એક વાર તો Comeback કરવું જ જોઇએ આ અભિનેત્રીઓએ...
મુંબઈ, 26 જૂન : ભારતીય સિનેમા સો વર્ષનુ થઈ ચુક્યું છે અને આ ક્ષેત્રે લાખો કલાકારો કામ કરીને પસાર થઈ ગયાં છે. અનેક કલાકારો હવે આ દુનિયામાં નથી, તો અનેક કલાકારો હયાત હોવા છતાં દેહના વૃદ્ધત્વના પગલે નિષ્ક્રિય થઈ ગયાં છે, પરંતુ અનેક કલાકારો અને ખાસ તો અભિનેત્રીઓ એવી પણ છે કે જેઓ નથી મૃત્યુ પામી કે નથી વૃદ્ધ થઈ, છતાં સિનેમાના પડદાથી ગાયબ થઈ ગઈ છે અને લોકો હૃદયપૂર્વક ઇચ્છે છે કે આવી અભિનેત્રીઓએ કમ સે કમ એક વાર તો કમબૅક કરવું જ જોઇએ.
આવી અભિનેત્રીઓમાં સૌથી પહેલુ નામ આપણે ઐશ્વર્યા રાય તરીકે લઈ શકીએ, તો સેલિના જેટલી, કાજોલ, શિલ્પા શેટ્ટી, જયા પ્રદા, સુષ્મિતા સેન, ઉર્મિલા માતોંડકર જેવી અનેક અભિનેત્રીઓ એવી છે કે જે આજેય સ્વસ્થ અને સુંદર છે તથા ફિલ્મોમાં ફરીથી પોતાનો જાદૂ પાથરવામાં સક્ષમ છે. જોકે આ અભિનેત્રીઓમાં અનેક અભિનેત્રીઓ ટુંકમાં જ કમબૅક કરવાની પણ છે, તો અનેક એવી છે કે જેમના કમબૅકના કોઈ અણસાર દેખાતા નથી.
ચાલો તસવીરો સાથે જોઇએ કે કઈ અભિનેત્રીઓના કમબૅકની લોકો જુએ છે રાહ :

રાણી મુખર્જી
ફિલ્મોમાંથી વિદાય લઈ ચુકેલા રાણી મુખર્જી હાલ આદિત્ય ચોપરાના પત્ની બની ચુક્યાં છે. જોકે તેઓ ઘણા વખતથી મોટા પડદાથી ગાયબ હતાં. જોકે હવે તેઓ મર્દાની ફિલ્મ દ્વારા કમબૅક કરી રહ્યાં છે.

સેલિના જેટલી
ફિલ્મોમાં સેલિના જેટલીએ પોતાના સૌંદર્યના જલવા પાથર્યાં કે જે લોકોને બહુ ગમ્યા પણ ખરાં.

એશા દેઓલ
હેમા માલિનીના પુત્રી એશા દેઓલ હવે લગ્ન કરી સૅટલ થઈ ચુક્યાં છે.

અમીષા પટેલ
ફિલ્મી શેરીઓમાં માસૂમ સ્મિત ફરકાવનાર હસીન ચહેરો ક્યારનોય ગાયબ છે.

કાજોલ
કાજોલે ફિલ્મી કૅરિયરમાં ઘણી પ્રશંસા એકઠી કરી હતી.

લારા દત્તા
વિશ્વ સુંદરી લારા દત્તાએ પણ ફિલ્મોથી અંતર જાળવી રાખ્યું છે. તેમના ફૅન્સ તેમને ફરીથી પડદા ઉપર જોવા માંગે છે.

મનીષા કોઈરાલા
કૅંસર સામે વિજય મેળવ્યા બાદ લોકો મનીષા કોઈરાલાને મોટા પડદે જોવા ઉત્સુક છે.

જુહી ચાવલા
જુહી ચાવલાએ ઘણી સારી ફિલ્મો કરી છે. તેમણે ગુલાબ ગૅંગ દ્વારા કમબૅક કર્યું છે, પરંતુ તે તેમના ભુતકાળ સાથે બંધ નથી બેસતું. જોકે માધુરી દીક્ષિતની પણ એક સારી ફિલ્મની લોકોને દરકાર ખરી.

પ્રીતિ ઝિંટા
વીર-ઝારા ગર્લ પ્રીતિ ઝિંટાએ અનેક હિટ ફિલ્મો આપી છે. તેમણે ઇશ્ક ઇન પેરિસ દ્વારા કમબૅક પણ કર્યું, પરંતુ ફિલ્મ ફ્લૉપ ગઈ. લોકોને પ્રીતિની હજી સારી ફિલ્મનો ઇંતેજાર ખરો.

