ઐશે આરાધ્યા, તો શાહરુખે અબરામ સાથે ઉજવ્યો બર્થ ડે, હવે કોનો વારો?

મુંબઈ, 3 નવેમ્બર : બૉલીવુડમાં નવેમ્બર માસ જાણે જન્મ દિવસોનો માસ બની ગયો હોય, તેવું લાગે છે. ઑક્ટોબરમાં સૌથી ચર્ચિત જન્મ દિવસ બિગ બી અમિતાભ બચ્ચન અને રેખાનો રહ્યો, તો નવેમ્બરની પહેલી જ તારીખે ઐશ્વર્યા રાયના જન્મ દિવસ સાથે શરુઆત થઈ. બીજી નવેમ્બરે કિંગ ખાન શાહરુખ ખાને જન્મ દિવસ ઉજવ્યો. જન્મ દિવસનો આ સિલસિલો ઐશથી શરૂ થયો હતો અને એશા ગુપ્તા ઉપર આવી ખતમ થશે.

ઐશ્વર્યા રાય માટે આ વખતનો જન્મ દિવસ ખાસ રહ્યો, કારણ કે પહેલી વાર તેમના પુત્રી આરાધ્યાએ તેમના માટે હૅપ્પી બર્થ ડે ગાયું. આરાધ્યા હજી 2 વર્ષની થઈ નથી. તેણે ગત 11મી ઑક્ટોબરે પોતાના દાદૂ એટલે કે અમિતાભ બચ્ચન માટે પણ કાલીઘેલી ભાષામાં હૅપ્પી બર્થ ડે ગાયુ હતું.

બીજી બાજુ શાહરુખ ખાન માટે પણ આ વખતનો જન્મ દિવસ ખાસ બની રહ્યો, કારણ કે તેમના પરિવારના સભ્યમાં અબરામનો ઉમેરો થયો છે. અબરામ શાહરુખનો સરોગેટ પુત્ર છે. ગત વર્ષે શાહરુખે પત્ની ગૌરી અને બે સંતાનો સુહાના તેમજ આર્યન સાથે જન્મ દિવસ ઉજવ્યો હતો, જ્યારે આ વખતે ઉજવણીમાં નવો મહેમાન અબરામનો પણ સમાવેશ થતો હતો.

ચાલો તસવીરો વડે જોઇએ કે ઐશથી શરૂ થયેલો આ સિલસિલો એશા સુધી પહોંચતાં વચ્ચે કેટલીક હસ્તીઓ પોતાનો જન્મ દિવસ ઉજવશે :

1લી નવેમ્બરનો દિવસ ઐશ્વર્યાના નામે

1લી નવેમ્બરનો દિવસ ઐશ્વર્યાના નામે

પહેલી નવેમ્બરનો દિવસ ઐશ્વર્યા રાયના નામે રહ્યો. જોકે આ જ દિવસે પદ્મિની કોલ્હાપુરે, અનીસ બઝ્મી, પ્રિયા અરોરા, શોમા આનંદ અને ઇલિયાના ડીક્રૂઝે પણ જન્મ દિવસ ઉજવ્યાં.

2જી નવેમ્બરે શાહરુખની ધૂમ

2જી નવેમ્બરે શાહરુખની ધૂમ

બીજી નવેમ્બરે કિંગ ખાન શાહરુખ ખાનના જન્મ દિવસની ધૂમ રહી. ગત વર્ષે યશ ચોપરાના નિધનના પગલે તેઓએ સાદગીપૂર્વક જન્મ દિવસ ઉજવ્યો હતો, પરંતુ આ વખતે શાહરુખે ચેન્નઈ એક્સપ્રેસની સફળતાની ખુશી સાથે જન્મ દિવસની ઉજવણી કરી. આ સાથે જ તેમની સાથે આ વખતે એક નવો મહેમાન સરોગેટ પુત્ર અબરામ પણ તેમની આ ખુશીમાં સામેલ હતો. શાહરુખ ઉપરાંત ડિયાના પેન્ટી, એશા દેઓલ, રામ મોહન અને અનુ મલિકનો પણ ગઈકાલે જન્મ દિવસ હતો. વાત કરીએ આજની એટલે કે 3જી નવેમ્બરની. આજે સ્વરૂપ સમ્પત તથા સ્વર્ગીય લક્ષ્મીકાંત બેર્ડેનો જન્મ દિવસ પણ હતો.

