આ હસ્તીઓ માટે વોટિંગ કરતા આઇફા વધારે મહત્વપૂર્ણ!

એક તરફ જ્યાં શાહરુખ ખાનથી લઇને અમિતાભ બચ્ચન, વિદ્યા બાલન, કરીના કપૂર ખાન, સોનમ કપૂર, પ્રીતિ ઝિન્ટા, આમીર ખાન જેવા સુપરસ્ટાર્સ મતદાનના દિવસે મુંબઇમાં રહીને દેશને એક સારું ભવિષ્ય આપવા માટે પોતાની વિચારસરણી અનુસાર એક સારી પાર્ટીને વિજયી બનાવવા મતદાનમાં ભાગ લઇ રહ્યાં છે તો બીજી તરફ કેટલાક એવા સ્ટાર્સ પણ છે, જેમના માટે દેશ કરતા વધારે આઇફા એવોર્ડ મહત્વપૂર્ણ છે. આ સેલિબ્રિટી વોટિંગના એક દિવસ પહેલા જ ફ્લોરિડામાં શરૂ થવા જઇ રહેલા આઇફા એવોર્ડમાં સામેલ થવા જઇ ચૂક્યા છે. હવે જ્યારે દેશની જનતાને સૌથી વધારે પ્રભાવિત કરનારા આ સિતારાઓ પોતે જ પોતાની જવાબદારીને નથી સમજી રહ્યાં તો પછી અન્યોને કેવી રીતે દોષી કહેવા.

મતદાન કરનારા સિતારાઓ અંગે વાત કરીએ તો શાહરુખ ખાન, આમીર ખાન, વિદ્યા બાલન, દીપિકા પાદૂકોણ, રણવીર સિંહ, રણબીર કપૂર, ફરહાન અખ્તર, સોનમ કપૂર, પ્રીતી ઝિન્ટા, મધુ, વિગેરે સામેલ છે, પરંતુ આ ઉપરાંત કેટલાક કલાકાર જેમકે સૈફ અલી ખાન, શાહિદ કપૂર, વિવેક ઓબરોય, રિચા ચઢ્ઢા, અદિતી રાવ હૈદરી, સોનાક્ષી સન્હા, શબાના આઝમી ઘણા દિવસ પહેલા જ આઇફા એવોર્ડ માટે ફ્લોરિડા પહોંચી ગયા છે.

આ ઉપરાંત તેમજ કેટલાક બૉલીવુડ અભિનેતા અને અભિનેત્રી જેમકે રિતિક રોશન, માધુરી દીક્ષિત, બોમની ઇરાની, કરીના કપૂર અને દિવ્યા દત્તા પણ વોટિંગના એક દિવસ પહેલા ફ્લોરિડા જવા માટે રવાના થયા છે. તેવામાં જનતાને સૌથી વધુ પ્રભાવિત કરતા સિતારા જ પોતાના મતાધિકારને મહત્વ ન આપતા હોય અને પૈસા અને એવોર્ડ્સને વધારે મહત્વ આપી રહ્યાં છે તો પછી આમ જનતા તેમની પાસેથી શું શીખશે. એક તરફ આમીર ખાન, અમિતાભ બચ્ચન પોતાના શો, ફિલ્મો થકી લોકોને મત આપવા માટે ઉત્સાહિત કરી રહ્યાં છે તો બીજી તરફ આ સિતારાઓ તેમની મહેનત પર પાણી ફેરવી રહ્યાં છે.

દીપિકા પાદૂકોણ

દીપિકા પાદૂકોણ

આઇફા એવોર્ડમાં ભાગ લેવા જઇ રહેલી દીપિકા પાદૂકોણ

યામી ગૌતમ

યામી ગૌતમ

આઇફા એવોર્ડમાં ભાગ લેવા જઇ રહેલી યામી ગૌતમ

તુષાર કપૂર

તુષાર કપૂર

આઇફા એવોર્ડમાં ભાગ લેવા જઇ રહેલો તુષાર કપૂર

મોનાલી ઠાકુર

મોનાલી ઠાકુર

આઇફા એવોર્ડમાં ભાગ લેવા જઇ રહેલી મોનાલી ઠાકુર

મલાઇકા આરોરા ખાન

મલાઇકા આરોરા ખાન

આઇફા એવોર્ડમાં ભાગ લેવા જઇ રહેલી મલાઇકા અરોરા ખાન

કિશન કુમાર

કિશન કુમાર

આઇફા એવોર્ડમાં ભાગ લેવા જઇ રહેલા કિશન કુમાર

કલ્કી કોચલિન

કલ્કી કોચલિન

આઇફા એવોર્ડમાં ભાગ લેવા જઇ રહેલી કલ્કી કોચલિન

અરુણોદય સિંહ

અરુણોદય સિંહ

આઇફા એવોર્ડમાં ભાગ લેવા જઇ રહેલો અરુણોદય સિંહ

પ્રિતમ

પ્રિતમ

આઇફા એવોર્ડમાં ભાગ લેવા જઇ રહેલો પ્રિતમ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X