• search

શાદી? ઔર ઇસ વક્ત..? લગ્નથી દૂર ભાગતી અભિનેત્રીઓ

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  અમદાવાદ, 20 જૂન : બૉલીવુડમાં તાજેતરમાં જ એક મોસ્ટ અવેટેડ લગ્ન થયાં. અભિનેત્રી રાણી મુખર્જીએ લાંબો ઇંતેજાર કરાવ્યા બાદ અંતે ગત 21મી એપ્રિલે આદિત્ય ચોપરા સાથે લગ્ન કરી લીધાં. જોકે લગ્ન ઇટાલીમાં થયાં, પરંતુ અહીં મહત્વની બાબત એ છે કે રાણી મુખર્જી લગ્નનો ઇંતેજાર કરતાં-કરતાં 36 વર્ષના થઈ ગયા હતાં અને અંતે તેમના લગ્ન થઈ જતાં, ફૅન્સને પણ રાહત થઈ છે.

  એક બાજુ રાણી મુખર્જી પરણી ગયાં, તો બીજી બાજુ રાણીની સ્પર્ધક અભિનેત્રીઓ પ્રીતિ ઝિંટા અને ઉર્મિલા માતોંડકર આજે પણ અપરિણીત છે કે જેમની લગ્નની ઉંમર વીતતી જાય છે. બૉલીવુડમાં અભિનેત્રીઓ માટે લગ્નનો મતલબ કૅરિયરનો અંત ગણાય છે. એટલે જ અનેક અભિનેત્રીઓ રિલેશનશિપમાં રહે છે, પરંતુ લગ્નની ઉતાવળ નથી કરતી. જોકે માધુરી દીક્ષિત અને જુહી ચાવલા જેવી અભિનેત્રીઓ ભાગ્યશાળી ગણાય કે જેમને લગ્ન બાદ પણ રૂપેરી પડદે આવવાની તક મળી.

  બૉલીવુડમાં ફિલ્મી કૅરિયરના અંતની આશંકાના કારણે અભિનેત્રીઓ લગ્ન નથી કરતી. તેઓ ઉંમરનો પણ ખ્યાલ નથી કરતી. રાણી મુખર્જી તો ભલે આદિત્ય સાથેના લગ્નનો ઇંતેજાર કરતા હતાં, પરંતુ એવી અનેક અભિનેત્રીઓ છે કે જેઓએ કૅરિયરના મધ્યાહ્ને લગ્નની આખી વાત કોરાણે મૂકી દીધી છે.

  ચાલો જોઇએ એવી અભિનેત્રીઓ કે જેમના હાલ લગ્ન થવાની લગભગ શક્યતા નથી :

  પ્રિયંકા ચોપરા

  પ્રિયંકા ચોપરા

  બૉલીવુડથી લઈ હૉલીવુડમાં એક દાયકાથી ધમાલ મચાવી રહેલ પ્રિયંકા ચોપરા 31 વર્ષના થઈ ચુક્યાં છે, પરંતુ હજી સુધી કુંવારા છે. તેમનું નામ હરમન બાવેજા અને શાહિદ કપૂર સાથે જોડાઈ ચુક્યું છે.

  કંગના રાણાવત

  કંગના રાણાવત

  કંગના રાણાવત તો લગ્ન સંસ્થામાં જ વિશ્વાસ નથી ધરાવતાં. તાજેતરમાં જ તેમણે કહ્યુ પણ હતું કે તેઓ કદાચ ક્યારેય લગ્ન નહીં કરે.

  બિપાશા બાસુ

  બિપાશા બાસુ

  એક સમયે ડિનો મોરિયા અને જ્હૉન અબ્રાહમ સાથે ડેટિંગ કરનાર બિપાશા બાસુએ તાજેતરમાં હરમન બાવેજા સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો છે. બિપાશાએ પોતાનો 35મો જન્મ દિવસ પણ હરમન સાથે જ ઉજવ્યો હતો, પરંતુ હજી સુધી તેઓ લગ્નના બંધનમાં બંધાયાં નથી.

  નેહા ધુપિયા

  નેહા ધુપિયા

  નેહા ધુપિયા આજે પણ સિંગલ સ્ટેટસ એન્જૉય કરી રહ્યાં છે. 32 વર્ષીય નેહા ધુપિયા સ્ક્વૅશ પ્લેયર રિત્વિક ભટ્ટાચાર્ય સાથે રિલેશનશિપ ધરાવતા હતાં. બંને 2011માં વેનેઝ્યુએલા હંક જેમ્સ સિલ્વેસ્ટર ખાતે સાથે દેખાયા હતાં. નેહાનું નામ ક્રિકેટર યુવરાજ સિંહ સાથે પણ જોડાયુ હતું.

  સુષ્મિતા સેન

  સુષ્મિતા સેન

  સુષ્મિતા સેને લગ્ન નહીં કરી અનેક દીવાનાઓના દિલ તોડી દીધાં છે. તેમણે બે દીકરીઓ દત્તક લીધી છે અને તેમની પ્રાથમિકતાઓમાં લગ્નનો મુદ્દો ક્યાંય પણ નથી.

