For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મીના ટુ કંગના : હુશ્નની મલિકામાંથી Hot બની વેશ્યાઓ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 28 મે : બૉલીવુડમાં વેશ્યા કે તવાયફ કોઈ નવો વિષય નથી. મીના કુમારીથી લઈ રેખા અને ઐશ્વર્યા રાયથી માંડી કરીના કપૂર જેવી અનેક અભિનેત્રીઓ ફિલ્મોમાં વેશ્યા તરીકે કામ કરી ચુકી છે. કરીનાએ તો છેલ્લે આમિર ખાન અભિનીત ફિલ્મ તલાશમાં વેશ્યાનો રોલ કર્યો હતો, તો ડી ડે ફિલ્મમાં શ્રુતિ હસન પણ એક વેશ્યાના રોલમાં હતાં.

બૉલીવુડ ફિલ્મોમાં વેશ્યા કે તવાયફનો રોલ કરનાર મોટાભાગની અભિનેત્રીઓને વખાણ પણ મળતા આવ્યાં છે. છેલ્લે આવેલી એવી જ એક ફિલ્મ હતી રજ્જો કે જેમાં કંગના રાણાવત કંઇક આવા જ રોલમાં હતાં. જોકે આ ફિલ્મ ફ્લૉપ રહી હતી, પરંતુ ફિલ્મમાં કંગનાના અભિનયના સૌએ વખાણ કર્યા હતાં. મીના કુમારીએ પાકિઝામાં જે રોલ કર્યો, તે આજે પણ યાદગાર છે અને વખણાય છે, તો બીજી બાજુ ઉમરાવ જાન તથા મુકદ્દર કા સિકંદરની રેખાને કોણ ભુલાવી શકે.

વેશ્યા અને તવાયફનો રોલ બૉલીવુડમાં સતત આવતો જ રહ્યો છે, પરંતુ ભારતીય સિનેમામાં પરિવર્તનની જે લહેર ચાલી છે, તેની અસર વેશ્યા કે તવાયફના રોલ ઉપર પણ થઈ છે અને કદાચ એટલે જ ક્યારેક મીના કુમાર અને રેખાથી લઈ માધુરી દીક્ષિત અને ઐશ્વર્યા રાય સુધીની અભિનેત્રીઓ વેશ્યાના રોલમાં હુશ્નની મલિકા જેવી લાગતી હતી, તો આધુનિકતા અને ખુલ્લાપણાના આ દોરમાં કરીના કપૂરથી લઈ શ્રુતિ હસન જેવી અભિનેત્રીઓએ વેશ્યાના રોલમાં માદકતા તથા હૉટનેસ ઉમેરી દીધી.

ચાલો તસવીરોમાં જોઇએ બૉલીવુડની હુશ્નની મલિકામાંથી હૉટ બનેલી વેશ્યાઓની સફર :

મધુબાલા

મધુબાલા

કે. આસિફની મુઘલ-એ-આઝમ ફિલ્મમાં અનારકલીનું પાત્ર ભજવનાર મુધાબાલાએ એક કનીઝનું પાત્ર એવી રીતે ભજવ્યું કે જે ભારતીય સિનેમામાં સીમાચિહ્ન રૂપ બની ગયું.

મીના કુમારી

મીના કુમારી

ફિલ્મ પાકીઝા અભિનેત્રી મીના કુમારીએ એક સુંદર, પણ ત્રસ્ત તવાયફનો રોલ કર્યો હતો. પાકીઝા ભારતીય સિનેમાની તેવી ફિલ્મ છે કે જેની આગળ દરેકે દરેક માથું ઝુકાવે છે.

રેખા

રેખા

ફિલ્મ ઉમરાવ જાનમાં રેખાએ એવો જીવંત રોલ કર્યો કે જે કરવું દરેકના વશની વાત નથી હોતી. રેખાને આ ફિલ્મ માટે નેશનલ ઍવૉર્ડ મળ્યો અને હિન્દી સિનેમા માટે રેખા ઉમરાવ જાન બની ગયાં. રેખાએ પછી તો મુકદ્દર કા સિકંદર અને સુહાગ સહિત ઘણી ફિલ્મોમાં આવા રોલ કર્યાં.

રાણી મુખર્જી

રાણી મુખર્જી

ફિલ્મ લાગા ચુનરી મેં દાગમાં રાણી મુખર્જી વેશ્યાના રોલમાં હતાં.

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત

ફિલ્મ દેવદાસમાં માધુરી દીક્ષિતે વેશ્યાનુ પાત્ર ભજવ્યુ હતું. ફિલ્મ જોરદાર હિટ થઈ હતી. માધુરીએ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ તરીકેનો ઍવૉર્ડ મેળવ્યો હતો.

કલ્કી કોચલીન

કલ્કી કોચલીન

દેવ ડી ફિલ્મમાં કલ્કી કોચલીને પણ વેશ્યાનું પાત્ર ભજવ્યુ હતું.

કરીના કપૂર

કરીના કપૂર

કરીના કપૂર ચમેલી ફિલ્મમાં વેશ્યાનો રોલ કરી ચુક્યાં છે. ચમેલી કૉમર્સિયલ રીતે સફળ નહોતી થઈ, પરંતુ સમીક્ષકોએ કરીનાના ખૂબ વખાણ કર્યા હતાં. કરીનાએ તલાશ ફિલ્મમાં પણ આવો જ રોલ કર્યો હતો.

મનીષા કોઈરાલા

મનીષા કોઈરાલા

મનીષા કોઈરાલાએ માર્કેટ ફિલ્મમાં વેશ્યાનો રોલ કર્યો હતો કે જે કિશોર વયની યુવતીઓની હાલત પર આધારિત ફિલ્મ હતી.

શ્રુતિ હસન

શ્રુતિ હસન

શ્રુતિ હસને ડી ડે ફિલ્મમાં વેશ્યાનો ખૂબ જ હૉટ રોલ કર્યો હતો. શ્રુતિએ આ ફિલ્મમાં અર્જુન રામપાલ સાથે અનેક ગરમાગરમ દૃશ્યો આપ્યા હતાં.

તબ્બુ

તબ્બુ

ચાંદની બાર ફિલ્મમાં તબ્બુએ વેશ્યાનો રોલ કર્યો હતો. ફિલ્મ માટે તબ્બુએ બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ ઍવૉર્ડ પણ મેળવ્યો હતો.

પ્રીતિ ઝિંટા

પ્રીતિ ઝિંટા

પ્રીતિ ઝિંટાએ સલમાન ખાન સાથેની ફિલ્મ ચોરી ચોરી ચુપકે ચુપકેમાં વેશ્યાનો રોલ કર્યો હતો કે જેમાં તેઓ સલમાનના બાળકના સરોગેટ મધર બને છે.

નેહા ધુપિયા

નેહા ધુપિયા

મૉડેલમાંથી અભિનેત્રી બનનાર નેહા ધુપિયાએ પણ ફિલ્મ જૂલીમાં વેશ્યાનો રોલ કર્યો હતો.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

જે. પી. દત્તાની ઉમરાવ જાન ફિલ્મમાં ઐશ્વર્યા રાયે પણ તવાયફનો રોલ કર્યો હતો.

English summary
There are a few Bollywood actresses who have played the role of a prostitute (hooker) perfectly and given justice to it as well.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X