શ્રીદેવી
બૉલીવુડ દિવા શ્રીદેવીને વારંવાર મોટા પડદે જોવાનું કોને ન ગમે? કમબૅક ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશની સફળતા બાદ લોકોને હજી ફિલ્મોનો ઇંતેજાર છે.

તબ્બુ
તબ્બુએ તાજેતરમાં જ જય હો ફિલ્મમાં સલમાનના બહેનનો શાનદાર રોલ કર્યો. લોકો તેમને એક હીરોઇન તરીકે આતુર છે.

ટ્વિંકલ ખન્ના
અક્ષય કુમાર સાથે લગ્ન બાદ ટ્વિંકલ ખન્ના બૉલીવુડને બાય-બાય કકરી ચુક્યાં છે અને જ્વૅલરી ડિઝાઇનિંગ ક્ષેત્રે સક્રિય છે.

જયા પ્રદા
રાજકારણમાં ઝંપલાવ્યા બાદ જયા પ્રદા ફિલ્મોમાંથી ગાયબ જ થઈ ગયાં.

ઐશ્વર્યા રાય
બચ્ચન પરિવારના વહુ ઐશ્વર્યા રાય બૉલીવુડમાં બહુ જલ્દી પ્રસિદ્ધ થયાં, પરંતુ ફિલ્મોની સંખ્યા ઓછી જ રહી. તેમના કમબૅકનો ઇંતેજાર છે.

શિલ્પા શેટ્ટી
આઈપીએલ અને પરિવારમાં વ્યસ્ત છે શિલ્પા શેટ્ટી. તાજેતરમાં જ ઢિશકિયાઉં ફિલ્મમાં તેમણે આયટમ સૉંગ કરી પડદા ઉપર દેખા દીધી હતી.

ઉર્મિલા માતોંડકર
રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકર કર્ઝ ફિલ્મ બાદ ફરી વાર દેખાયા જ નથી.

સુષ્મિતા સેન
સુષ્મિતા સેન અંગે વારંવાર કમબૅકના સમાચારો આવે છે, પરંતુ હજી સુધી કંઈ પાકુ નથી.

રવીના ટંડન
મોટા પડદે ધમાલ મચાવ્યા બાદ રવીના ટંડન આજકાલ નાના પડદે દેખાય છે, પરંતુ લોકો ફરીથી આ મસ્ત મસ્ત ગર્લને મોટા પડદે જોવા જરૂર માંગે છે.

કોંકણા સેન શર્મા
કોંકણા સેન શર્માએ ફિલ્મોમાં હૉટ સીન્સ કરવાનો ઇનકાર કર્યો છે અને તેઓ પડદા ઉપરથી ગાયબ છે. તેઓ છેલ્લે મિસ્ટર એન્ડ મિસિસ લૉયરમાં દેખાયા હતાં.

ઈશા કોપીકર
પિંજરમાં શાનદાર અભિનય કરનાર ઈશા કોપીકર ઇવેંટ્સમાં તો દેખાય છે, પણ ફિલ્મોમાંથી ગાયબ છે.

નંદિતા દાસ
આર્ટ ફિલ્મોનું ઉપસતુ નામ નંદિતા દાસ છે કે જેમની ફિલ્મો હંમેશા સમાજને સંદેશો આપતી હતી. આજકાલ નંદિતા ફિલ્મી પડદે દેખાતા જ નથી.

સોનાલી બેન્દ્રે
ગ્લૅમર ગર્લ અને ગોલ્ડી બહલના પત્ની સોનાલી બેન્દ્રેનો પણ ફૅન્સને ઇંતેજાર છે.

ગ્રૅસી સિંહ
લગાન અને મુન્નાભાઈ એમબીબીએસનું નામ લેતા જ ગ્રૅસી સિંહનો ચહેરો સામે આવી જાય છે.

અમૃતા રાવ
મૈં હૂં ના દ્વારા ચર્ચામાં આવનાર અમૃતા રાવ ફિલ્મોમાં ઉપસતા પહેલા જ શમી ગયાં. તેઓ કમબૅક કરે, તો લાંબી ઇનિંગ રમી શકે તેમ છે.

આયેશા ટાકિયા
વૉન્ટેડ ગર્લ આયેશા ટાકિયાનો અભિનય જોવા દર્શકો આતુર છે.

મહિમા ચૌધરી
પરદેસ ગર્લ મહિમા ચૌધરી ઘણા વખતથી ફિલ્મોથી દૂર છે.

રિમી સેન
ગોલમાલ તથા હંગામા જેવી શાનદાર ફિલ્મો કરનાર રિમી સેનને દર્શકો પુનઃ જોવા માંગે છે.












Click it and Unblock the Notifications
