...અને આ સેલિબ્રિટીઓએ વિદેશીને બનાવ્યા Life Partner!

મુંબઈ, 23 ઑક્ટોબર : માત્ર મલ્લિકા શેરાવત પશ્ચિમના ઘેલા નહોતા થયાં, પણ ઘણા વર્ષોથી બૉલીવુડ સ્ટાર્સમાં પશ્ચિમ પ્રત્યેનો લગાવ જોવા મળે છે. એટલે જ તો ઘણા અભિનેતાઓ-અભિનેત્રીઓએ પોતાના જીવનસાથી તરીકે વિદેશી પાત્રની પસંદગી કરી.

ભારતનું પશ્ચિમ પ્રત્યેનું આકર્ષણ આજ સુધી ચાલુ જ છે. ઘણી અભિનેત્રીઓએ વિદેશી વ્યક્તિની લગ્ન માટે પસંદગી કરી. આ બૉલીવુડ સેલિબ્રિટીઓની વિદેશી પસંદગીમાં તેમનું કૅરિયર, ધર્મ કે રાષ્ટ્રીયતા વિઘ્ન ન બન્યાં.

કરોડ઼ો દિલો પર રાજ કરનાર ધક ધક ગર્લ માધુરી દીક્ષિતને દેશમાં જ સરળતાથી દેસી બૉય મળી શકત, પણ તેમણે એનઆરઆઈ ડૉ. શ્રીરામ નેનેને જીવન સાથી તરીકે પસંદ કર્યા. માધુરીની જેમ જ ઘણા કલાકારોએ જીવનસાથી તરીકે વિદેશી પાત્રની પસંદગી કરી છે.

ચાલો જોઇએ વિદેશોમાંથી પોતાનો જીવનસાથી પસંદ કરનાર બૉલીવુડ સેલિબ્રિટીઓ :

જુહી-જય

જુહી-જય

ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા જુહી ચાવલાએ જય મહેતા સાથે લગ્ન કર્યા કે જેઓ એક બ્રિટિશ ઉદ્યોગપતિ હતાં અને 1988માં ભારત પાછા આવ્યા હતાં. જય-જુહીએ ગુપચુપ લગ્ન કર્યા હતાં. જુહી સગર્ભા થયા બાદ બંનેએ લગ્ન જાહેર કર્યા હતાં.

માધુરી-શ્રીરામ

માધુરી-શ્રીરામ

માધુરીએ 1999માં ડૉ. શ્રીરામ માધવ નેને સાથે લગ્ન કર્યાં. તેઓ અમેરિકામાં પ્રૅક્ટિસ કરતા હતાં. જ્યારે માધુરીને પૂછવામાં આવ્યું કે તેમણે કૅરિયરના ટોચે લગ્ન કેમ કર્યા, ત્યારે માધુરીએ કહ્યું કે તેમને સાચો પ્રેમ મળી ગયો છે.

સેલિના-પીટર

સેલિના-પીટર

સેલિના જેટલીએ દુબઈના પીટર હાગ સાથે 2011માં લગ્ન કર્યાં. 2012માં સેલિનાએ જોડકા બાળકોને જન્મ આપ્યો. હાલમાં સેલિના-પીટર દુબઈમાં સેટલ્ડ છે.

શિલ્પા-રાજ

શિલ્પા-રાજ

શિલ્પા શેટ્ટી પોતાના સિગ્નેચર પરફ્યુમ એસ2ના લૉન્ચિંગ દરમિયાન બ્રિટિશના ઉદ્યોગ સાહસિક રાજ કુન્દ્રા સાથે મળ્યાં. 2009માં બંનેએ લગ્ન કરી લીધું.

સાનિયા-શોએબ

સાનિયા-શોએબ

ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ પણ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતાં.

શશિ-જેનિફર

શશિ-જેનિફર

શશિ કપૂર તથા જેનિફર કેંડલની મુલાકાત 1956માં કોલકાતાના પૃથ્વી થિયેટર ખાતે થઈ હતી. તે વખતે જેનિફર શેક્સપીયરિયન ટ્રાવેલિંગ ટ્રૂપના સભ્ય હતાં. શશિ કપૂર જેનિફરના પ્રેમમાં પડ્યાં અને તેઓ પણ ટ્રાવેલિંગ ટ્રૂપમાં જોડાઈ ગયાં. બંનેએ થોડોક સમય સાથે ગાળ્યો. બંનેએ 1958માં લગ્ન કર્યું. જોકે જેનિફરનું 1984માં કૅંસરના કારણે નિધન થઈ ગયું.

કિમ-અલી

કિમ-અલી

બૉલીવુડ અભિનેત્રી કિમ શર્માએ કેન્યાના બિઝનેસમૅન અલી પુંજાણી સાથે 2010માં લગ્ન કર્યાં. બંનેએ ચુપચાપ લગ્ન કર્યા હતાં.

સુચિત્રા-લાર્સ

સુચિત્રા-લાર્સ

ડસ્કી એક્ટ્રેસ સુચિત્રા પિલ્લૈએ 2005માં ડેન્માર્કના એંજીનિયર લાર્સ ક્જેલ્ડ્સન સાથે લગ્ન કર્યા હતાં. બંનેને સંતાનમાં સુંદર દીકરી અન્નિકા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X