કાળિયાર કેસઃ સલમાન ખાનની સજા ફગાવી દેવાની અરજી પર આજે થશે સુનાવણી
સલમાન ખાનનો કાળિયાર કેસ ઘણો આગળ સુધી જઈ પહોંચ્યો છે અને આના માટે સલમાન ખાનને સજા પણ સંભળાવવામાં આવી હતી. આ સજા સામે અરજી કરવામાં આવી છે જેની સુનાવણી આજે થવાની છે.
સુપરસ્ટાર સલમાન ખાનનો કાળિયાર કેસ ઘણો આગળ સુધી જઈ પહોંચ્યો છે અને આના માટે સલમાન ખાનને સજા પણ સંભળાવવામાં આવી હતી. આ સજા સામે અરજી કરવામાં આવી છે જેની સુનાવણી આજે થવાની છે. આ ઉપરાંત સૈફ, તબ્બુ અને નીલમ સામે પણ આજે સુનાવણી થઈ શકે છે કારણકે આની સામે વિશ્નોઈ સમાજ ઉભો થયો હતો. ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની કેસની સુનાવણી 20 ફેબ્રુઆરીના રોજ થઈ હતી. જો કે કેસની સુનાવણી 3 એપ્રિલે માટે ટાળી દેવામાં આવી હતી.

એપ્રિલ સુધી સુનાવણી ટાળી દેવાઈ હતી
સજા ઉપરાંત સલમાન ખાન સામે ગેરકાયદેસર હથિયાર કેસમાં સરકારની અપીલ પર પણ બુધવારે જ સુનાવણી થશે. જિલ્લા તેમજ સત્ર ન્યાયાલય જોધપુર ગ્રામીણ ચંદ્ર કુમાર સોનગરાની અદાલતમાં સૂચિબદ્ધ હતી પરંતુ ત્રણેની અપીલ પર સમયની કમીના કારણે એપ્રિલ સુધી સુનાવણી ટાળી દેવામાં આવી હતી.

કાળિયારનો શિકાર કરવાનો આરોપ
હવે જોવાનું એ છે કે આ વખતે શું ઉકેલ આવે છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન પર ફિલ્મ ‘હમ સાથ સાથ હે'ના શૂટિંગ દરમિયાન કાળિયારનો શિકાર કરવાનો આરોપ લાગ્યો છે. પહેલી અપીલ સલમાન ખાન તરફથી હતી જેમાં સલમાન ખાનને 5 વર્ષની સજા આપવામાં આવી હતી. સજા સામે સલમાન ખાને જિલ્લા સત્ર ન્યાયાલયમાં અપીલ કરી રાખી છે. હાલમાં સલમાન ખાન ફિલ્મ ‘દબંગ 3'નું શૂટિંગ કરી રહ્યા છે જેની શરૂઆત હાલમાં જ થઈ છે.

કાળિયાર કેસ
ફિલ્મ ‘હમ સાથ સાથ હે' ના સમયથી ચાલ્યો આવતો આ કેસ જોધપુર કોર્ટમાં ચાલી રહ્યો છે.

5 વર્ષની સજા
સલમાન ખાનને આના માટે 5 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી જેના કારણે જામીન મળવા સુધી તે 2 દિવસ સુધી જેલમાં હતા.

સલમાને કહ્યુ
સલમાન ખાને સીધુ કહ્યુ છે કે તેમણે આવુ ક્યારેય કંઈ કર્યુ નહોતુ.

ગેરકાયદેસર હથિયાર
આ ઉપરાંત સલમાન ખાન ઉપર ગેરકાયદેસર હથિયાર રાખવા માટે પણ કેસ ચાલી રહ્યો છે.

હિટ એન્ડ રન
થોડા સમય પહેલા સલમાન પર આરોપ લાગ્યો હતો કે તેમણે દારૂના નશામાં ફૂટપાથ પર સૂઈ રહેલા લોકો પર ગાડી ચલાવી દીધી હતી. જો કે તે આમાંથી તે છૂટી ચૂક્યા છે. હવે સલમાન ખાન કામમાં બિઝી છે અને આ વખતે ઈદમાં તેમની ફિલ્મ ‘ભારત' ધમાકો કરવા આવી રહી છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
