Pics : બૉલીવુડ સ્ટાર્સ કે જે બની શકે હૉલીવુડ સુપરહીરો
મુંબઈ, 5 જૂન : બૉલીવુડ ફિલ્મોમાં સામાન્ય રીતે નાયક સુપરહીરો તરીકે દેખાતો હોય છે. ઍંગ્રી મૅન અમિતાભ બચ્ચનથી લઈ હી મૅન ધર્મેન્દ્ર અને પછી તો સલમાન ખાનથી માંડી હૃતિક રોશન સુધીના સ્ટાર્સ સ્ક્રીન ઉપર ઢિશુમ ઢિશુમ કરતી વખતે પોતાની જાતને સુપરહીરો જ સમજે છે અને દર્શકો પણ તેમની અંદર ખાસ સુપર પાવર જુએ છે.
જ્યાં સુધી બૉલીવુડ ફિલ્મોમાં સુપરહીરોની વાત છે, તો આવા પાત્રની એન્ટ્રી વાસ્તવિક રીતે હૉલીવુડ ફિલ્મોથી જ થઈ છે. તેમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી કે જ્યારથી ક્રિશ સિરીઝ શરૂ થઈ છે, ત્યારથી હૃતિક રોશન સુપરમૅન તરીકે જાણે સ્થાપિત જ થઈ ગયાં છે. કોઈ મિલ ગયા, ક્રિશ અને પછી ક્રિશ 3 દ્વારા હૃતિકે પોતાની જાતને સુપરમૅન તરીકે જાણે સ્થાપિત જ કરી નાંખી છે. તેવી જ રીતે સલમાન ખાન સહિતના અભિનેતાઓ પણ પોતાની ખાસ કુશળતાઓને પગલે હૉલીવુડના કેટલાક સ્ટાર્સ અને તેમના પાત્રો સાથે ભળતા આવે છે.
ચાલો તસવીરો સાથે જોઇએ બૉલીવુડના સંભવિત સુપરહીરો :

હૃતિક-બૅટમૅન
હૃતિક રોશન બૅટમૅનનું પાત્ર સરળતાથી ભજવી શકે છે, કારણ કે તેમનો ક્રિશ તરીકેનો લુક બૅટમૅન સાથે ઘણો ભળતો આવે છે.

સલમાન-થોર
બિલ્ટ, હૅન્ડસમ તથા સ્ટ્રૉંગ સલમાન ખાન હૉલીવુડ સુપરહીરો થોરના રોલમાં બંધ બેસી શકે છે.

અર્જુન-સુપરમૅન
અર્જુન રામપાલે રા.વન ફિલ્મ દ્વારા સાબિત કરી આપ્યું કે તેઓ સુપરહીરોનું પાત્ર સરળતાથી ભજવી શકે છે. અમારા મુજબ અર્જુન સુપરમૅનનો રોલ કરી શકે છે.

રણબીર-સ્પાઇડરમૅન
રણબીર કપૂર ચૉકલેટી એક્ટર છે કે જેઓ સુપરમૅનના રોલમાં પરફેક્ટ્લી સૂટ થાય છે.

કંગના-કૅટવુમૅન
કંગના રાણાવતની ક્રિશ 3માં એક્ટિંગ આપણને ઇમ્પ્રેસ કરી ગઈ. અમારા મુજબ કંગના કૅટવુમૅનના હૅલ્લે બેરીનો રોલ શ્રેષ્ઠ રીતે પ્લે કરી શકે છે.

આમિર-હલ્ક
ગઝનીમાં જોયા બાદ આપણે ગંભીરતાપૂર્વક કહી શકીએ કે આમિર ખાન હલ્કનો રોલ કરી શકે છે. જ્યારે તેઓ ઍંગ્રી નથી હોતાં, ત્યારે જવા દો, પણ જ્યારે તેઓ ગુસ્સામાં હોય, ત્યારે તેમનો લુક હલ્ક જેવો થઈ શકે છે.

રણવીર-વૉલ્વરીન
રણવીર સિંહનું બૉડી, ફેસિયલ હૅર તથા સેક્સી લાંબા વાળ આપણને જણાવે છે કે તેઓ વૉલ્વરીનનો રોલ કરી શકે છે.

અક્ષય-ફૅંટમ
અક્ષય કુમાર બૉલીવુડમાં કિંગ ઑફ એક્શન છે. તેઓ માર્શલ આર્ટ્સમાં ટ્રેન્ડ છે અને એટલે જ આપણે કહી શકીએ કે અક્ષય હૉલીવુડ સુપર હીરો ફૅંટમનો રોલ સરળતાથી કરી શકે છે.

કૅટરીના-ફોનિક્સ (એક્સ મેન)
જોકે કૅટરીના કૈફની એક્ટિંગના બહુ વખાણ ન કરી શકાય, પરંતુ તેઓ સુંદર અને સેક્સી છે અને એટલે જ તેઓ ફોનિક્સ (એક્સ મેન)ના રોલમાં ફિટ બેસી શકે છે.

પ્રિયંકા-સ્ટૉર્મ
પ્રિયંકા ચોપરા એક એવા વર્સેટાઇલ અભિનેત્રી છે કે જેઓ કોઈ પણ રોલ પરફેક્શન સાથે કરી શકે. તેમના ડસ્કી લુક્સ જોતા આપણે કહી શકીએ કે પ્રિયંકા સ્ટૉર્મનો રોલ માટે પરફેક્ટ ઑપ્શન છે.












Click it and Unblock the Notifications
