70ના દાયકાના બોલિવૂડ સ્ટાર શશિ કપૂરનું 79 વયે નિધન

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડના જાણીતા એક્ટર શશિ કપૂરનું 4 ડિસેમ્બરના રોજ 79 વર્ષની ઉમરે મૃત્યુ પામ્યા છે. તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતા. મુંબઇના કોકિલાબેન હોસ્પિટલમાં તેમનું મોત થયુ છે. શશિ કપૂરના નિધનથી સમગ્ર બોલિવૂડ અને કપૂર પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયુ છે. શશિ કપૂર રાજ કપૂર અને શમ્મી કપૂરના નાના ભાઈ હતા. શશિ કપૂરનું સાચૂ નામ બલબીર રાદ કપૂર હતું. તેમણે નાનાપણ થી જ અભિનય કરવાનું શરૂ કરી નાખ્યુ હતું. તેઓ સૌ પ્રથમ રાજ કપૂરની ફિલ્મ આવારામાં નાના બાળકના રોલમાં આવ્યા હતા.

Shashi Kapoor

વર્ષ 2011માં તેમને ભારત સરકાર તરફથી પદ્મભૂષણ પુરસ્કારથી સનમાનિત કરવામાં આવ્યા હતા. એ બાદ વર્ષ 2015માં તેમને 2014ના દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને ત્રણ વખત નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યા છે. તેમની ફિલ્મોની વાત કરવામાં આવે તો જબ જબ ફુલ ખીલે, કન્યાદાન, શર્મીલી, આ ગલે લગ જા, રોટી, કપડા ઔર મકાન, ચોર મચાયે શોર, દિવાર જેવી યાદગાર ફિલ્મ આપી છે. ' મેરા પાસ ગાડી હે. બંગલા હે, પૈસે હે, તુમારે પાસ ક્યા હે? '' '' મેરે પાસ માં હે" શશિ કપૂરનો આ ડાયલોગ્સ લોકો આજે પણ યાદ કરે છે.

English summary
bollywood actor shashi kapoor dies at age 79 years. read more detail here.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.