'મેરિટલ રેપ સીન'ના સપોર્ટમાં આવી બૉબી દેઓલની ત્રીજી પત્ની! જણાવ્યુ - આખરે શું હોય છે રિયલ એનિમલ
Marital Rape Scene: રણબીર કપૂરની ફિલ્મ એનિમલે બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી દીધી છે. તેણે 60 કરોડ રૂપિયાનું વર્લ્ડ વાઈડ કલેક્શન કર્યું છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં રણબીર કપૂર અને બૉબી દેઓલે ખૂબ જ ભયંકર સીન્સ આપ્યા છે. આ ફિલ્મમાં ઘણા ઈંટીમેટ અને મેરિટલ રેપ સીન્સ પણ બતાવવામાં આવ્યા છે.
જેના કારણે હવે આ મૂવીના સ્ટાર્સ પણ લાઇમલાઇટમાં આવી ગયા છે. આ ફિલ્મ દરમિયાન બૉબી દેઓલે એક મૂંગા વ્યક્તિની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં તેની એક-બે નહીં પરંતુ ત્રણ પત્નીઓ છે. હાલમાં બૉબી દેઓલની ત્રીજી ઑન-સ્ક્રીન પત્ની માનસી તક્ષકે મેરીટલ રેપ સીનને સમર્થન આપ્યું છે.

ફિલ્મ એનિમલમાં અબરારનું પાત્ર ભજવનાર બૉબી દેઓલની ત્રીજી પત્ની માનસીએ મેરિટલ રેપ સીન વિશે વાત કરી હતી અને હવે દર્શકો તેની ચર્ચા કરી રહ્યા છે. વાસ્તવમાં, ફિલ્મમાં એક દ્રશ્ય બતાવવામાં આવ્યું છે જેમાં અબરાર તેના ભાઈના મૃત્યુના સમાચાર સાંભળીને તેની પત્નીઓ સાથે હિંસક વર્તન કરે છે. બૉબી અને માનસી વચ્ચે મેરિટલ રેપ સીન પણ થયો, જેને અભિનેત્રીએ પોતે સમર્થન આપ્યું છે.
ઝૂમ એન્ટરટેઈનમેન્ટ સાથેની વાતચીત દરમિયાન માનસીએ કહ્યું, "તે ચોક્કસપણે ખૂબ જ આઘાતજનક હતું. કોઈને પણ તેમના લગ્ન આ રીતે સમાપ્ત થવાની અપેક્ષા નહોતી. સીનને ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યો છે અને બધું ખૂબ જ સુંદર અને અચાનક થયુ છે. પરંતુ જ્યારે તમે આવું કંઈક અચાનક થતા જુઓ ત્યારે એ તદ્દન અલગ લાગે છે. પરંતુ આ સીન કરીને અમે દર્શકોને એટલું જ કહેવા માગતા હતા કે એનિમલ આવી રહ્યો છે. જો તમને રણબીર માટે આવું લાગતુ હોય કે આ કેવુ છે, તો વિચારો કે વિલન માટે તે કેટલુ ખતરનાક હોઈ શકે છે.''
આ જ ઈન્ટરવ્યુમાં માનસીએ મેરિટલ રેપ સીનને સમર્થન આપતાં કહ્યું હતું કે, "બધું બરાબર છે. જો આપણે એ સીનને અસૉલ્ટના રૂપમાં ન જોઈએ તો. બૉબીના પાત્રે મારા પર કોઈ દબાણ કરવાનો પ્રયાસ નથી કર્યો. પરંતુ જો આપણે આ સીનને ટ્વીસ્ટ કરીને જોઈશું તો એવું દર્શાવવામાં આવ્યું છે કે તે સમયે અબરાર તેના એનિમલ સ્ટિંક્ડથી ભરેલો હતો.''
માનસીએ વધુમાં કહ્યું કે ફિલ્મમાં બૉબીના પાત્રને બહાર લાવવા માટે આનાથી સારો બીજો કોઈ રસ્તો નહોતો. આ સીન દ્વારા અમે દર્શકોને બતાવવા માગતા હતા કે આખરે રિયલ એનિમલ શું હોય છે. અંતે હસતાં-હસતાં માનસીએ એમ પણ કહ્યું હતું કે હું વાસ્તવિક જીવનમાં મારા લગ્નમાં આવું કંઈ જ ઈચ્છતી નથી. આ માત્ર કાલ્પનિક હતું અને તેને એ જ રીતે લેવાનુ છે. તેને વાસ્તવિક જીવન સાથે જોડવાનો કોઈ પ્રયાસ ન કરવો.












Click it and Unblock the Notifications
