Pics : જુઓ આપના મનપસંદ સિતારાઓની ‘ચઢ઼તી જવાની...’
મુંબઈ, 29 જૂન : કહે છે કે ઈશ્વરે આ જગતમાં અબજો માણસો બનાવ્યાં છે. દરરોજ કરોડો માણસો પેદા થાય છે, પરંતુ આટલી મોટી ભીડમાં પણ ઈશ્વર બે વ્યક્તિઓને આબેહૂબ નથી બનાવતાં અને ચહેરો તો માણસનો એવો પીછો કરે છે કે આખા જીવન સુધી તેની સાથે પડછાયાની જેમ જ રહે છે.
કોઈ પણ વ્યક્તિની ઓળખ તેના ચહેરા વડે જ કરી શકાય છે. ચહેરા લગભગ ક્યારેય બદલાતાં નથી. બાળપણમાં ચહેરાની જે છાપ તૈયાર છે, તે મૃત્યુ પર્યંત જળવાઈ રહે. જોકે તેમાં ફેરફાર આવે, પરંતુ તે સમૂળગૂ તો ન જ બદલાય. એટલે જ તો કોઈ પણ વ્યક્તિની બાળપણની તસવીર તેના હાલના ચહેરા સાથે મળતી આવે છે. અમિતાભ બચ્ચન હોય કે શાહરુખ ખાન હોય, સલમાન ખાન હોય કે કૅટરીના કૈફ હોય, કરીના કપૂર હોય કે ઐશ્વર્યા રાય હોય. સમય સાથે સૌ બદલાતાં રહે છે, પરંતુ તેમના ચહેરા તેમની ઓળખ આપી જ દે છે.
આજે આપણે જોઇશું બૉલીવુડ સિતારાઓની બાળપણથી માંડી ચઢ઼તી જવાની સુધીની સફર :

મિસ્ટર પરફેક્શનિસ્ટ
ઓળખ્યા કે? આ તસવીરો આપણાં મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની છે.

બચ્ચન ખાનદાનના પુત્રવધુ
ઐશ્વર્યા રાયનો ચહેરો સામે આવતાં જ બધા ઓળખી જાય. તેમની કઈ-કઈ ઓળખ આપવી. હાલ તો તેઓ બિગ બી ખાનદાનના વહુ છે, તો આરાધ્યા જેવી દીકરીના માતા પણ છે. એવું નથી લાગતું કે તેઓ પોતે બાળપણમાં પણ કંઇક આરાધ્યા જેવાં જ દેખાતા હતાં?

રાધા ગર્લ
હા ભાઈ... આવા હતાં સેક્સી રાધા ગર્લ એટલે કે આલિયા ભટ્ટ. બાળપણથી માંડી ચઢતી જવાની હવે રૂપેરી પડદે પણ જોઈ શકાય છે.

અક્ષય-અમીષા
પહેલી તસવીર કોની છે? ન ઓળખી શક્યાને? આ ભાઈ છે અક્ષય ખન્ના. તો બીજી તસવીરમાં અમીષા પટેલ પોતાના ભાઈ સાથે જણાય છે.

બિગ બી
નાનકડા અમિતાભ બચ્ચનથી લઈ બિગ બી સુધીની સફર દરમિયાન આટલા રૂપ બદલ્યાં છે અમિતાભ બચ્ચને.

અનુષ્કા શર્મા
ક્યૂટ અનુષ્કા શર્મા ક્યારે હૉટ અનુષ્કા શર્મા થઈ ગયાં, ખબર જ ન પડી.

બિલાડી
બૉલીવુડના બિલ્લી બિપાશા બાસુ બાળપણમાં બિલાડી જેવા જ દેખાતાં લાગે છે. પોતાની હૉટ અદાઓથી યુવાનોના દિલ પર રાજ કરનાર બિપાશા કેટલા બધા ક્યૂટ લાગતા હતાં.

યે જવાની હૈ દીવાની
ઓમ શાંતિ ઓમ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર આજે યે જવાની હૈ દીવાની સફળ થવાથી સાચે જ દીવાના થઈ ગયાં છે, પરંતુ તેમનુ બાળપણનું નિર્દોષ-નિષ્કામ સ્મિત જણાય છે.

વિજય ચૌહાણ
કોઈ મિલ ગયા. કૃષ હૃતિક રોશનની બાળપણની બોલતી તસવીરો ઘણું બધું કહી જાય છે. ભોળા હૃતિક આજે તો એક્શન દ્વારા ભલભલા વિલેનના છક્કા છોડાવી દે છે.

જ્હૉન અબ્રાહમ
આ ભાઈ કોણ છે? ઓળખ્યા કે નહીં? હૉટ હૉટ જ્હૉન અબ્રાહમ છે. મસ્તીખોર લાગે છે જ્હૉન.

કાજોલ
શાહરુખ સાથે ફિલ્મી પડદે ધૂમ મચાવનાર અને અજય દેવગણના પત્ની કાજોલ આ બંને સંબંધો પહેલાં વીતેલા જમાનાના અભિનેત્રી તનુજાના પુત્રી પણ છે. કેટલા ક્યૂટ લાગે છે કાજોલ.

કરિશ્મા-કરીના
માસૂમ ચહેરો ધરાવતાં કરિશ્મા કપૂર અને હલકટ જવાની તથા ફેવીકૉલ જેવા આયટમ સૉંગ કરનાર કરીના કપૂર બાળપણમાં બહેન કરતાં બહેનપણી વધારે લાગતા હતાં.

કરિશ્મા-કરીના
માસૂમ ચહેરો ધરાવતાં કરિશ્મા કપૂર અને હલકટ જવાની તથા ફેવીકૉલ જેવા આયટમ સૉંગ કરનાર કરીના કપૂર બાળપણમાં બહેન કરતાં બહેનપણી વધારે લાગતા હતાં.

