સલમાનને કોર્ટમાંથી મળી રાહત, સજા પર લાગશે સ્ટે
જોધપુર, 13 નવેમ્બર: સલમાન ખાનને રાહત આપતાં રાજસ્થાન હાઇકોર્ટે મંગળવારે આજે નિચલી કોર્ટના તે ચૂકાદા પર મનાઇહુકમ લગાવી દિધો છે, જેમાં અભિનેતાને શિકાર કરવાના મુદ્દે પાંચ વર્ષની સજા સંભળાવી હતી. તેનાથી સલમાન ખાનને બ્રિટીશ વિઝા માટે અરજી કરવાનો રસ્તો સાફ થઇ ગયો છે.
બ્રિટેનના ઇમીગ્રેશન નિયમો નિયમો અનુસાર કોઇ વ્યક્તિને ચાર વર્ષથી વધુની સજા મળી હોય, તે વિઝા માટે અરજી ન કરી શકે. સલમાનને પાંચ વર્ષની સજા સંભળાવી હતી, એટલા માટે બ્રિટિશ દૂતાવાસ દ્વારા તેમના વિઝા અરજીને રદ કરવામાં આવી હતી. ભારતીય સિદ્ધદોષના પાસપોર્ટ પર 'સિદ્ધદોષ'નો સિક્કો લાગેલો હોય છે.

સલમાન ખાનને તેને આપવામાં આવેલી સજા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતાં હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેથી તે બ્રિટિશ વિઝા માટે નવેસરથી અરજી કરી શકશે.
ન્યાયમૂર્તિ નિર્મિલ જીત કૌરે તેને 2006માં આપેલી સજા પર પ્રતિબંધ લગાવી દિધો છે અને કહ્યું છે કે હવે કોઇપણ દેશના વિઝા માટે અરજી કરવા માટે સ્વતંત્ર છે. સજાનો આ ચૂકાદો તેમને નડશે નહી.












Click it and Unblock the Notifications
