બોલિવૂડ અભિનેત્રી તનિષા મુખર્જી કોરોના પોઝિટીવ, હોમ ક્વોરેન્ટાઇન
બોલીવૂડ એક્ટ્રેસ અને કાજોલની બહેન તનિષા મુખરજી કોરોના વાયરસથી સંક્રમિત થઈ છે. સંખ્યાબંધ ફિલ્મોમાં અભિનય કરી ચુકેલી તનિષાએ સોશિયલ મીડિયા પર પોતાના કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપતા કહ્યુ હતુ કે, હું કોવિડ પોઝિટિવ છું અને
બોલીવૂડ એક્ટ્રેસ અને કાજોલની બહેન તનિષા મુખરજી કોરોના વાયરસથી સંક્રમિત થઈ છે. સંખ્યાબંધ ફિલ્મોમાં અભિનય કરી ચુકેલી તનિષાએ સોશિયલ મીડિયા પર પોતાના કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપતા કહ્યુ હતુ કે, હું કોવિડ પોઝિટિવ છું અને હાલમાં આઈસોલેશનમાં છું.

છેલ્લા કેટલાક સમયથી બોલીવૂડથી દુર તનિષાએ 2003માં બોલીવૂડમાં ડેબ્યુ કર્યુ હતુ.એ પછી તે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની હિટ ફિલ્મ સરકારમાં પણ નજરે પડી હતી.એ બાદ નિલ એન્ડ નિક્કી, ટેંગો ચાલ્રી જેવી ફિલ્મોમાં દેખાઈ હતી.
નાના પરદા પર તે રિયાલીટી શો બિગ બોસની સાતમી સિઝનમાં નજરે પડી હતી અને ફર્સ્ટ રનર અપ ણ બની હતી.તે અન્ય એક રિલાયલિટી શો ખતરો કે ખિલાડીની ફાઈનલમાં પણ પહોંચી હતી.












Click it and Unblock the Notifications