  તબ્બુ

  તબ્બુ

  અભિનેત્રી તબ્બુ 42 વર્ષના થઈ ગયાં છે, પરંતુ તેમણે અત્યાર સુધી લગ્ન નથી કર્યાં. એક સમયે તેમનું નામ સાઉથના સ્ટાર નાગાર્જુન સાથે જરૂર જોડાયુ હતું.

  પ્રીતિ ઝિંટા

  પ્રીતિ ઝિંટા

  39 વર્ષીય પ્રીતિ ઝિંટા ક્યારેક બૉલીવુડમાં છવાયેલા હતાં અને આજે નૉન-બૉલીવુડ મૅટર્સમાં ચર્ચામાં રહે છે, પરંતુ તેઓ પણ આજ સુધી કુંવારા છે. તેઓનો નેસ વાડિયા સાથે સંબંધ હતો કે જે આજે દુશ્મનીમાં ફેરવાઈ ચુક્યો છે.

  મલ્લિકા શેરાવત

  મલ્લિકા શેરાવત

  બૉલીવુડમાં મલ્લિકા શેરાવતનું નામ ક્યારેય કોઈની સાથે જોડાયુ નથી. જોકે બૉલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા તેઓ પોતાના પતિને છુટાછેડા આપી ચુક્યાં હતાં અને હવે ફરીથી તેમનો લગ્નનો કોઈ ઇરાદો જણાતો નથી.

  ઉર્મિલા માતોંડકર

  ઉર્મિલા માતોંડકર

  રંગીલા ફિલ્મ સાથે બૉલીવુડમાં છવાઈ જનાર ઉર્મિલા માતોંડકર 40 વર્ષના થઈ ગયાં છે, પરંતુ હજી સુધી તેમને કોઈ યોગ્ય જીવનસાથી જડ્યો નથી.

  અમૃતા રાવ

  અમૃતા રાવ

  પ્રેટી એક્ટ્રેસ અમૃતા રાવ 32 વર્ષના છે. 2008માં તેમનું નામ પાકિસ્તાની બૅન્ડ જલના સિંગર ફરહાન સઈદ સાથે જોડાયુ હતું. પછી અમૃતાએ પોતે જાહેર કર્યુ હતું કે તેઓ એક એનઆરઆઈ સર્જન સાથે ડેટિંગ કરી રહ્યાં છે, પરંતુ હાલમાં પણ અમૃતા સિંગલ જ છે.

  સોહા અલી ખાન

  સોહા અલી ખાન

  શર્મિલા ટાગોરના દીકરી, સૈફ અલી ખાનના બહેન અને કરીના કપૂરના નણંદ સોહા અલી ખાન 35 વર્ષના થઈ ચુક્યાં છે. તેઓ કુણાલ ખેમૂ સાથે સંબંધ ધરાવે છે, પણ લગ્નના ક્યાંય વાના દેખાતા નથી.

  રાયમા સેન

  રાયમા સેન

  34 વર્ષીય બંગાળી બ્યૂટી રાયમા સેન એક સમયે ક્રિકેટર યુવરાજ સિંહ સાથે ડેટિંગ કરતા હતાં. તાજેતરમાં જ રાયમાએ અફસોસ વ્યક્ત કર્યો હતો કે તેઓ પોતાના દાદી સુચિત્રા સેનની અંતિમ ઇચ્છા પૂર્ણ ન કરી શક્યાં કે જેઓ તેમને પરિણીત જોવા માંગતા હતાં. રાયમાના સગપણની તસવીર પણ ટ્વિટર પર જારી થઈ હતી, પરંતુ પછીથી તે જોક બતાવાઈ હતી. રાયમા આજેય અપરિણીત છે.

  કૅટરીના કૈફ

  કૅટરીના કૈફ

  બૉલીવુડમાં ધૂમ મચાવનાર બાર્બી ગર્લ કૅટરીના કૈફ એક સમયે સલમાન ખાનના પ્રેમિકા ગણાતા હતાં અને આજે રણબીર કપૂર સાથે તેમનું નામ ચગે છે, પરંતુ 30 વર્ષીય કૅટરીના કૈફ હાલ લગ્ન કરવાના મૂડમાં નથી.

  એકતા કપૂર

  એકતા કપૂર

  બૉલીવુડના જમ્પિંગ જૅક જિતેન્દ્રે તાજેતરમાં જ પોતાના જન્મ દિવસે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેમના દીકરી એકતા કપૂર એકના બે થઈ જાય, પરંતુ 38 વર્ષીય નિર્માતા એકતા કપૂર પાસે કદાચ લગ્ન કરવાનો ટાઇમ જ નથી.

  અમીષા પટેલ

  અમીષા પટેલ

  અમીષા પટેલે જીવનના 37 વર્ષ પૂર્ણ કરી લીધા છે. કહો ના પ્યાર હૈ ફિલ્મ દ્વારા સફળતા મેળવનાર અમીષાનું કૅરિયર હાલ ઉતરાણ પર છે, પરંતુ અમીષાએ હજી સુધી લગ્ન નથી કર્યાં.

  English summary
  Bollywood actresses like Priyanka Chopra and Kangana Ranaut might never marry. Let's check out other Bollywood actresses who are still single.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more