજેય તેઓ અભિનય ક્ષેત્રે અડગ છે અને એક ચાર્મિંગ હીરોથી લઈ આજે તેઓ ડિફરંટ પ્રકારના નકારાત્મક કે હકારાત્મક તમામ પ્રકારના રોલ કરી રહ્યાં છે. તેઓ કહે છે કે તેઓ એક કાબેલ અભિનેતા છે તથા ચરિત્ર ભૂમિકાઓ કરવી પસંદ કરશે, પરંતુ તેઓ માત્ર એક પિતા તરીકેની ભૂમિકા જ નથી કરવા માંગતાં.

અગ્નિપથની રીમેકમાં રઉફ લાલાના પાત્રમાં સૌને આશ્ચર્યમાં મૂકી દેનાર ઋષિ કપૂર ગ્રેટ શો મૅન રાજ કપૂરના પુત્ર છે અને તેમણે બૉબી ફિલ્મથી પોતાની કૅરિયર શરૂ કરી હતી. તેઓ કહે છે - હું વિનમ્ર બનવાની કોશિશ નથી કરતો, પણ મેંવિવિધ પ્રકારના પાત્રો સાથે પ્રયોગો કર્યાં છે. હું પિતાની ભૂમિકામાં બંધાવવા નથી માંગતો. હું ચરિત્ર ભૂમિકાઓ ભજવવા માંગુ છું.

પોતાના દોરમાં બૉબી, પ્રેમ રોગ, ખેલ ખેલ મેં અને રફૂચક્કર જેવી ફિલ્મો આપનાર ઋષિ કપૂરે બૉલીવુડમાં નવી ઇનિંગ દરમિયાન ફના તથા નમસ્તે લંડન જેવી ફિલ્મોમાં પિતાની ભૂમિકા ભજવી છે. રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત દો દૂની ચાર ફિલ્મમાં સ્કૂલ શિક્ષક સંતોષ દુગ્ગલની ભૂમિકા ભજવનાર ઋષિ કપૂરે જણાવ્યું - જો હું કોઈ ફિલ્મમાં છું, તો તેના નિર્માતાએ આ વાતનો વધુમાં વધુ ફાયદો ઉઠાવવો જોઇએ કે જેથી હું અભિનય કરી શકું અને પોતાને કાબેલ અભિનેતા અનુભવી શકું. હું અભિનય પણ સારું કરવા માંગીશ. હું તે રીતે કલ્પનાઓ પણ કરી શકીશ.

ઋષિ કપૂરે ગત વર્ષે રિલીઝ થયેલી ઔરંગઝેબ ફિલ્મમાં હરિયાણાના પોલીસ અધિકારીનો રોલ કર્યો, તો ડી ડે ફિલ્મમાં ઋષિ કપૂર કથિત રીતે દાઉદ ઇબ્રાહીમનો રોલ કરતાં નજરે પડ્યા. તે પછી ઋષિએ શુદ્ધ દેસી રોમાંસ અને છેલ્લે બેવકૂફિયાં ફિલ્મમાં પણ શાનદાર ભૂમિકાઓ ભજવી પોતાના દમદાર અભિનયની છાપ છોડી.

આવો તસવીરોમાં જોઇએ ઋષિ કપૂરે બૉલીવુડમાં પોતાની બીજી ઇનિંગમાં ભજવેલી કેટલીક મહત્વની ભૂમિકાઓ :

અગ્નિપથ

અગ્નિપથ

અમિતાભ બચ્ચનની અગ્નિપથ ફિલ્મની રીમેકમાં ઋષિ કપૂરે રઉફ લાલાનો રોલ કર્યો હતો. ફિલ્મમાં ઋતિક રોશન લીડ રોલમાં હતાં.

ઔરંગઝેબ

ઔરંગઝેબ

તાજેતરમાં રિલીઝ થયેલી ઔરંગઝેબ ફિલ્મમાં ઋષિ કપૂરે હરિયાણાના પોલીસ અધિકારીનો દમદાર રોલ કર્યો છે.

દો દૂની ચાર

દો દૂની ચાર

દો દૂની ચાર ફિલ્મમાં ઋષિ કપૂરે પિતાની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં તેમની સાથે તેમના પત્ની નીતૂ સિંહ હતાં.

ફના

ફના

આમિર ખાનની ફના ફિલ્મમાં પણ ઋષિ કપૂર પિતાના રોલમાં હતાં.

નમસ્તે લંડન

નમસ્તે લંડન

અક્ષય કુમાર અને કૅટરીના કૈફની નમસ્તે લંડન ફિલ્મમાં ઋષિ કપૂરે કૅટરીનાના પિતાની ભૂમિકા ભજવી હતી.

ડી ડે

ડી ડે

ડી ડેમાં ઋષિ કપૂરનો લુક કંઇક આવો હતો. આ ફિલ્મમાં ઋષિ કપૂરે અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહીમનો રોલ કર્યો હતો.

કલ કિસને દેખા

કલ કિસને દેખા

કલ કિસને દેખા ફિલ્મમાં પ્રોફેસરની ભૂમિકામાં હતાં ઋષિ કપૂર.

પટિયાલા હાઉસ

પટિયાલા હાઉસ

પટિયાલા હાઉસ ફિલ્મમાં સરદારના રોલમાં ઋષિ કપૂર.

યે હૈ જલવા

યે હૈ જલવા

યે હૈ જલવા ફિલ્મમાં સલમાન ખાનના ઓરમાન પિતાનો રોલ કર્યો હતો ઋષિ કપૂરે.

બેશરમ

બેશરમ

ફિલ્મ બેશરમમાં ઋષિ કપૂર અને નીતૂ સિંહ પ્રથમ વાર પોતાના પુત્ર રણબીર કપૂર સાથે દેખયા હતાં. ઋષિ-નીતૂ આ ફિલ્મમાં પોલીસ વાળાના રોલમાં હતાં. ફિલ્મ ભલે ફ્લૉપ રહી, પણ ઋષિનું કામ હિટ રહ્યું.

શુદ્ધ દેસી રોમાંસ

શુદ્ધ દેસી રોમાંસ

ઋષિ કપૂર સુશાંત સિંહ રાજપૂત તેમજ પરિણીતી ચોપરાની શુદ્ધ દેસી રોમાંસ ફિલ્મમાં પણ કંઇક જુદા જ અંદાજમાં જોવા મળ્યા હતાં.

બેવકૂફિયાં

બેવકૂફિયાં

બેવકૂફિયાંમાં ઋષિ કપૂરે સોનમ કપૂરના પિતાની ગંભીર ભૂમિકા ભજવી હતી.

કાંચી

કાંચી

ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ કાંચી હતી. સુભાષ ઘઈની આ ફિલ્મમાં પણ ઋષિના અભિનયમાં કોઈ ઉણપ નહોતી.

ઋષિ વિશે વધુ વાંચવા નીચેની લિંક ક્લિક કરો

ઋષિ વિશે વધુ વાંચવા નીચેની લિંક ક્લિક કરો

Happy Birthday Chintu : દર્દ એ દિલ, દર્દ એ જિગર, દિલ મેં જગાયા આપને...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X