Hotty@40 : વધતી વયે વધુ હસીન થતી હસીનાઓ!

મુંબઈ, 12 જુલાઈ : ઉંમરના ચાલીસમા તબક્કે પહોંચવું એક સીમાચિહ્ન જેવું હોય છે. ખાસકરીને ભારતમાં અને તે પણ સેલિબ્રિટીઓ માટે, કારણ કે અન્ય ક્ષેત્રોની જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેવા ક્ષેત્રમાં ચાલીસ પછી પોતાનું સ્થાન, પોતાનો મોભો અને પોતાની ચમક જાળવી રાખવી ખૂબ મુશ્કેલ હોય છે.

ગ્લૅમરસ જગત એવું છે કે જ્યાં માત્ર ચમક, સૌંદર્ય, પ્રતિભા અને આભા જેવી બાબતો જ કામે લાગે છે અને ઢળતી વયે આ તમામ ખાસિયતો ધીરે-ધીરે વિદાય લેવા માંગે છે, પરંતુ બૉલીવુડમાં હાલમાં પણ એવી ડઝનબંધ સેલિબ્રિટીઓ છે કે જેઓ આ વર્ષે 40ની ઉંમરે પહોંચવાનાં છે, પરંતુ ચાલીસીએ પણ તેમની ચમક જળવાઈ રહી છે. જોકે ચાલીસ પાર કરી ચુકેલ શાહરુખ ખાન, આમિર ખાન અને સૈફ અલી ખાન, શ્રીદેવી, જુહી ચાવલા અને માધુરી દીક્ષિત જેવા કલાકારોએ એ વાત સાબિત કરી આપી છે. તેમાં પણ અભિનેત્રીઓની બાબતમાં ઘણી બધી એવી અભિનેત્રીઓ છે કે જેમનો ચાર્મ ચાલીસીએ પણ ઓછો થયો નથી.

આવો આપણે જોઇએ Hotty@40 હસીનાઓ :

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય આજે પણ સતત એક દાયકાથી કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના જલવા પાથરી રહ્યાં છે. ખેર, આપના મનમાં શંકા હોય, તો જણાવી દઇએ કે તેઓ ગત વર્ષે 40 વર્ષના થઈ ચુક્યાં છે.

મલાઇકા અરોરા ખાન

મલાઇકા અરોરા ખાન

મલાઇકા અરોરા ખાન પણ ગત વર્ષે ચાલીસી વટાવી ચુક્યાં છે, પરંતુ આજે પણ તેઓ હૉટ અભિનેત્રી છે.

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર સ્ટાઇલિશ સિંગલ મૉમ છે અને આજે પણ બૉલીવુડમાં સક્રિય છે.

ઉર્મિલા માતોંડકર

ઉર્મિલા માતોંડકર

ઉર્મિલા માતોંડકર પણ માદક બૉલીવુડ અભિનેત્રી છે કે જેઓનું ચાલીસમુ ચાલી રહ્યું છે.

તબ્બુ

તબ્બુ

તબ્બુ જોકે 40ને આંબ્યા નથી, પરંતુ હજીય તેઓ સિંગલ છે.

જુહી ચાવલા

જુહી ચાવલા

જુહી ચાવલા પણ ચાલીસીમાં છે અને આજે પણ જાણે વધતી વયને માત આપી રહ્યાં છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

યમ્મી-મમ્મી ઑફ બૉલીવુડ શિલ્પા શેટ્ટી આવતા વર્ષે 40 ક્લબમાં જોડાઈ જશે.

રવીના ટંડન

રવીના ટંડન

અક્ષય કુમારના એક્સ ગર્લફ્રેન્ડ રવીના ટંડન પણ 26મી ઑક્ટોબ, 2014ના રોજ 40 વર્ષના થઈ જશે.

સુષ્મિતા સેન

સુષ્મિતા સેન

ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન 40 ક્લબની ખૂબ નજીક છે. તેઓ 38 વર્ષના થઈ ચુક્યાં છે અને નથી લાગતું કે તેમના ચાર્મમાં બે વર્ષમાં કોઈ ઝાઝો ફેર પડશે.

સોનાલી બેન્દ્રે

સોનાલી બેન્દ્રે

જાજરમાન અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ લગ્ન બાદ એક્ટિંગ ઓછી કરી નાંખી છે, પરંતુ તેમનું સૌંદર્ય જળવાયેલુ છે. તેઓ 1 જાન્યુઆરી, 2015ના રોજ 40 વર્ષના થશે.

શ્રીદેવી

શ્રીદેવી

હવા હવાઈ ગર્લ શ્રીદેવીને કઈ રીતે ભુલી શકાય કે જેઓ 50 વર્ષના છે, પરંતુ આજે પણ લીડ હીરોઇન તરીકેના રોલ મેળવી શકે છે.

રેખા

રેખા

રેખા પણ 59 વર્ષના થઈ ગયા હોવા છતાં પોતાની ચમક જાળવી રાખવામાં સફળ રહ્યાં છે.

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત પણ 40 પાર છે અને આજે પણ એકલા હાથે ફિલ્મો કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X