For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નૉન ફિલ્મી બૅકગ્રાઉન્ડ છતાં બની ગયા સ્ટાર : જાણો કોણ-કોણ છે આ યાદીમાં?

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 23 મે : બૉલીવુડમાં વારસાગત અભિનયની પરમ્પરા પૃથ્વીરાજ કપૂરથી શરૂ થઈ અને અમિતાભ બચ્ચન સુધી ચાલુ છે. એટલુ જ નહીં, અમિતાભ પછી પણ ખાન ખાનદાન તરફથી આ પરમ્પરા કદાચ ચાલુ જ રહેશે અને તે પછી પણ અનેક સ્ટાર પુત્રો કે પુત્રીઓ બૉલીવુડમાં વારસામાં અભિનય લઈને આવવાના છે.

પૃથ્વીરાજ કપૂરના ખાનદાનની વાત કરીએ તો રાજ કપૂર, શમ્મી કપૂર અને શશિ કપૂર બૉલીવુડના સ્ટાર હતાં, તો તેમના પછી રણધીર કપૂર, ઋષિ કપૂર, રાજીવ કપૂર અને તેમના પછી કરિશ્મા કપૂર, કરીના કપૂર અને રણબીર કપૂર જેવા પણ આ હારમાળામાં જોડાયાં. બીજી બાજુ અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચન, અનિલ કપૂરના પુત્રી સોનમ કપૂર, પંકજ કપૂરના પુત્ર શાહિદ કપૂર, આમિર ખાનના ભત્રીજા ઇમરાન ખાન, મહેશ ભટ્ટના પુત્રી પૂજા ભટ્ટ, આલિયા ભટ્ટ અને આવા તો કેટલાય નામ ગણાવી શકાય.

ફિલ્મી ફૅમિલી સાથે જોડાયેલા આવા અનેક સ્ટાર્સને સફળતા કદાચ તેમની મહેનતથી મળી હશે, પરંતુ તેમને બ્રેક લેવામાં બહુ મહેનત નહીં કરવી પડી હોય. બીજી બાજુ બૉલીવુડમાં એવા પણ અનેક સ્ટાર્સ છે કે જેમનો બૅકગ્રાઉન્ડ નૉન-ફિલ્મી છે અને છતાં તેમણે પોતાના પ્રયત્નોથી માત્ર બ્રેક જ નહીં, પણ સફળતા પણ હાસલ કરી છે.

ચાલો તસવીરો સાથે બતાવીએ નૉન-ફિલ્મી બૅકગ્રાઉન્ડ ધરાવતા બૉલીવુડ સ્ટાર્સ :

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

પ્રકાશ પાદુકોણેને કોણ નથી જાણતું. નેશનલ બૅડમિંટન પ્લેયર પ્રકાશ પાદુકોણે પોતાના પુત્રી દીપિકા પાદુકોણેને બૅડમિંટન પ્લેયર જ બનાવવા માંગતા હતાં, પરંતુ દીપિકાએ બૉલીવુડની પસંદગી કરી અને ઓમ શાંતિ ઓમ જેવી હિટ ફિલ્મ સાથે એન્ટ્રી મારી.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

ટ્રેડિશનલ સાઉથ ઇન્ડિયન ફૅમિલીમાંથી આવતા ઐશ્વર્યા રાય પોતાની મહેનતે માત્ર બૉલીવુડ જ નહીં, હૉલીવુડ સુધી સફળ રહ્યાં છે.

કંગના રાણાવત

કંગના રાણાવત

બૉલીવુડના ક્વીન કંગના રાણાવત હિમાચલ પ્રદેશમાં જૉઇંટ ફૅમિલીમાંથી આવે છે, પરંતુ આજે તેઓ એક સફળ અભિનેત્રી છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

ઇંટરનેશનલ દિવા પ્રિયંકા ચોપરાના માતા-પિતા ડૉ. અશોક ચોપરા અને ડૉ. મધુ ચોપરા તબીબી વ્યવસાયમાં હતાં, પરંતુ પ્રિયંકા આજે સ્થાપિત અભિનેત્રી જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય સિંગર પણ છે.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

સામાન્ય પરિવારમાંથી આવતા શાહરુખ ખાન પહેલા નાના પડદે હતાં અને પછી હેમા માલિનીએ તેમને દિલ આશના હૈ ફિલ્મમાં બ્રેક આપ્યો. શાહરુખ આજે બૉલીવુડના બાદશાહ ગણાય છે.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

જાજરમાન અભિનેત્રી વિદ્યા બાલન ટેલીવિઝન શો હમ પાંચમાં હતાં. તેમણે પંકજ ઉધાસ, યૂફોરિયા અને શુભા મુદગલના વીડિયો આલબમમાં સપોર્ટિંગ રોલ પણ કર્યા હતાં. વિદ્યાએ પરિણીતા ફિલ્મ સાથે બૉલીવુડમાં શાનદાર એન્ટ્રી કરી હતી.

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રા

અભિનેતા બનવા માંગતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ મૉડેલિંગથી શરુઆત કરી અને પછી કરણ જૌહર સાથે સહાયક દિગ્દર્શક રહ્યાં. સિદ્ધાર્થના પિતા ડૉક્ટર તથા માતા સ્કૂલ પ્રિંસિપલ છે. સિદ્ધાર્થે કરણની જ સ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાથે બૉલીવુડ પ્રવેશ કર્યો.

