બૉલીવુડના અભિનેતા સદાશિવ અમરાપુરકરનું નિધન

મુંબઇ, 3 નવેમ્બર: એક દુખદ સમાચાર ફિલ્મમાંથી છે, જાણીતા અભિનેતા અને ખલનાયક સદાશિવ અમરાપુરકરનું નિધન થઇ ગયું છે. તે 64 વર્ષના હતા અને ગત કેટલાક સમયથી તેમને ફેફસાંના ઇંફેક્શનથી પરેશાન હતા.

જેના લીધે ગત ઘણા દિવસોમાં મુંબઇના કોકિલાબેન હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર સદાશિવ અમરાપુરકરે રાત્રે 2.45 વાગે અંતિમ શ્વાસ લીધો હતો. બૉલીવુડ અને મરાઠી સિનેમાના મહાન કલાકારોમાંથી એક સદાશિવે ઘણી ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો છે.

સદાશિવ અમરાપુરકરે લગભગ 250 ફિલ્મો કરી છે જેમાં અર્ધ સત્ય, સડક, હુકુમત, કુલી નંબર વન, આંખો અને ઇશ્ક ખૂબ સફળ રહી છે. 1984માં આવેલી 'અર્ધ સત્ય' માટે તો તેમને સપોર્ટિંગ એક્ટરની કેટેગરીમાં અને 1991માં આવેલી 'સડક' માટે તેમને સર્વશ્રેષ્ઠ ખલનાયક ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તે ખલનાયકની સાથે જ કોમેડિયનની ભૂમિકાઓ માટે જાણીતા હતા.

sadashiv-amrapurkar

તેમના પરિવાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આજે તેમનો પાર્થવ શરીર લોકોના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને આવતીકાલે અહમદનગરમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

થોડા દિવસો પહેલાં સમાચાર આવ્યા હતા કે બૉલીવુડમાં કામ ન મળવું સદાશિવની બિમારીનું કારણ છે જેના પર તેમની બેટી રીમાએ કહ્યું હતું કે તેમના પિતા ખરાબ તબિયતના લીધે નહી, પરંતુ એક જ પ્રકારની ભૂમિકાઓના પ્રસ્તાવ મળવાથી બૉલીવુડથી દૂર છે. અને તે પોતાના સ્વાસ્થ્યને લીધે પરેશાન છે ના કે કામના લીધે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X