For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : ‘પડદા’ના આ હીરો, ભણવામાં રહ્યાં ‘ઝીરો’

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 7 મે : બૉલીવુડ સ્ટાર્સ પ્રત્યે સામાન્ય વ્યક્તિને ખાસ ઘેલછા હોય છે. ગ્લૅમરની દુનિયાના આ બેતાજ બાદશાહોને તેમના ફૅન્સ દેવી-દેવતાઓની જેમ પૂજે છે. ફૅન્સની દીવાનગીની હદ તો ત્યારે થઈ જાય છે કે જ્યારે તેઓ પોતાના ફૅવરિટ સ્ટાર્સ વિશે બધુય જાણવા આતુર હોય છે.

જોકે મોટાભાગના ફૅન્સ પોતાના ફૅવરિટ સ્ટાર્સની માત્ર ઑનસ્ક્રીન લાઇફ વિશે જ જાણતા હોય છે. બહુ-બહુ તો પર્સનલ લાઇફમાં તેમના પત્ની-પ્રેમિકા કે બાળકો અને પરિવાર વિશે જાણતા હોય છે. આજે અમે આપને આપણા બૉલીવુડ સ્ટાર્સની એજ્યુકેશન અંગેની માહિતી આપવા જઈ રહ્યાં છે. જોઇએ તો ખરા કે આપણા હૉટ-ફૅવરિટ બૉલીવુડ સ્ટાર્સ ભણવામાં કેવા છે.

આપના ફૅવરિટ સ્ટાર્સની એજ્યુકેશનની વિગતોમાં આશ્ચર્યકારક બાબત એ છે કે એક વખત બૉલીવુડ ઉપર રાજ કરનાર કરિશ્મા કપૂર માત્ર છઠ્ઠુ ધોરણ ભણેલા છે, તો આપણા મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન તો કૉલેજ જ નથી ગયાં.

પડદાના આ હીરો ભણવામાં ઝીરો રહ્યાં છે. આવો તસવીરો સાથે જાણીએ :

આમિર ખાન

આમિર ખાન

આમિર ખાન માત્ર 12મુ પાસ છે અને સ્કૂલમાં પણ તેમને રમત ગમત અને નાટકોમાં અભ્યાસ કરતા વધુ રસ હતો.

સલમાન ખાન

સલમાન ખાન

તેમણે તેમના ભાઇઓ સાથે ગ્વાલિયરની સિંધિયા સ્કૂલ અને ત્યારબાદ મુંબઈની સેંટ સ્ટાનિસ્લસ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તેમણે કૉલેજ કરી નથી.

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર

તેમણે છઠા ધોરણ પછી અભ્યાસ કર્યો નથી.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય આર્ય વિદ્યામંદિરમાંથી સ્કૂલ પૂર્ણ કર્યા બાદ જયહિન્દ કૉલેજમા એક વર્ષ માટે ગયા હતાં. ત્યાંથી તેમણે કોર્સ બદલી રાહેજા કૉલેજ આર્કિટેક્ટમાં એડમિશન લીધુ, પણ પછી મૉડેલિંગ માટે અભ્યાસ પડતો મુક્યો.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

તેમણે બેંગલોરની સોફિયા હાઈસ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ અને પછી માઉન્ટ કાર્મેલ કૉલેજમાં દાખલ થયા હતા, પણ મૉડેલિંગ માટે તેમણે અભ્યાસ પડતો મુક્યો.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

બૉલીવુડના હૉટેસ્ટ ગર્લ પ્રિયંકા ચોપરા લખનઉની લા માર્ટીનિયર ગર્લ્સ સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ લીધા બાદ અમેરીકા જતાં રહ્યાં. ત્યાં તેમણે ન્યુટનમા ન્યુટન નૉર્થ હાઈસ્કૂલ, માશાચ્યુશેટમા અને ત્યાર બાદ સેડર રૅપિડ, આઈઓવાની જ્હૉન એફ કૅનેડી હાઈ સ્કૂલમાં શિક્ષણ લીધુ હતુ. ત્યારબાદ તેઓ ભારત પરત ફરતા બરેલીની આર્મી પબ્લિક સ્કૂલમાંથી તેમણે શાળાકીય શિક્ષણ પુરૂ કર્યુ હતુ. પ્રિયંકા સૉફ્ટવેર એન્જીનિયર અથવા ક્રિમિનલ સાઈકોલૉજીસ્ટ બનવા માગતા હતાં, પરંતુ મિસ વર્લ્ડ ટાઇટલ જીત્યા બાદ તેઓ બૉલીવુડમા આવી ગયાં.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

પોતાની સ્કૂલ પુરી કરી તેઓ ફિલ્મોમાં આવ્યાં. તેમની ઈચ્છા ડ્રામા વિશે ભણવાની હતી, પણ હજી સુધી તેમણે પોતાની ઈચ્છા હોલ્ડ પર રાખેલ છે.

કરીના કપૂર

કરીના કપૂર

તેમણે મુંબઈની જમનાબાઈ નરશી સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ લીધુ છે. તેમણે બે વર્ષ કૉમર્સનો અને એક વર્ષ લૉનો પણ અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેઓ એક્ટિંગ ક્ષેત્રે આવ્યાં.

English summary
There are some Bollywood actors who are not a graduate. From Deepika Padukone to Aamir Khan, here is a list of celebrities who are not a graduate. Here are informations about our Bollywood Star's education.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X