For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈ ગૅંગ રેપ અંગે બૉલીવુડના તીખા પ્રત્યાઘાત!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 24 ઑગસ્ટ : મુંબઈમાં એક મહિલા ફોટો પત્રકાર સાથે ગૅંગ રેપના બનાવ બાદ સિનેમા ઉદ્યોગ પોતાને લજ્જિત અનુબવી રહ્યો છે. આ શહેરક્યારેક મહિલાઓ માટે સૌથી સલામત ગણાતુ હતું. મુંબઈમાં બંધ પડેલી એક મિલમાં ગુરુવારે સાંજે 22 વર્ષીય મહિલા ફોટો પત્રકાર સાથે દુષ્કર્મ થયો હતો.

karan-pooja-anupam

ફિલ્મ નિર્માતા કરણ જૌહર, પૂજા ભટ્ટ, અભિનેતા અનુપમ ખેર, મનોજ બાજપાઈ, લેખિકા શોભા ડે, ગુલ પનાગ, ગાયિકા શ્રેયા ઘોષાલ જેવી બૉલીવુડ હસ્તીઓએ ટ્વિટર ઉપર પોતાના પ્રત્યાઘાતો આપ્યાં છે. કરણ જૌહરે જણાવ્યું - ઘૃણાસ્પદ જેવા શબ્દનો ઉપયોગ પણ કરવા જેવો નથી.

પૂજા ભટ્ટનું કહેવું હતું - મુંબઈમાં થયેલ સામૂહિક દુષ્કર્મના બનાવ અંગે સાંભળી હું લજ્જિત છું. આ તે શહેર નથી કે જ્યાં હું ભણી-ગણી ને મોટી થઈ છું. અનુપમ ખેરે જણાવ્યું - કાનૂનનો અહીં કોઈને ભય નથી. વર્ષોથી દુષ્કર્મના બનાવો થતા રહ્યાં છે, પણ કોઈ આરોપીને ફાંસી નથી અપાતી. રાજકારણીઓ લોકોના કલ્યાણ માટે નહીં, પણ માત્ર સત્તા માટે જ છે. શોભા ડેએ લખ્યું - આ મારૂં ભારત આ મારી મુંબઈ. વધુ એક સામૂહિક દુષ્કર્મ. વધુ એક પીડિતા. મનોજ બાજપાઈ કહે છે - ગત રાત્રે સામૂહિક દુષ્કર્મથી મુંબઈ શર્મસાર છે. અમારા બધાના માથા આ વાતથી ઝુકી પડ્યાં છે કે અમે મહિલાઓને સલામત દુનિયા નથી આપી શકતાં.

English summary
Bollywood is ashamed and angry over the recent gang rape that happened in Mumbai with a photo journalist. Celebrities took to twitter to express the disgust.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X