Pics : આપણને અને અમિતાભને શાંતિ આપનાર સ્થળ ‘એક’ જ છે!
મુંબઈ, 31 ઑગસ્ટ : કહે છે કે દુનિયાનો છેડો ઘર છે. દુનિયાના આ છેડાને સુંદર, શાંતિપૂર્ણ, આલિશાન અને ભવ્ય બનાવવા માટે વ્યક્તિ દરેક છેડે દોડી જાય છે. કેટલાંક લોકો પોતાના ઘરને સહિષ્ણુતાનું પ્રતીક બનાવવા માંગે છે, તો કેટલાંક માટે તેમનું ઘર પ્રતિષ્ઠાનો પ્રશ્ન પણ હોય છે.
જો ઘર આટલો મહત્વનો હોય, તો પછી આપણાં બૉલીવુડ સ્ટાર્સ પણ કદાચ પોતાના ઘરને તમામ અનુકૂળતાઓ અને સુવિધાઓથી સભર બનાવવામાં કોઈ કચાસ કઈ રીતે મુકે? અમિતાભ બચ્ચન હોય કે શાહરુખ ખાન હોય, સામાન્ય માણસની જેમ બૉલીવુડ સેલિબ્રિટીઓને પણ પોતાના ઘરે જ રાહત અને શાંતિ મળતી હોય છે. એને જ તો ઘર કહેવાય છે કે જ્યાં માણસને શાંતિ મળે છે. માણસ પરિવર્તન માટે અને તેના નાામે ભલે બે દિવસ કે આઠ દિવસના પ્રવાસે જાય. હોંશે હોંશે પ્રવાસે જાય, પણ જે દિવસે ઘરે પાછો ફરે કે તરત જ મોઢામાંથી નિકળે - હાશ! ઘેર આવી ગયાં પાછા.
આમ જોવા જઇએ તો ઘર જ એવું સ્થળ છે કે જે તમામને સરખી રાહત અને શાંતિ આપે છે. તેથી કહી શકાય કે અમિતાભ બચ્ચન હોય કે શાહરુખ ખાન હોય, આપણને જેમ ઘર શાંતિ આપે છે, તેમ બૉલીવુડની આ મોટી હસ્તીઓને પણ તે જ સ્થળે શાંતિ મળે છે. તેથી શાંતિ લેવાના સ્થળની બાબતમાં આપણામાં અને જાણીતી હસ્તીઓમાં કોઈ ફેર નથી.
આવો આજે આપને જલસાથી ઝન્નત સુધીની સફર કરાવીએ.

અમિતાભ બચ્ચન
આ છે અમિતાભ બચ્ચનનો બંગલો જલસા. તે મુંબઈના લૅન્ડમાર્ક ખાતે આવેલ છે.

શાહરુખ ખાન
શાહરુખ ખાનના બંગલાનું નામ મન્નત છે. તસવીરમાં મન્નતમાં ઊભુ કરાયેલું રાચરચીલું જોઈ શકાય છે.

સલમાન ખાન
મન્નતથી થોડાંક જ અંતરે આવેલું છે ગૅલેક્સી ઍપાર્ટમેંટ કે જ્યાં સલમાન ખાન રહે છે.

સૈફ અલી ખાન
સૈફ અલી ખાન ફૉર્ચ્યુન હાઇટ્સ ઍપાર્ટમેન્ટમાં રહે છે. તસવીરમાં સૈફના પુત્ર ઇબ્રાહિમ દેખાય છે.

ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાય લગ્ન પહેલાં બાંદ્રા ખાતે આવેલ આ જ ઇમારતમાં રહેતા હતાં.

હૃતિક રોશન
લક્ઝુરિયસ ઍપાર્ટમેંટમાં રહે છે હૃતિક રોશન.

રેખા
રેખાનો બંગલૉ ફુલ્લી વાંસળાઓથી કવર્ડ છે અને બહારથી અંદરની બાજુ જોવું લગભગ અશક્ય છે.

શાહરુખ ખાન
શાહરુખ ખાનનો એક બંગલો દુબઈમાં પણ છે. શાહરુખ ખાનના દુબઈ ખાતેના આ બંગલાની ભવ્યતાની તસવીરો જોવા ક્લિક કરો.












Click it and Unblock the Notifications
