For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અક્કી જ નહીં, આ હીરો પણ છે માર્શલ આર્ટના ખેલાડી!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 27 જૂન : બૉલીવુડમાં ખેલાડી તરીકે કોણ ઓળખાય છે? આ પ્રશ્નનો જવાબ કોઈ નાનુ બાળક પણ આપી શકે. હા જી, બરાબર સમજ્યાં આપ. અક્ષય કુમાર જ ને... બીજુ કોણ હોય. અક્ષય કુમારની ખિલાડી શીર્ષક ધરાવતી મોટાભાગની ફિલ્મો હિટ રહી અને તેઓ બૉલીવુડના ખેલાડી તરીકે સ્થાપિત થઈ ગયાં.

જોકે આજે અમે વાત કરી રહ્યાં છે બૉલીવુડના એવા ખેલાડીઓની કે જેઓ માર્શલ આર્ટમાં માહેર છે. સ્વાભાવિક છે કે આવા ખેલાડીઓમાં અક્ષય કુમારનું નામ તો હોય જ, પરંતુ અક્ષય ઉપરાંત પણ અનેક એવા સ્ટાર્સ છે કે જેઓ માર્શલ આર્ટ જાણે છે. અક્ષય કુમારે તો અનેક ફિલ્મોમાં પોતાની આ કળાનો ઉપયોગ પણ કર્યો છે, તો અન્ય અભિનેતાઓ જેમ કે અમિતાભ બચ્ચનથી લઈ ગોવિંદા અને જ્હૉન અબ્રાહમથી લઈ ટાઇગર શ્રૉફ અને વિદ્યુત જામવાલ સુધીના અભિનેતાઓએ પણ ફિલ્મી પડદે પોતાની આ કળા જરૂર પડ્યે રજૂ કરી છે.

ચાલો તસવીરો સાથે જોઇએ બૉલીવુડના માર્શલ આર્ટમાં માહેર સ્ટાર્સ :

અક્ષય કુમાર

અક્ષય કુમાર

માર્શલ આર્ટની બાબતમાં અક્ષય કુમારને પરિચયની જરૂર નથી. તેઓ બૉલીવુડ જ નહીં, આખા દેશમાં આ માટે જાણીતા છે. તેઓ માર્શલ આર્ટના દીવાના છે.

ટાઇગર શ્રૉફ

ટાઇગર શ્રૉફ

ટાઇગર શ્રૉફ પણ માર્શલ આર્ટમાં ટ્રેન્ડ છે અને તેમણે પોતાની પ્રથમ ફિલ્મ હીરોપંતીમાં તેનું પ્રદર્શન પણ કર્યું છે.

જ્હૉન અબ્રાહમ

જ્હૉન અબ્રાહમ

જ્હૉન અબ્રાહમે માર્શલ આર્ટના બે ફૉર્મની ટ્રેનિંગ લીધી છે. તેમણે રેસ 2 માટે Vietnamese martial artsની ટ્રેનિંગ લીધી હતી, તો તેઓ જાપાનીઝ માર્શલ આર્ટમાં પણ નિપુણ છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પોતાની પ્રથમ ટીવી સીરિયલ યુદ્ધ માટે કેટલાક એક્શન દૃશ્યો કર્યાં છે અને તેમણે એક્શનની કોરિયોગ્રાફ્ડ ડાન્સ સાથે સરખામણી કરી છે. ખેર, અમિતાભ બચ્ચને પણ બૉલીવુડના જાણીતા માર્શલ આર્ટ એક્સપર્ટ યજનેસ શેટ્ટી પાસેથી તાલીમ લીધી છે.

હૃતિક રોશન

હૃતિક રોશન

હૃતિક રોશન કરાટેમાં તાલીમબદ્ધ છે. તેથી જ તેઓ પોતાની ફિલ્મોમાં સ્ટંટ્સ પોતે જ કરી શકે છે.

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાને પોતાની આગામી ફિલ્મ કિક માટે પ્રસિદ્ધ સ્ટંટ ડાયરેક્ટર ફિલિપ ગિગાન પાસેથી માર્શલ આર્ટની ટ્રેનિંગ લીધી છે.

અજય દેવગણ

અજય દેવગણ

અજય દેવગણે પણ યજનેસ શેટ્ટી પાસેથી જ માર્શલ આર્ટની તાલીમ લીધી છે. તેઓ કરાટે પણ જાણે છે.

ફરહાન અખ્તર

ફરહાન અખ્તર

અમિતાભ ઉપરાંત ફરહાન અખ્તરે પણ યજનેસ શેટ્ટી પાસેથી માર્શલ આર્ટની ટ્રેનિંગ લીધી છે.

વિદ્યુત જામવાલ

વિદ્યુત જામવાલ

વિદ્યુત જામવાલ પણ માર્શલ આર્ટમાં નિપુણ છે. તેમણે પોતાની ફિલ્મ કમાંડોમાં તમામ સ્ટંટ્સ પોતે જ કર્યા હતાં.

નિકિતિન ધીર

નિકિતિન ધીર

નિકિતિન ધીર મિક્સ્ડ માર્શલ આર્ટની ડિગ્રી ધરાવે છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રાએ એક વિલનમાં કેટલાંક સ્ટંટ્સ કર્યાં છે.

ગોવિંદા

ગોવિંદા

ગોવિંદાએ પોતાની કાયાને યોગ્ય આકારમાં લાવવા માટે તાજેતરમાં જ યજનેસ શેટ્ટી પાસેથી માર્શળ આર્ટની ટ્રેનિંગ શરૂ કરી છે.

English summary
Bollywood actors who know martial arts are many, with Akshay Kumar being the expert. Check out the actors who know martial arts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X