• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાને અલવિદા કહેતા પહેલા ઈરફાન ખાનનો છેલ્લો મેસેજ, ભાવુક થઈને લખી આ ચિઠ્ઠી

|
Google Oneindia Gujarati News

બૉલિવુડના હરફનમૌલા એક્ટર ઈરફાન નથી રહ્યા. બુધવારે સવારે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. કેન્સર સામે જંગ જીતનાર ઈરફાન ખાન જિંદગીની જંગ હારી ગયા. બૉલિવુડથી હૉલિવુડ સુધીની સફર નક્કી કરનાર ઈરફાન ખાન કોલોન ઈન્ફેક્શનના કારણે હોસ્પિટલના આઈસીયુમાં ભરતી હતા પરંતુ આ વખતે તે મોતને ન હરાવી શક્યા અને તેમણે અંતિમ શ્વાસ લઈ લીધા. દુનિયાને અલવિદા કરતા પહેલા તેમણે છેલ્લી ફિલ્મ અંગ્રેજી મીડિયમ કરી. આ ફિલ્મ માટે તે ખૂબ ભાવુક હતા. આમ તો ઈરફાન સોશિયલ મીડિયા પર બહુ સક્રિય નહોતા પરંતુ પોતાની વાતોને શબ્દોમાં પરોવવામાં માહેર હતા. ઈરફાન ખાને યુટ્યુબ, ઈનસ્ટાગ્રામ અને ટ્વિટર પર પોતાનો છેલ્લો સંદેશ લખ્યો. વળી, કેન્સરની જંગ જીતીને ભારત આવવા પર તેમણે મીડિયા માટે ભાવુક ચિઠ્ઠી લખી હતી જે તમારી આંખોમાં આંસુ ભરી દેશે.

ઈરફાન ખાનનો છેલ્લો સંદેશ

ઈરફાન ખાનનો છેલ્લો સંદેશ

બૉલિવુડ, હૉલિવુડ, થિયેટરમાં પોતાના અભિનયથી લોકોના દિલો પર રાજ કરનાર ઈરફાન ખાન ભલે દુનિયાની અલવિદા કરી ચૂક્યા છે પરંતુ તે પોતાના ચાહકોના દિલોમાં હંમેશા જીવતા રહેશે. તેમની વાતો, તેમની ફિલ્મો અને તેમના ડાયલૉગ હંમેશા યાદ રાખવામાં આવશે. લાંબા સમય સુધી બ્રેઈન કેન્સર સામે લડી રહેલા ઈરફાન વર્ષ 2019માં લંડનમાં ઈલાજ કરાવીને ભારત પાછા આવ્યા હતા. ઈલાજ દરમિયાન જ તેમણે મીડિયા માટે એક ભાવુક ચિઠ્ઠી લખી હતી. આ ઈરફાન ખાનનો મીડિયા માટે છેલ્લો સંદેશ હતો.

ઈરફાન ખાનની ચિઠ્ઠી

ઈરફાન ખાનની ચિઠ્ઠી

મે 2019માં મીડિયા માટે લખેલી ચિઠ્ઠીમાં ઈરફાને લખ્યુ હતુ, છેલ્લા અમુક મહિનાઓમાં તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. જ્યારે તમે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા હોય તો અસલ જિંદગીનો સામનો કરવા માટે થાક સામે લડી રહ્યા હોય છે. હું તમારી ચિંતાથી વાકેફ છુ, જાણુ છુ કે તમે મને વાત કરવા અને પોતાની સફર તમારી સાથે શેર કરવાની ભલામણ કરી પરંતુ હું હજુ ખુદને ઉંડાણપૂર્વક માપી રહ્યો છુ. ઈરફાને લખ્યુ કે હું નાના નાના પગલાથી ધીમે ધીમે આગળ વધી રહ્યો છુ અને સાજા થવાની કોશિશ કરી રહ્યો છુ. કોશિશ કરી રહ્યો છુ કે તબિયતમાં આ સુધારા અને કામને એક કરી દઉ. તમારી દુઆઓએ મારા દિલને સ્પર્શી દીધુ છે અને આ મારા માટે બહુ જ મહત્વ ધરાવે છે. ઈરફાને લખ્યુ કે જે રીતેતમે મને મારી બિમારીમાંથી બહાર નીકળવા માટે સમય આપ્યો અને મારી પ્રાઈવસીની ઈજ્જત કરી એ માટે હું તમારુ સમ્માન કરુ છુ. હું તમારા આ ધૈર્ય અને તમારા પ્રેમ માટે તમારો આભાર માનુ છુ.