4થી નવેમ્બર - તબુ

4થી નવેમ્બર - તબુ

જાણીતાં અભિનેત્રી અને અનેક ફિલ્મોમાં કામ કરી ચુકેલ તબ્બુ ઉર્ફે તબસ્સુમનો આવતીકાલે જન્મ દિવસ છે.

7મી નવેમ્બર - કમલ હસન

7મી નવેમ્બર - કમલ હસન

નવા-નવા પ્રયોગો માટે જાણીતાં કમલ હસન 7મી નવેમ્બરે જન્મ દિવસ ઉજવશે.

9મી નવેમ્બર - પાયલ રોહતગી

9મી નવેમ્બર - પાયલ રોહતગી

9મી નવેમ્બરે પાયલ રોહતગીનો જન્મ દિવસ છે. પાયલ ઉપરાંત આ જ દિવસે પંકજ ધીર, નીલમ, તનવી આઝમી અને વિજય સદાનહ જેવા કલાકારો પણ જન્મ દિવસની ઉજવણી કરશે.

10મી નવેમ્બર - આશુતોષ રાણા

10મી નવેમ્બર - આશુતોષ રાણા

વિલન સહિત અનેક પ્રકારની ભૂમિકાઓ ભજવી ચુકેલા આશુતોષ રાણા આ મહીનાની 10મી તારીખે જન્મ દિવસ ઉજવશે.

11મી નવેમ્બર - માલા-બોની

11મી નવેમ્બર - માલા-બોની

વીતેલા જમાનાનાં જાણીતાં અભિનેત્રી માલા સિન્હાનો 11મી નવેમ્બરે જન્મ દિવસ છે. આ ઉપરાંત શ્રીદેવીના પતિ અને નિર્માતા-દિગ્દર્શક બૉની કપૂર, ધીરૂભાઈ શાહ તથા જ્હૉની વૉકર પણ આ જ દિવસે જન્મ્યા હતાં.

13-16મી નવેમ્બર - જુહી-મિનાક્ષી

13-16મી નવેમ્બર - જુહી-મિનાક્ષી

કયામત સે કયામત તક સાથે બૉલીવુડમાં છવાયેલાં જુહી ચાવલા 13મી નવેમ્બરે પોતાનો જન્મ દિવસ ઉજવશે. બે દિવસ પછી 15મીએ જૂનિયર મહેમૂદ અને અર્જુન હિંગોરાણીનો જન્મ દિવસ છે. જેકી શ્રૉફ, અમિતાભ સહિત અનેક કલાકારો સાથે કામ કરી ચુકેલાં મિનાક્ષી શેષાદ્રીનો 16મીએ જન્મ દિવસ છે. મિનાક્ષી ઉપરાંત નાસિર હુસૈન અને ડૉ. શ્રીરામ લાગૂનો પણ આ જ દિવસે જન્મ થયો હતો. માતા માલા સિન્હાના છ દિવસ બાદ પુત્રી પ્રતિભા સિન્હાનો જન્મ દિવસ આવે છે. પ્રતિભા સિન્હાએ ફિલ્મ રાજા હિન્દુસ્તાનીમાં પરદેશી... ગીતમાં સારું પરફૉર્મન્સ આપ્યુ હતું.

19મી નવેમ્બર - ઝિન્નત અમાન

19મી નવેમ્બર - ઝિન્નત અમાન

પોતાની બોલ્ડનેસ દ્વારા લોકોના દિલ જીતનાર વીતેલા જમાનાના અભિનેત્રી ઝિન્નત અમાનનો જન્મ દિવસ 19મી નવેમ્બરના રોજ છે. આ જ દિવસે અજય શ્રીવાસ્તવ, દારા સિંહ અને રેહાના સુલતાન પણ અવતર્યા હતાં.

