• search

જુઓ તસવીરો : પત્ની કરતાં યુવાન અભિનેતાઓ!

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  મુંબઈ, 17 જુલાઈ : સામાન્ય સમાજમાં પ્રથા છે કે કોઈ પણ યુવાન પોતાના કરતાં નાની વયની યુવતી સાથે જ લગ્ન કરતાં હોય છે. મોટાભાગે કોઈ પણ માતા-પિતા પોતાના પુત્રનું લગ્ન તેનાથી વયમાં મોટી યુવતી સાથે નથી કરતાં. ભલે પછી યુવતીની ઉંમર એક દિવસ પણ વધુ કેમ ન હોય?

  સગપણની અનેક ચર્ચાઓ સમાજમાં લગ્ન સુધી પહોંચીને પણ આ મુદ્દે આવીને ખોરંભાઈ જાય છે. તો બીજી બાજુ ગ્લૅમર જગતમાં જાણે આ મુદ્દો કોઈ મહત્વ જ નથી ધરાવતો. એટલે જ તો બૉલીવુડના અનેક એવા અભિનેતાઓ છે કે જેમણે પોતાના કરતાં મોટી વયની વ્યક્તિ સાથે લગ્ન કર્યાં. સૈફ અલી ખાન હોય કે પછી અભિષેક બચ્ચન હોય, ફરહાન અખ્તર હોય કે પછી વિવાદોમાં રહેનાર આદિત્ય પંચોલી હોય.

  આવો તસવીરો સાથે જોઇએ અને જાણીએ આવા લગ્નો અંગે :

  અધુના-ફરહાન

  અધુના-ફરહાન

  દિગ્દર્શકમાંથી અભિનેતા બનેલા ફરહાન અખ્તરે પોતાનાથી છ વર્ષ મોટા અધુના ભબાની સાથે લગ્ન કર્યું છે. અધુના ફરહાનને ત્યારે મળ્યા હતાં કે જ્યારે તેઓ દિલ ચાહતા હૈ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી રહ્યા હતાં.

  ઐશ-અભિષેક

  ઐશ-અભિષેક

  બૉલીવુડનું સૌથી લવિંગ કપલ ઐશ-અભિષેક. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની લવ સ્ટોરી પણ જાણીતી છે, પરંતુ ઐશ કરતાં અભિષેક વધુ યુવાન છે, કારણ કે અભિષેક ઐશ કરતાં બે વરસ નાના છે.

  અમૃતા-સૈફ

  અમૃતા-સૈફ

  સૈફ અલી ખાને પ્રથમ લગ્ન અમૃતા સિંહ સાથે કર્યુ હતું. અમૃતા સૈફ કરતાં 12 વરસ મોટા હતાં.

  અર્ચના-પરમીત

  અર્ચના-પરમીત

  પરમીત સેઠી અર્ચના પૂરણ સિંહ કરતાં સાત વરસ વધુ યુવાન છે. તેઓ ચાર વરસ સુધી લિવ ઇન રિલેશનશિપમાં રહ્યાં. પરમીતના વાલીઓ આ લગ્નની વિરુદ્ધ હતાં. આમ છતાં બંનેએ લગ્ન કરી લીધું.

  ફરાહ-શિરીષ

  ફરાહ-શિરીષ

  બૉલીવુડના કોરિયોગ્રાફર ફરાહ ખાનની ઉંમર તેમના પતિ શિરીષ કુંદર કરતાં 8 વરસ મોટી છે. શિરીષ ફરાહ દિગ્દર્શિત મૈં હૂં ના ફિલ્મના એડિટર હતાં. બંને વચ્ચે મૈત્રી થઈ અને પછી લગ્ન થયું.

  મેહર-અર્જુન

  મેહર-અર્જુન

  અર્જુન રામપાલે 1998માં ભૂતપૂર્વ સુપર મૉડેલ મેહર જેસિયા સાથે લગ્ન કર્યાં. મેહર અર્જુન કરતાં બે વરસ મોટાં છે.

  નરગિસ-સુનીલ

  નરગિસ-સુનીલ

  જૂના જમાનાના અભિનેતા સુનીલ દત્તે તે વખતના જાજરમાન અભિનેત્રી નરગિસ સાથે લગ્ન કર્યુ હતું. નરગિસ સુનીલ કરતાં એક વરસ મોટા હતાં. બંને વચ્ચે મધર ઇન્ડિયાના સેટ ઉપર પ્રેમ થયો હતો કે જ્યારે શૂટિંગ દરમિયાન સાચે જ લાગેલી આગમાં ફસાયેલા નરગિસને સુનીલ દત્તે બચાવી લીધા હતાં.

  શિલ્પા-રાજ

  શિલ્પા-રાજ

  શિલ્પા શેટ્ટીએ વ્યવસાયી રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યાં કે જેઓ શિલ્પા કરતાં ત્રણ માસ નાના છે.

  ઝરીના-આદિત્ય

  ઝરીના-આદિત્ય

  તાજેતરમાં જિયા ખાન આત્મહત્યા કેસના કારણે ચર્ચામાં આવેલાં આદિત્ય પંચોલીએ માત્ર 26 વરસની ઉંમરે જ ઝરીના વહાબ સાથે લગ્ન કરી લીધુ હતું. ઝરીનાની ઉંમર આદિત્ય કરતાં 6 વરસ વધુ છે.

  English summary
  It's no longer big news when barely-out-of-their-teenage-years celebrities decide to tie the knot. If you thought Hollywood was the only place to see these spirited moves towards matrimony, think again. Bollywood has it's fair share of stories too.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more