For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BMC કંગના રણૌતની ઑફિસ તોડી પાડશે

BMC કંગના રણૌતની ઑફિસ તોડી પાડશે

|
Google Oneindia Gujarati News

મુંબઈને પીઓકે સમાન ગણાવવાની કોમેન્ટ કર્યા બાદથી કંગના રણૌત સતત વિવાદમાં ફસાઈ છે. સંજય રાઉત સહિત મહારાષ્ટ્રના નેતાઓએ કંગના રણૌતને મુંબઈની માફી માંગવા કહી રહ્યા છે અને કંગનાને મુંબઈમાં ઘૂસવા ના દેવાની પણ ધમકી આપવામાં આવી હતી. ત્યારે કંગનાએ કોઈને પણ ના ગણકારી મુંબઈ જવાનું એલાન કરી દીધું હતું.

kangana ranaut

જો કે કંગના મુંબઈ પહોંચે તે પહેલાં જ બૃહદ બોમ્બે મ્યુનિસિપાલ કોર્પોરેશને બાંદ્રા સ્થિત આવેલી કંગના રણૌતની ઑફિસ સીલ કરી લીધી છે. BMC એ કંગના રણૌતની ઑફિસ બહાર નોટિસ પણ ચિપકાવી દીધી હતી.

આ મામલે કંગના રણૌતે કહ્યું હતું કે, "આ મુંબઈમાં મણિકર્ણિકા ફિલ્મની ઑફિસ છે, જેને મેં 15 વર્ષ મહેનત કરીને કમાઈ છે, જિંદગીમાં મારું એક જ સપનું હતું કે હું જ્યારે પણ ફિલ્મ નિર્માતા બનું મારી ખુદની ઑફિસ હોય, પરંતુ લાગે છે કે આ સપનું ટૂટવાનો સમય આવી ગયો છે, આજે અચાનક BMC ના કેટલાક લોકો આવ્યા છે."

જો કે હવે બોમ્બે મ્યુનિસિપાલ કોર્પોરેશનના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે તેઓ બાંદ્રામાં આવેલી કંગના રણૌતની આ ઑફિસને તોડી પાડશે. બીએમસીએ કંગના રાણાવતની ઑફિસમાં થયેલા ગેરકાયદેસર નિર્માણની આખી યાદી બહાર પાડી હતી.

કંગના રનોતની 48 કરોડની મુંબઈ ઑફિસ બીએમસીએ કરી સીલ, ગેરકાયદે નિર્માણની નોટિસકંગના રનોતની 48 કરોડની મુંબઈ ઑફિસ બીએમસીએ કરી સીલ, ગેરકાયદે નિર્માણની નોટિસ

આ નિર્માણ ગેરકાયદેસર છે

  • ગ્રાઉન્ડ ફ્લોર પ ટૉયલેટને ગેરકાયદેસર રીતે ઑફિસ કેબિન બનાવી દીધી.
  • ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટોર રૂમમાં ગેરકાયદેસર રીતે કિચનનું નિર્માણ કરવમાં આવ્યું છે.
  • ગેરકાયદેસર નિર્માણ કરી સીઢી પાસે સ્ટોર રૂમમાં અને પાર્કિંગમાં ટૉયલેટ બનાવવામાં આવ્યાં છે.
  • ગ્રાઉન્ડ ફ્લોર પર પેન્ટ્રીનું નિર્માણ પણ ગેરકાયદેસર છે.
  • ફર્સ્ટ ફ્લોર પર લિવિંગ રૂમમાં લાકડાનું પાર્ટિશન કરી ગેરકાયદેસર રીતે રૂમ અને કેબિન બનાવી છે.
  • ફર્સ્ટ ફ્લોર પર ચોક એરિયામાં ટૉયલેટનું નિર્માણ પણ ગેરકાયદેસર છે.
  • ફર્સ્ટ ફ્લોર પર ગેરકાયદેસર રીતે આગળ તરફ એક સ્લેબનું નિર્માણ કર્યું છે.
  • સેકન્ડ ફ્લોર પર સીઢીની દિશા અને જગ્યા બદલી છે.
  • સેકન્ડ ફ્લોર પર બાલકનીને બેસવાની જગ્યામાં સામેલ કરી લેવામાં આવી છે. પાર્ટીશનની દિવાલ તોડી નાખવામાં આવી છે.
English summary
BMC will demolish kangana ranaut's bandra office
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X