મેડમ તુષાદમાં પહેલી ભારતીય અનુષ્કાનું લાગશે બોલતુ સ્ટેચ્યુ
અભિનેત્રી અનુષ્કા શર્મા બોલિવુડની ટોપ એક્ટ્રેસમાંની એક છે. સિંગાપોરના મેડમ તુષાદ મ્યુઝિયમમાં અનુષ્કાનું વેક્સ સ્ટેચ્યુ લાગવાનું છે.
અભિનેત્રી અનુષ્કા શર્મા બોલિવુડની ટોપ એક્ટ્રેસમાંની એક છે. ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજસ પાથરી ચૂકેલ અનુષ્કાનું નામ હવે વધુ એક સમ્માન સાથે જોડાવા જઈ રહ્યુ છે. સિંગાપોરના મેડમ તુષાદ મ્યુઝિયમમાં અનુષ્કાનું વેક્સ સ્ટેચ્યુ લાગવાનું છે અને સૌથી ખાસ વાત એ છે કે આ સ્ટેચ્યુ લોકો સાથે વાતો પણ કરશે. એવુ પહેલી વાર થશે જ્યારે સિંગાપોરના મેડમ તુષાદમાં બોલતુ વેક્સ સ્ટેચ્યુ લગાવવામાં આવશે. મેડમ તુષાદ મ્યુઝિયમમાં દુનિયાની ઘણી મોટી હસ્તીઓના વેક્સ સ્ટેચ્યુ છે અને હવે અનુષ્કા પણ આ યાદીમાં શામેલ થઈ ગઈ છે.

મેડમ તુષાદ, સિંગાપોરમાં લાગશે સ્ટેચ્યુ
અનુષ્કા શર્મા દુનિયાના એ દિગ્ગજ સેલિબ્રિટીઝની લિસ્ટમાં શામેલ થવા જઈ રહી છે જેનુ સ્ટેચ્યુ સિંગાપોરના મેડમ તુષાદ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યુ છે. આ મ્યુઝિયમમાં મીડિયા પર્સનાલિટી ઓપ્રા વિન્ફ્રે, ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને રેસિંગ ડ્રાઈવર લુઈસ હેમિલ્ટન જેવા સ્ટાર્સના સ્ટેચ્યુ છે. સમાચારો અનુસાર અનુષ્કાના વેક્સ સ્ટેચ્યુના સમાચાર એકદમ પાક્કા છે અને આની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. અનુષ્કાના સ્ટેચ્યુની સૌથી ખાસ વાત એ હશે કે તે બાકીના સ્ટેચ્યુથી અલગ લોકો સાથે વાત પણ કરશે. સમાચારો અનુસાર, "અનુષ્કાના સ્ટેચ્યુમાં એવુ ફિચર હશે જેમાં તે વાત કરી શકશે."

પહેલુ બોલતુ સ્ટેચ્યુ
સિંગાપોર મ્યુઝિયમમાં આ ફિચર સાથે આ પહેલુ સ્ટેચ્યુ હશે. અનુષ્કાના સ્ટેચ્યુ સાથે મેડમ તુષાદ આ નવુ વાત કરનારુ ફિચર લોન્ચ કરવા જઈ રહ્યુ છે. આનાથી અનુષ્કાને લોકપ્રિયતા મળશે કારણકે અમુક જ સેલિબ્રિટીઝના સ્ટેચ્યુ આ ફિચર સાથે છે. અનુષ્કાનું સ્ટેચ્યુ એક ફોન પકડેલુ હશે. મેડમ તુષાદ સિંગાપોરના જનરલ મેનેજર એલેક્સ વોર્ડે કહ્યુ કે અનુષ્કાના સ્ટેચ્યુ માટે ઘણા દર્શકોએ અનુરોધ કર્યો હતો.

આ વર્ષે રિલીઝ થશે અનુષ્કાની ઘણી ફિલ્મો
અનુષ્કા શર્માએ હજુ સુધી પોતાના વેક્સ સ્ટેચ્યુ અંગે કોઈ નિવેદન આપ્યુ નથી પરંતુ સમાચાર કન્ફર્મ છે. ફિલ્મોની વાત કરીએ તો હાલમાં જ તેની ફિલ્મ સંજૂ રિલીઝ થઈ છે જેમાં તેણે એક જર્નાલિસ્ટની ભૂમિકા નિભાવી છે. ત્યારબાદ અનુષ્કાની ‘સૂઈ-ધાગા' અને ‘ઝીરો' રિલીઝ થશે. ‘સૂઈ-ધાગા' માં અનુષ્કા સાથે વરુણ ધવન મુખ્ય ભૂમિકામાં છે. ત્યારબાદ ડિસેમ્બરમાં શાહરુખ ખાન અને કેટરીના કૈફ સાથે અનુષ્કાની ફિલ્મ ‘ઝીરો' રિલીઝ થશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
