ફિલ્મો માટે Weightyમાંથી Hotty બની આ અભિનેત્રીઓ...

મુંબઈ, 24 જૂન : બૉલીવુડમાં વજનનું બહુ વજન છે. અભિનેતાઓ માટે વજન વધવુ મહત્વનું હોય છે, તો અભિનેત્રીઓનું વજન વધતા જ તેઓ મુશ્કેલીમાં મૂકાવા લાગે છે. જોકે અભિનેતાઓ માટે પણ બેડોળ વજન વધારો મુશ્કેલી ઊભી કરી નાંખે છે કે જેમાં ગોવિંદા જેવાનો સમાવેશ કરી શકાય, તો બીજી બાજુ અભિનેત્રીઓ માટે વજન વધારો એટલે કૅરિયર ઉપર ખતરો ગણી શકાય.

એટલે જ તો મોટાભાગની અભિનેત્રીઓ પોતાનું વજન જાળવી રાખવા માટે સતત ડાયેટિંગ, જિમ અને વિવિધ યુક્તિઓ અજમાવતી રહે છે. તેમાં પણ જો ફિલ્મના પાત્રની માંગ હોય, તો અભિનેત્રીઓ માટે જેવી છે, તેના કરતા વધુ હૉટ દેખાવાની ફરજ પડે છે અને એટલે જ નાજુક-નમણી હોવા છતાં વધુ વજન ઉતારવું પડે છે. જોકે અમુક કિસ્સામાં અભિનેત્રીઓ વજન વધારતી પણ જાણવા મળી છે, જેમ કે ધ ડર્ટી પિક્ચર માટે વિદ્યા બાલને પોતાનુ વજન વધાર્યુ હતું. તે જ વિદ્યા બાલન હવે મોહિત સુરીની એક ફિલ્મ માટે વજન ઘટાડવામાં લાગ્યાં છે. કૅટરીના કૈફ હોય કે કરીના કપૂર હોય કે પછી સોનમ કપૂર સહિત બીજી કોઈ પણ અભિનેત્રી, તમામે ફિલ્મના પાત્રની ડિમાંડ સાથે વજન મેંટેન કરવુ જ પડે છે.

ચાલો આજે આપને તસવીરો સાથે બતાવીએ ફિલ્મ માટે વજન ઘટાડનાર અભિનેત્રીઓ :

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂરને 6થી 8 કિલો વજન ઘટાડવાનું કહેવામાં આવ્યું છે. આ ડિમાંડ રાજશ્રી પ્રોડક્શન તરફથી મૂકાઈ છે કે જેની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં સોનમ કપૂર સલમાન ખાન સાથે કામ કરી રહ્યાં છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા ઝોયા અખ્તરની ફિલ્મ દિલ ધડકને દોમાં કામ કરી રહ્યાં છે અને આ ફિલ્મના તેમના પાત્ર માટે તેમને 7 કિલો સુધી વજન ઘટાડવું પડશે અને તે પણ 20 દિવસમાં.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ એમ તો ક્યૂટ છે, પરંતુ આમ છતાં ધૂમ 3 માટે કૅટે મૅક્રોબાયોટિક ડાયેટ અને હાર્ડકોર જિમ ટ્રેનિંગ ફૉલો કરવી પડી હતી.

કરીના કપૂર

કરીના કપૂર

કરીના કપૂરે ટશન ફિલ્મ માટે ઝીરો સાઇઝ હાસલ કરી હતી અને પછી તેમાં બિકિની સીન આપ્યા હતાં.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

વિદ્યા બાલન મોહિત સુરીની આગામી ફિલ્મમાં ફૂલવાળીની ભૂમિકા ભજવવાનાં છે. વિદ્યાએ ફૂલવાળીના પાત્રમાં આવવા માટે વજન ઘટાડવું પડશે.

રાણી મુખર્જી

રાણી મુખર્જી

રાણી મુખર્જીએ મર્દાની ફિલ્મ માટે 12 કિલો વજન ઘટાડ્યું છે. તેઓ ફિલ્મમાં પોલીસ અધિકારીનો રોલ કરી રહ્યાં છે કે જે ચુસ્ત-સ્ફુર્તિ ધરાવતી હોવી જોઇએ.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

ભૂતપૂર્વ બ્યુટી ક્વીન ઐશ્વર્યા રાયે ધૂમ 2માં ફૅબ્યુલસ દેખાવા માટે 10 કિલો વજન ઘટાડ્યુ હતું.

બિપાશા બાસુ

બિપાશા બાસુ

બિપાશા બાસુએ પણ ધૂમ 2માં બિકિની લુક માટે ઘણી મહેનત કરી હતી. આ દૃશ્ય માટે તેમણે એક્સ્ટ્રા ચરબી ઘટાડવી પડી હતી.

એશા દેઓલ

એશા દેઓલ

એશા દેઓલ સુડોળ દેહ ધરાવતા હતાં. આમ છતાં ધૂમ માટે તેમને વજન ઘટાડવા કહેવાયુ હતું. વજન ઘટાડ્યા બાદ જ એશા દેઓલ ધૂમમાં બિકિની દૃશ્યમાં વધુ હૉટ દેખાયા હતાં.

અમીષા પટેલ

અમીષા પટેલ

અમીષા પટેલ પાસે બહુ વધારે ફિલ્મો નથી, પરંતુ જ્યારે તેમને થોડા પ્યાર થોડા મૅજિક ઑફર કરાઈ, ત્યારે તેમણે બિકિની સીન સાથેના ગીત યે ક્રૅઝી લમ્બે... માટે વજન ઘટાડવાનું નક્કી કર્યું. અમીષા ખૂબ જ ફૅબ્યુલસ જણાતા હતાં, પરંતુ દુર્ભાગ્યે તેમનું કૅરિયર ઝડપ ન પકડી શક્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X