ટ્વિટર છેલ્લો સંદેશ

ટ્વિટર છેલ્લો સંદેશ

ઈરફાન ખાને પોતાના ટ્વિટર પર છેલ્લુ ટ્વિટ 12 એપ્રિલે કર્યુ હતુ. ટ્વિટર પર તેમના 2.2 મિલિયન ફૉલોઅર્સ છે. પોતાની છેલ્લી ફિલ્મ અંગ્રેજી મીડિયમની સ્ક્રીનિંગ વિશે તેમણે ટ્વિટ કર્યુ હતુ. તેમણે પોતાના છેલ્લા ટ્વિટમાં લખ્યુ હતુ, " Inside I'M Very Emotional, Outside I'M very Happy..." અર્થ એ કે હું અંદરથી બહુ ભાવુક છુ અને બહારથી બહુ ખુસ છુ. તમને જણાવી દઈએ કે આ તેમની છેલ્લી ફિલ્મનો બહુ જ લોકપ્રિય ડાયલૉગ હતો, જે તેમણે ટ્વિટર પર શેર કર્યો હતો. આ પહેલા તેમણે અંગ્રેજી મીડિયમ ફિલ્મના કલાકારો સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાત પણ કરી હતી.

મારી અંદર અમુક અનવૉન્ટેડ મહેમાન બેઠેલા છે

મારી અંદર અમુક અનવૉન્ટેડ મહેમાન બેઠેલા છે

ઈરફાન ખાન ઈન્સટાગ્રામ પર બહુ વધુ પોસ્ટ નહોતા નાખતા. ઈન્સ્ટાગ્રામ પર તેમના 2 લાખ 93 હજારથી વધુ ફૉલોઅર્સ છે. તેમણે અહીં પોતાના છેલ્લા સંદેશમાં 25 જુલાઈ 2018માં લખ્યુ હતુ. જેમાં તેમણે ફિલ્મ પઝલ વિશ્ લખ્યુ છે. ઈરફાન ખાને યુટ્યુબ પર પોતાના છેલ્લા મેસેજમાં પોતાના ફેન્સને અંગ્રેજી મીડિયમ ફિલ્મ વિેશે વાત કરી અને ફિલ્મ પોતાના દિલની ખૂબ જ નજીક ગણાવી. આ ફિલ્મના ટ્રેલર રિલીઝ પહેલા ઈરફાનને ફેન્સ માટે યુટ્યુબ પર પોતાનો ઈમોશનલ મેસેજ લખ્યો હતો. તેમણે પોતાના ભાવુક સંદેશમાં કહ્યુ કે ભાઈઓ અને બહેનોમાં ઈરફાન. હું આજે તમારી સાથે છુ અને નથી પણ. આ ફિલ્મ અંગ્રેજી મીડિયમ મારા માટે બહુ ખાસ છે. ખરેખર, વિશ્વાસ રાખે, મારી દિલની ઈચ્છા હતી કે આ ફિલ્મને એટલા જ પ્રેમથી પ્રમોટ કરુ, જેટલા પ્રેમથી અમે લોકોએ તેને બનાવી છે. મારી અંદર અમુક અનવૉન્ટેડ મહેમાન બેઠેલા છે. તેમની સાથે વાર્તાલાપ ચાલી રહ્યો છે. જે કંઈ હશે તે તમને જણાવી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ ઈરફાન ખાનના નિધન પર અમિતાભઃ સૌથી વધુ હેરાન કરનાર અને દુઃખદ સમાચારઆ પણ વાંચોઃ ઈરફાન ખાનના નિધન પર અમિતાભઃ સૌથી વધુ હેરાન કરનાર અને દુઃખદ સમાચાર

English summary
Bollywood actor Irrfan Khan's Heartwarming and emotional Message Before he died
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X