20મી નવેમ્બર - તુષાર કપૂર

20મી નવેમ્બર - તુષાર કપૂર

જિતેન્દ્રના પુત્ર અને અભિનેતા તુષાર કપૂર 20મી ડિસેમ્બરે જન્મ દિવસ ઉજવશે. તુષાર ઉપરાંત શિલ્પા શિરોડકર, બેબલા અને બેંજામીન ગિલાનીનો પણ 20મીએ જન્મ દિવસ છે.

21મી નવેમ્બર - હેલન

21મી નવેમ્બર - હેલન

વીતેલા જમાનાના આયટમ ગર્લ હેલન પોતાનો જન્મ દિવસ 21મી નવેમ્બરે ઉજવશે. હેલન ઉપરાંત નેહા શર્માનો પણ જન્મ 21મી નવેમ્બરે થયો હતો.

22મી નવેમ્બર - સરોજ ખાન

22મી નવેમ્બર - સરોજ ખાન

જાણીતાં કોરિયોગ્રાફર સરોજ ખાનનો જન્મ દિવસ 22મી નવેમ્બરના રોજ આવશે. માધુરી દીક્ષિતને ટોચે પહોંચાડવામાં સરોજ ખાનનો મોટો ફાળો રહ્યો છે.

23-24મી નવેમ્બર - રઝા મુરાદ અને અમોલ પાલેકર

23-24મી નવેમ્બર - રઝા મુરાદ અને અમોલ પાલેકર

વીતેલા જમાનાના જાણીતાં કલાકાર રઝા મુરાદ, દિગ્દર્શક સાજિદ નડિયાદવાલા અને બાબા સહેગલ 23મી નવેમ્બરે જન્મ દિવસ ઉજવશે. ગોલમાલ સહિત અનેક આર્ટ ફિલ્મોમાં કામ કરનાર અમોલ પાલેકરનો જન્મ દિવસ 24મીએ છે. આ જ દિવસે કુણાલ ગોસ્વામી પણ પોતાનો જન્મ દિવસ ઉજવશે.

25મી નવેમ્બર - બપ્પી-રાખી

25મી નવેમ્બર - બપ્પી-રાખી

જાણીતાં સંગીતકાર બપ્પી લહેરી અને આયટમ ગર્લ રાખી સાવંત 25મી નવેમ્બરના રોજ જન્મ દિવસ ઉજવશે. આ ઉપરાંત મહાભારતમાં દ્રૌપદીનો રોલ કરના રૂપા ગાંગુલી તથા દિગ્દર્શક નિખિલ દ્વિવેદીનો પણ 25મીએ જ જન્મ દિવસ છે.

26મી નવેમ્બર - અર્જુન રામપાલ

26મી નવેમ્બર - અર્જુન રામપાલ

ફિલ્મ અભિનેતા અર્જુન રામપાલ 26મી નવેમ્બરના રોજ પોતાનો જન્મ દિવસ ઉજવશે. મૈંને પ્યાર કિયાથી જાણીતા થયેલ અભિનેત્રી ભાગ્યશ્રીના પતિ હિમાલયનો જન્મ દિવસ 27મી નવેમ્બરે આવે છે.

28મી નવેમ્બર - એશા ગુપ્તા

28મી નવેમ્બર - એશા ગુપ્તા

બૉલીવુડની વધુ બે હસ્તીઓ એશા ગુપ્તા અને અરબાઝ ખાન 28મી નવેમ્બરો પોતાનો જન્મ દિવસ ઉજવશે. આમ 1લી નવેમ્બરે ઐશ્વર્યા રાયથી શરૂ કરી એશા ગુપ્તા સુધી 28મી નવેમ્બર સુધી બૉલીવુડમાં જન્મ દિવસની હારમાળા રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X