બોલ બચ્ચન અને બાર્બી અંગે વ્યસ્ત છે શાઝાન પદમસી
મુંબઈ, 26 એપ્રિલ : આજકાલ અભિનેત્રી શાઝાન પદમસી ખૂબ વ્યસ્ત છે. પદમસી હિટ હિન્દી ફિલ્મ બોલ બચ્ચનની તેલુગુ રીમેકમાં દેખાવાનાં છે, તો બાર્બી ડોલ્સના નવા સંગ્રહ માટે એક સંગીત વીડિયોમાં પણ દેખાશે.

બાર્બી ડોલ્સના એક નવા સંગ્રહ મૉનસ્ટર હાઈના લૉન્ચિંગ પ્રસંગે ગુરુવારે પદમસીએ જણાવ્યું - હું બોલ બચ્ચન ફિલ્મની તેલુગુ રીમેકમાં કામ કરી રહુ છું. હું બેંગલોરમાં શૂટિંગ કરી રહી છું.
શાઝાન પદમસીએ ડિસ્કો વૅલી માટેનું શૂટિંગ પૂરૂ કર્યું છે. આ ફિલ્મ રેવ પાર્ટી ઉપર આધારિત છે. રજત બમરેચા તેમની સાથે મુખ્ય ભૂમિકામાં છે. જોકે પદમસીએ બાર્બી ડોલ્સના નવા સંગ્રહ માટે એક સંગીત વીડિયો પણ શૂટ કરી ચુક્યાં છે અને પોતાની આ પસંદગીથી તેઓ ખૂબ ખુશ પણ છે. તેમણે જણાવ્યું - હું હાલ ખૂબ ખુશ છું કે ભારતીય આવૃત્તિ માટે મારી પસંદગી કરાઈ છે.
નોંધનીય છે કે બોલ બચ્ચન એક હિટ બૉલીવુડ ફિલ્મ હતી કે જેમાં અજય દેવગણ, અભિષેક બચ્ચન અને અસીન લીડ રોલમાં હતાં.












Click it and Unblock the Notifications
