રોમાંચક થ્રિલર ફિલ્મ હશે બીએમડબ્લ્યૂ : જાવેદ જાફરી
મુંબઈ, 3 ઑગસ્ટ : ઇંશાઅલ્લાહ, કશ્મીર અને ઇંશાઅલ્લાહ, ફુટબૉલ જેવી બે નેશનલ ઍવૉર્ડ વિજેતા ડૉક્યુમેંટ્રી ફિલ્મો આપનાર જાવેદ જાફરી હવે લઈને આવી રહ્યાં છે બીએમડબ્લ્યૂ. તેઓ આ ફિલ્મને એક રોમાંચકારી ફીચર ફિલ્મ ગણાવે છે.

49 વર્ષીય જાવેદ જાફરીએ જણાવ્યું - હું પોતાની પ્રથમ ફિલ્મ બીએમડબ્લ્યૂ લઈને આવ્યો છે. આ એક સનસનાટી ભરી ફિલ્મ છે. તેમાં ભારતીયની સાથે-સાથે વિદેશી દર્શકોનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. આશા છે કે ફિલ્મના વિદેશોમાં પણ વખાણ થશે.
બીએમડબ્લ્યૂના કલાકારોમાં તનિશા ચૅટર્જી, સરિતા ચૌધરી, ચંદન રૉય સંન્યાલ, આદિલ હુસૈન, વિજય રાજ તથા પોતે જાવેદ જાફરીનો સમાવેશ થાય છે.
જાવેદ જણાવ્યું- બીએમડબ્લ્યૂ પોલીસ એનકાઉંટર પર આધારિત હશે કે જેમાં અમેરિકાથી મુંબઈ આવેલી ભારતીય યુવતી આ કેસ પોતાના હાથમાં લેતી દેખાશે. પોતાની હાસ્ય ભૂમિકાઓ માટે જાણીતા બૉલીવુડ અભિનેતા જાવેદ જાફરી ટેલીવિઝન શો નિન્જા વૉરિયર માટે થયેલ એક આયોજન પ્રસંગે બોલી રહ્યા હતાં. આ જાપાની શો સાસ્યૂકનો હિન્દુ રૂપાંતરણ છે. તે હંગામા ચૅનલ ઉપર પ્રસારિત થશે. જાફરી તેના માટે હિન્દીમાં સંવાદો આપશે.












Click it and Unblock the Notifications
