Birthday Special : એક્શન જૅક્શન એક્ટ્રેસ યામી વિશે 10 શૉકિંગ Facts!

મુંબઈ, 28 નવેમ્બર : યામી ગૌતમ આજે 26 વર્ષના થઈ ગયાં. ધ પ્રેટી ડૅમસેલ યામી ગૌતમનો આજે જન્મ દિવસ છે. આયુષ્માન ખુરાનાની અપૉઝિટ વિકી ડૉનર જેવી હિટ ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર યામી ગૌતમ પહેલી વખત મોટા બજેટની ફિલ્મ એક્શન જૅક્સનનો ભાગ છે કે જે ટુંક જ સમયમાં રિલીઝ થવાની છે.

એક્શન જૅક્સનમાં અજય દેવગણ તથા સોનાક્ષી સિન્હા લીડ રોલમાં છે. યામીએ જે આયુષ્માન સાથે બૉલીવુડ ડેબ્યુ કર્યુ હતું, તે આયુષ્માન અને યામી બંને પારિવારિક મિત્રો છે. શું તમે આ જાણતા હતાં? કદાચ આ માહિતી તમારા માટે ચોંકાવનારી હશે, પરંતુ યામી ગૌતમ વિશે ઘણા એવા શૉકિંગ ફૅક્ટ્સ અમે જાણીએ છીએ કે જેના વિશે વાંચકોને ખબર નથી.

ચાલો યામીના જન્મ દિવસે જાણીએ તેમના વિશે 10 શૉકિંગ ફૅક્ટ્સ :

ફિલ્મોગ્રાફી

ફિલ્મોગ્રાફી

યામી ગૌતમે અત્યાર સુધી છ વિવિધ ભાષાની ફિલ્મોમાં કામ કર્યુ છે કે જેમાં પંજાબી, તામિળ, તેલુગુ, મલયાલમ, કન્નડ તથા હિન્દીનો સમાવેશ થાય છે.

આઈએએસ ઑફિસર?

આઈએએસ ઑફિસર?

શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે બીએની પ્રવેશ પરીક્ષા પાસ કરી. તેઓ આઈએએસ ઑફિસર બનવા માટેનો અભ્યાસ કરવા માંતા હતાં.

આયુષ્માન પરિવાર?

આયુષ્માન પરિવાર?

આયુષ્માન ખુરાના સાથે બૉલીવુડ ડેબ્યુ કરનાર યામી હકીકતમાં તેમના પારિવારિક મિત્ર છે.

સરળ સ્વભાવ

સરળ સ્વભાવ

યામી સ્વભાવે શરમાળ છે અને બૉલીવુડ કૅરિયરે તેમને ખુલ્લું થવામાં મદદ કરી. તેઓ રિલેશનશિપમાં વિશ્વાસ નથી ધરાવતાં અને પોતાની જાતને વન-મૅન વુમૅન ગણે છે.

પારિવારિક પૃષ્ઠભૂમિ

પારિવારિક પૃષ્ઠભૂમિ

લીડિંગ પંજાબી ચૅનલના ઉપ પ્રમુખ મુકેશ ગૌતમના દીકરી યામીની એક બહેન સુરીલી ગૌતમ પણ છે. સુરીલીએ પંજાબી ફિલ્મ પાવર કટ સાથે એક્ટિંગ ડેબ્યુ કર્યુ હતું કે જેમાં જસપાલ ભટ્ટીના પુત્ર જસરાજ ભટ્ટી હતાં.

એક્ટિંગ-એજ્યુકેશન

એક્ટિંગ-એજ્યુકેશન

યામી ગૌતમ લૉ ઑનર્સનો અભ્યાસ કરવા માંગતા હતાં, પરંતુ એક્ટિંગના ચક્કરમાં તેઓ અભ્યાસને ફુલટાઇમ ન આપી શક્યાં. તાજેતરમાં જ તેમણે ગ્રેજ્યુએશન માટે પાર્ટ-ટાઇમ અભ્યાસ શરૂ કર્યો છે.

ફૅવરિટ ફૂડ

ફૅવરિટ ફૂડ

યામી અડધા પહાડી અને અડધા પંજાબી ગર્લ છે. તેઓ પહાડી વ્યંજનો પસંદ કરે છે. તેમનું ફૅવરિટ ફૂડ છે ચમ્બા કા રાજમા.

શોખ

શોખ

યામી વાંચન, ઇંટીરિયર ડેકોરેશન અને સંગીત શ્રવણના શોખ ધરાવે છે. 2012માં તેઓ પ્રિવેંશન તથા વેડિંગ અફૅર મૅગેઝીનોના કવર પેજ પર છવાયા હતાં.

બૉલીવુડ યાત્રા

બૉલીવુડ યાત્રા

યામી વીસ વર્ષની વયે મુંબઈ આવ્યાં. તેમણે ચાંદ કે પાર ચલો દ્વારા ટેલીવિઝન ડેબ્યુ કર્યું કે જેમાં રાજકુમાર આર્યન હતાં. તે પછી તેમણે યે પ્યાર ના હોગા કમમાં પણ કામ કર્યુ હતું.

હૉટ એન્ડ ક્યૂટ

હૉટ એન્ડ ક્યૂટ

યામી ગૌતમ હૉટ અને ક્યૂટ બંને છે. તેઓ પહેલી વખત અજય દેવગણની અપૉઝિટ લીડ રોલમાં આવી રહ્યા છે ફિલ્મ એક્શન જૅક્સનમાં. હૅપ્પી બર્થ ડે યામી ગૌતમ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X