જ્હૉન અબ્રાહમ

જ્હૉન અબ્રાહમ

જ્હૉન અબ્રાહમ પણ નૉન-ફિલ્મી બૅકગ્રાઉન્ડ ધરાવે છે. મૉડેલિંગથી શરૂઆત કરનાર જ્હૉને જિસ્મ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં સફળ એન્ટ્રી કરી.

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ

વગર કોઈ ફિલ્મી બૅકગ્રાઉન્ડે રાજકુમાર રાવ નેશનલ ઍવૉર્ડ વિનર અભિનેતા બની ગયાં છે. તેમણે સાબિત કર્યું કે સફળ અભિનેતા પાછળ ફિલ્મી બૅકગ્રાઉન્ડ જરૂરી નથી.

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી

મુન્નાભાઈ એમબીબીએસમાં આપણે નવાઝુદ્દીન સિદ્દીકીને એક નાનકડા રોલ (પિકપૉકેટર)માં જોયા હતાં, પરંતુ ગૅંગ્સ ઑફ વાસેપુર તેમજ કહાની જેવી ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટિંગ વડે તેમણે પોતાની જાતને સાબિત કરી બતાવી.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

મેંગલોરની ટ્રેડિશનલ ફૅમિલીમાંથી આવતા શિલ્પા સુરેન્દ્ર તથા સુનંદા શેટ્ટીના દીકરી છે. બંને નૉન-ફિલ્મી છે. શિલ્પાએ લિમ્કા માટે મૉડેલિંગ દ્વારા કૅરિયર શરૂ કર્યું અને બાઝીગર ફિલ્મમાં નાનકડા રોલ દ્વારા બૉલીવુડમાં છવાઈ ગયાં.

રણદીપ હુડા

રણદીપ હુડા

સર્જન ડૉ. રણબીર હુડા તથા સામાજિક કાર્યકર આશા હુડાના પુત્ર રણદીપ હુડાએ મૅનેગમેંટ ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવે છે અને ઍરલાઇનમાં કામ કરતા હતાં. મૉડેલિંગ શરૂ કરતા પહેલા તેઓ પોતાના પ્રથમ થિયેટર પ્લે માટે રિહર્સલિંગ કરતા હતાં, તે જ દરમિયાન મીરા નાયરે તેમને બોલાવ્યાં. રણદીપે મૉનસૂન વેડિંગ ફિલ્મમાં બ્રેક પામ્યું.

સુષ્મિતા સેન

સુષ્મિતા સેન

આઈએએફ વિંગ કમાંડર તથા જ્વૅલરી ડિઝાઇનરના પુત્રી સુષ્મિતા સેને મિસ યુનિવર્સનો ખિતાબ હાસલ કર્યો અને દસ્તક ફિલ્મ સાથે બૉલીવુડમાં દસ્તક આપી.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

રૅમ્પ ટુ રિયલિટીનો ક્લાસિક દાખલો છે અનુષ્કા શર્મા. યશ રાજ ફિલ્મ્સે અનુષ્કાની નોંધ લીધી અને બૅન્ડ બાજા બારાત સાથે તેઓ બૉલીવુડમાં એન્ટર થયાં. જોકે તેમની પ્રથમ રિલીઝ ફિલ્મ રબ ને બના દી જોડી હતી.

જુહી ચાવલા

જુહી ચાવલા

પંજાબી ગર્લ 1984માં મિસ ઇન્ડિયા બન્યાં અને પછી તેમની પ્રથમ ફિલ્મ કયામત સે કયામત તક રિલીઝ થઈ.

બિપાશા બાસુ

બિપાશા બાસુ

સેક્સી બૉંગ બ્યુટી બિપાશા બાસુ પણ ફિલ્મી ફૅમિલીમાંથી નથી આવતાં. બિપાશા મેડિકલ પ્રોફેશનલ અને ચાર્ટર્ડ ઍકાઉંટંટ બનવા માંગતા હતાં, પરંતુ પછી તેઓ મૉડેલિંગમાં આવ્યાં અને ત્યાંથી અજનબી ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

ખિલાડી અક્ષય કુમાર પણ નૉન-ફિલ્મી બૅકગ્રાઉન્ડ ધરાવે છે. મૉડેલિંમાંથી અક્ષયે સંઘર્ષ કર્યો અને પછી એક્ટિંગ ક્ષેત્રે ઝંપલાવ્યું.

અર્જુન રામપાલ

અર્જુન રામપાલ

હૅન્ડસમ એક્ટર અર્જુન રામપાલ પણ મૉડેલિંગમાંથી એક્ટર બન્યાં.

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહ

જટ કુડી ચિત્રાંગદા સિંહ સ્મિતા પાટિલ જેવા દેખાય છે. તેઓ પણ નૉન-ફિલ્મી બૅકગ્રાઉન્ડ ધરાવે છે.

બોમન ઈરાની

બોમન ઈરાની

બેકરીના વ્યવસાયમાં માતાની મદદ કરનાર બોમન ઈરાનીએ સપોર્ટિંગ એક્ટર તરીકે બૉલીવુડમાં એન્ટ્રી કરી અને આજે તેઓ એક સ્થાપિત કલાકાર છે.

English summary
Many celebrities are from non-filmy family. Here is a list of Bollywood celebrities who have made it big without having a filmy family background.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X