Pics : અભિનેત્રીઓનું ચીરહરણ કરી દુઃશાસન સાબિત થતું ફોટોશોપ

મુંબઈ, 31 મે : કૉમ્પ્યુટર ટેક્નોલૉજી અને તેમાં પણ ફોટોશોપ ટેક્નોલૉજીએ તસવીરોની બાબતમાં માણસને વધુ સ્વતંત્ર બનાવી દીધી છે, તો તેના દુરુપયોગ દ્વારા માણસ સ્વતંત્રતાના સ્થાને સ્વચ્છંદતા વરતી રહ્યો છે અને તેનો સૌથી મોટો ભોગ સેલિબ્રિટીઓ બને છે.

સેલિબ્રિટીઓમાં પણ સૌથી વધુ પરેશાન બૉલીવુડ સેલિબ્રિટીઓ છે કે જેઓ રૂપેરી પડદે ફિલ્મો દ્વારા સામાન્ય લોકો સાથે માત્ર જોડાયેલી જ નથી, પણ લોકો પણ તેમની સાથેનો ઍટેચમેંટ અનુભવે છે. જોકે અનેક લોકો બૉલીવુડ સેલિબ્રિટીઓને પ્રેમ કરે છે અને ફૅન હોય છે, તો અમુક લોકો આવી સેલિબ્રિટીઓ અંગે કંઈ પણ ટિપ્પણીઓ કરી લેતા હોય છે.

દરમિયાન ઘણા લોકો એવા હોય છે કે જેઓ ફોટોશોપ જેવી ટેક્નિકનો ઉપયોગ બૉલીવુડ સેલિબ્રિટીઓને બદનામ કરતા હોય છે. એમાં પણ ઘણી તસવીરો તો એવી રીતે ફોટોશોપ્ડ કરવામાં આવે છે કે જેની અસર સીધી જ જે તે સેલિબ્રિટી ઉપર થાય છે અને તેણે જાહેરમાં આવી ખુલાસો પણ આપવા મજબૂર થઈ જવું પડે છે.

ચાલો જોઇએ બૉલીવુડ સેલિબ્રિટીઓની ફોટોશોપ્ડ તસવીરો :

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

પહેલી તસવીર કે જેમાં મમ્મી ઐશ્વર્યા રાય ઘરેણાઓ સાથે સ્લિમ અને ટોન્ડ દેખાય છે કે જે સાચી નથી. એક જ્વૅલરી સ્ટોરના લૉન્ચિંગ પ્રસંગે ઐશ્વર્યા રાય ખૂબ જ ફૅટ જણાતા હતાં કે જે બીજી તસવીર જણાવે છે. એટલે પહેલી તસવીર ફુલ્લી ફોટોશોપ્ડ છે.

ઐશ ઑન મૅગેઝીન

ઐશ ઑન મૅગેઝીન

ધ એલે મૅગેઝીને ડિસેમ્બર-2010ના કવર પેજ પર ઐશ્વર્યાને ખૂબ જ ટોન્ડ દર્શાવી હતી. હકીકતમાં ઐશ્વર્યા રાય આવા હતા નહીં. આ કરામાત ફોટોશોપ વડે કરાઈ હતી.

કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલ

સિંઘમ ફિલ્મ સાથે 2011માં બૉલીવુડમાં એન્ટ્રી કરનાર કાજલ અગ્રવાલે દાવો કર્યો હતો કે એફએચએમ મૅગેઝીનના સપ્ટેમ્બર-2011 અંક માટે કરાયેલ ફોટોશૂટમાં તેમણે બ્લૅક ટૉપ પહેર્યુ હતું. કાજલે કહ્યુ હતું - મેં મૅગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યુ હતું, પરંતુ આવી રીતે નહીં. તે લોકોએ પિક્ચરને ફોટોશોપ્ડ કરી બદલી નાંખ્યુ હતું.

કરીના કપૂર

કરીના કપૂર

કરીના કપૂરની બિકિની પહેરેલી આ તસવીર સ્પષ્ટ રીતે ફોટોશોપ્ડ હતી કે જે ખૂબ વાયરલ થઈ હતી.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

આ ફોટોશોપનો શુદ્ધ જાદૂ છે કે જેમાં સિદ્ધાર્થનો હાથ કૅટરીના કૈફના નિષિદ્ધ ક્ષેત્રે પહોંચી ગયો. આ ફેક તસવીર હતી, પરંતુ કૅટ આ તસવીરને લઈને વિવાદમાં સપડાઈ ગયા હતાં.

પ્રીતિ દેસાઈ

પ્રીતિ દેસાઈ

અભય દેઓલના લિવ-ઇન ગર્લફ્રેન્ડ પણ ફોટોશોપ્ડ કરામાતનો ભોગ બન્યા હતાં. તેમણે આ તસવીર અંગે જણાવ્યુ હતું - ઇંટરનેટ ઉપર ખૂબ અશ્લીલતા ચાલી રહી છે. હું નથી વિચારતી કે લોકો આટલા ભોળા છે કે તેઓ કંઈ પણ વાંચી કે જોઈને વિશ્વાસ કરી લે.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

ધ ક્યૂટ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા કે જેઓ ફિલ્મોમાં મોસ્ટ્લી વાઇફ કે દેસી રોલ કરે છે, તેઓ પણ ફોટોશોપ્ડ તસવીરનો ભોગ બ્યા હતાં.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

બોલ્ડ એક્ટ્રેસ વિદ્યા બાલન પણ સૉફ્ટવૅર એક્સપર્ટ્સની યુક્તિનો ભોગ બની ચુક્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X