ટેન્શન થયું 'હાઉસફૂલ', 'નિ:શબ્દ' ગર્લ જિયા ખાને કરી આત્મહત્યા
મુંબઇ. 4 જૂન: અભિનેત્રી જિયા ખાને આત્મહત્યા કરી લીધી છે. જિયા ખાને સોમવારે મોડી રાત્રે મુંબઇના જૂહૂ સ્થિત પોતાના ગળે ફાંસો ખાધો હતો. પોલીસ આત્મહત્યા અંગેના કારણો શોધી રહી છે. મુંબઇ પોલીસના ડીસીપી સી દોર્જેએ જણાવ્યું હતું કે જૂહૂના સાગત સંગીત બિલ્ડિંગના 102 મકાન નંબરમાં રહેનારી જિયા ખાને તે સમયે ગળે ફાંસો ખાધો હતો જ્યારે તેની મા અને બહેન બહાર ગયા હતા. રાત્રે પોણા અગિયાર વાગે પરત ફરતાં પરિવારજનોને જિયા ખાનને તેના દુપટ્ટેથી પંખા પર લટકેલી જોઇ હતી.
પોલીસને કોઇપણ સૂસાઇડ નોટ મળવા અંગે મનાઇ કરી દિધી છે. કહેવામાં આવે છે કે આ એપાર્ટમેન્ટમાં જિયા ખાન પોતાની માતા અને બહેન સાથે રહેતી હતી. જિયા ખાનની લાશનું પોસ્ટમોર્ટમ મંગળવારે કરવામાં આવશે. પોલીસે ચોકીદાર અને પડોશીઓને જિયા ખાન અંગે પૂછપરછ કરવામાં આવી છે. ઓરિજનલી જિયાનું નામ નફીસા ખાન હતું. અમેરિકામાં જન્મેલી અને લંડનમાં ભણીગણીને મોટી થયેલી 25 વર્ષીય જિયા ખાન તેની માતા રાબિયા સાથે તે મુંબઇ શિફ્ટ થઇ હતી.

અભિનેત્રી જિયા ખાનના અંગત વ્યક્તિઓએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી પર્સનલ કારણોથી તે તણાવમાં હતી પરંતુ એક્ટિંગમાં પરત ફરતાં તેજીથી કામ કરી રહી હતી. એમપણ કહેવામાં આવે છે તે ફિલ્મો ન મળવાના કારણે ડિપ્રેશનમાં હતી. આ મુદ્દે કેટલાક પ્રોજેક્ટને લઇને ફિલ્મમેકર્સ સાથે પણ મુલાકાત કરી રહી હતી. સોશિયલ સાઇટ ટ્વિટરને જિયા ખાને ગત 24 મેના રોજ અલવિદા કહ્યું હતું. જિયા ખાને ટ્વિટમાં આવું કરવા પાછળનું કારણ થોટ્સના રિકલેક્ટ કરવાનું કારણ બતાવ્યું હતું.
જિયા ખાને બૉલીવુડમાં 2007માં રામગોપાલ વર્માની ફિલ્મ 'નિ:શ્બદ'થી એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં મહાનાયક અભિતાભ બચ્ચન સાથે કામ કર્યું હતું. ત્યારબાદ 'ગજની'માં તેને આમીર ખાન અને વર્ષ 2010માં સાજિદ ખાનની કોમેડી ફિલ્મ 'હાઉસફૂલ'માં અક્ષય કુમાર સાથે કામ કર્યું હતું. હાઉસફૂલ જિયાની છેલ્લી ફિલ્મ હતી.
જિયા ખાન મોતથી અમિતાભ બચ્ચન પણ હેરાન છે. બિગ બી એ ટ્વિટર પર લખ્યું છે.... વૉટ....!!! જિયા ખાન??? શું થયું હતું? શું આ સાચી વાત છે? વિશ્વાસ થયો નથી!!!












Click it and Unblock the Notifications
