Pics : સ્ટાર્સની હૅરસ્ટાઇલ કે જે બની ગઈ લોકોની લાઇફસ્ટાઇલ
અમદાવાદ, 20 જુલાઈ : બૉલીવુડમાં નિર્માતા-દિગ્દર્શકો પોતાની ફિલ્મોને કૅશ કરવા માટે તરેહ-તરેહની યુક્તિઓ અજમાવતા હોય છે. તેમાંની જ એક યુક્તિ છે કેશ સજ્જા.
બૉલીવુડની ફિલ્મોમાં અનેક વખત કેશ સજ્જા એટલે કે હૅરસ્ટાઇલ જ ફિલ્મની સફળતાના પાયામાં રહેલી છે. અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારથી લઈ તમામ કલાકારો ફિલ્મોની માંગ પ્રમાણે પોતાની ડિફરંટ હૅરસ્ટાઇલ સાથે દર્શકો સામે આવતા રહ્યાં છે. સૈફ અલી ખાન અને સલમાન ખાન તેમજ આમિર ખાન જેવા કલાકારોએ કેશ દ્વારા અવનવા વેશ ધર્યાં છે અને ફિલ્મો સફળ બનાવી છે, તો બીજી બાજું એક જમાનામાં સંજય દત્ત પોતાની હૅરસ્ટાઇલના કારણે જાણીતા થયા હતાં. શાહરુખ ખાન જેવા કલાકારોએ પણ પોતાની હૅરસ્ટઇલ વડે દર્શકોને આકર્ષિત કર્યાં છે. તેમાં પણ અનેક ફિલ્મોમાં તો અભિનેતાની હૅરસ્ટાઇલની સામાન્ય જનમાનસને પણ અસર કરે છે અને લોકો તેવી હૅરસ્ટાઇલ ધરાવતાં થઈ જાય છે.
આવો આપણે તસવીરો વડે જાણીએ બૉલીવુડ અભિનેતાઓની કેશ કથા.

આમિર ખાન
મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિરનું તો શું કહેવું. આમિરે દિલ ચાહતા હૈ, ગઝની અને મંગળ પાન્ડે ફિલ્મોમાં જુદા-જુદા પ્રકારની હૅરસ્ટાઇલ અપનાવી હતી.

અક્ષય કુમાર
અક્ષય કુમાર પણ હૅરસ્ટાઇલનું મહત્વ સમજે છે. ટશન માટે અક્ષયે પોતાના વાળ બ્લીંચ્ડ કરાવ્યા હતાં, તો ખતરોં કે ખિલાડીમાં અક્ષય એકદમ નાના વાળ સાથે રજુ થયા હતાં.

અમિતાભ બચ્ચન
મૅન ઑફ મિલેનિયમ અમિતાભ બચ્ચનની હૅરસ્ટાઇલ 80ના દાયકામાં સૌથી વધુ લોકપ્રિય હતી. અમિતાભે પછીની અનેક ફિલ્મોમાં એવી-એવી હૅરસ્ટાઇલ અજમાવી કે જે તેમની ફિલ્મો માટે સફળતાનો પાયો સાબિત થઈ. અલાદીન, ઝૂમ બરાબર ઝૂમ તથા બ્લૅક અને પા જેવી ફિલ્મોમાં બિગ બીની ડિફરંટ હૅરસ્ટાઇલ ફિલ્મ માટે આકર્ષણનો કેન્દ્ર બની હતી.

સૈફ અલી ખાન
ઓમકારામાં લંગડાના રોલ કરનાર સૈફ અલી ખાનની હૅરસ્ટાઇલ સમાચાર બની હતી. હવે સૈફને સ્પોર્ટ તથા વેલ-ગેલ્ડ હૅર ગમે છે.

સલમાન ખાન
સલમાન ખાન ક્યારેક વાળ સાથે, તો ક્યારેક વાળ વગર પણ ફિલ્મો હિટ કરાવે છે. તેરે નામ ફિલ્મમાં તેમની હૅરસ્ટાઇલ પણ સંજય દત્તની હૅરસ્ટાઇલની જેમ યુવાનોમાં પ્રસિદ્ધ થઈ હતી.

સંજય દત્ત
90ના દશકામાં સંજય દત્તના લાંબા વાળ યુવાનોમાં ફૅશન બની ગઈ હતી. હવે સંજય દત્ત જુદી-જુદી ફિલ્મોમાં જુદી-જુદી હૅરસ્ટાઇલ સાથે જોવા મળે છે. અગ્નિપથમાં તો તેઓ ટકલા હતાં.

શાહરુખ ખાન
કોયલામાં મોટા-લાંબા, તો રબ ને બના દી જોડીમાં નાના વાળ દ્વારા શાહરુખે પણ અલગ-અલગ ફિલ્મોમાં જુદી-જુદી હૅરસ્ટાઇલ અપનાવી હતી.












Click it and Unblock the Notifications