ચિકની ચમેલી
ચિકની ચમેલી અને શીલા કી જવાની ફેમ કૅટરીના કૈફ બે ચોટલીમાં કેટલા બધાં માસૂમ લાગે છે?

શૉર્ટકટ રોમિયો
આ ભાઈ છે આપણાં લીજેન્ડ સિંગર મુકેશના પૌત્ર અને નિતિન મુકેશના પુત્ર નીલ નિતિન મુકેશ. પોતાના માતા સાથે આંખો બંધ કરી આરામથી ઉંઘી રહ્યાં છે નીલ.

રણબીર કપૂર
સાવરિયાથી શરુઆત કરનાર અને બર્ફી તથા યે જવાની હૈ દીવાની જેવી હિટ ફિલ્મોના નાયક રણબીર કપૂર બાળપણમાં એટલાં જ મસ્તીખોર લાગતા હતાં.

ઐય્યા
ઐય્યા....! અરે ભાઈ ઊપરની તસવીરો આપણાં રાણી મુખર્જીની છે.

રવીના-સૈફ-સોહા-સબા
પ્રથમ તસવીર છે મસ્ત મસ્ત ગર્લ રવીના ટંડનની, તો બીજી તસવીરમાં છોટે નવાબ સૈફ અલી ખાન પોતાના બહેનો સોહા અને સબા સાથે જણાય છે.

દબંગ
આ ભાઈને ઓળખ્યા કે નહીં? આ ભાઈ છે બૉલીવુડના દબંગ સલમાન ખાન.

મુન્નાભાઈ
પ્રસિદ્ધ અભિનેતા સુનીલ દત્ત અને અભિનેત્રી નરગિસના પુત્રને કોણ ન ઓળખે. બૉલીવુડના મુન્નાભાઈ આજે ભલે જેલમાં છે, પરંતુ બાળપણમાં તેઓ સાવ નિર્દોષ જણાતા હતાં.

કિંગ ખાન
આમને કોણ ન ઓળખે? બૉલીવુડના કિંગ ખાન છે. શાહરુખ ખાન સગીરાવસ્થામાં ખૂબ જ મસ્તીખોર જણાય છે.

શશિ કપૂર
આંખો ચાડી ખાય છે ભાઈ. બરાબર ઓળખ્યા આપ. શશિ કપૂર જ છે. બાળપણમાં જેવી આંખો હતી, તેવી જ આંખો ફિલ્મી પડદે પણ ખૂબ કમાલ કરતી રહી હતી.

શિલ્પા શેટ્ટી
બાઝીગરના ક્યૂટ ગર્લ શિલ્પા શેટ્ટી પછી તો ફિલ્મો કરતાં પોતાની વિવિધ ગેરફિલ્મી પ્રવૃત્તિઓના કારણે વધુ જાણીતા થયાં. બાળપણમાં તેઓ કંઇક આવા દેખાતા હતાં.

રાંઝણા ગર્લ
અનિલ કપૂરને તો ઓળખી જ ગયા હશોને? ભાઈ તેમની સાથે કોણ છે? એમ તો અનિલને ત્રણ સંતાનો છે, પણ તસવીરમાં તેમની સાથે તેમના બે પુત્રીઓ સોનમ અને રેહા છે. હવે આપ જ ઓળખવાનો પ્રયત્ન કરો કે આ બેમાંથી સોનમ કોણ છે અને રેહા કોણ છે?

શ્રીદેવી
તસવીરમાં એક બાળકી છે અને સ્વાભાવિક છે કે તેની આજુબાજુ તેના માતા-પિતા જ હશે. કોણ છે આ બાળકી? આ બાળકી છે શ્રીદેવી. જો જો આ બાળકી બહુ સારૂ ઇંગ્લિશ જાણે છે હો

સન્ની દેઓલ
આ બાળક બહુ ઘાતક અને ઘાયલ કરી દે તેવો છે. સમજી ગયા ને? બૉલીવુડના હી મૅન સાથે તો આવો જ બાળક હોય ને. હા જી. આ તસવીરમાં દેખાય છે સની દેઓલ.

સુષ
આ છે સુષ્મિતા સેન. જુઓ જરા કેવા લાગતા હતાં બાળપણમાં અને પછી કિશોરાવસ્થાથી લઈ ચઢતી જવાની કઈ રીતે તેમને હસીન બનાવી ગઈ.

તુષાર કપૂર
બૉલીવુડના જમ્પિંગ બૉયને કોણ ભુલી શકે? જિતેન્દ્રના પુત્ર તુષાર કપૂર જોકે બૉલીવુડમાં કંઇક ખાસ સફળતા હાસલ નથી કરી શક્યા, પરંતુ ગોલમામ જેવી ફિલ્મોમાં તુષારે ગૂંગા રહી ઘણું બધું કરી નાંખ્યું. જુઓ કેવા લાગે છે તુષાર કપૂર બાળપણની તસવીરમાં.

ટ્વિંકલ ખન્ના
રાઉડી રાઠોડ અને ખિલાડી 786 સાથે આ બાળકીને તે વખતે કોઈ સંબંધ નહોતો, પરંતુ આજે તો આ બાળકી અક્ષય કુમારના પત્ની છે. ઓળખ્યા કે નહીં? આ તસવીર ટ્વિંકલ ખન્નાની બાળપણની છે. એ તો સૌ જાણે જ છે કે ટ્વિંકલ ખન્ના સુપરસ્ટાર રાજેશ ખન્ના અને બૉબી ગર્લ ડિમ્પલ કાપડિયાનાં પુત્રી છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
