• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : બૉલીવુડમાં હવે ઝીરો સાઇઝ નહીં, સુડોળ કાયાનો જમાનો!

|

મુંબઈ, 17 જાન્યુઆરી : સાંભળતા જરાક વિચિત્ર લાગે, પણ હકીકત આ જ છે કે આજે બૉલીવુડમાં જે અભિનેત્રીઓનો સિક્કો ચાલે છે, તે ઝીરો સાઇઝ નહીં, પણ બબલી બૉડી ધરાવે છે. લોકોને હવે પાતળી કંમર સાથે કઈ લેવા-દેવા નથી, બલ્કે હવે તો તેમને ભરાવદાર કાયા ધરાવતી યુવતીઓ ગમી રહી છે. આની પાછળનું કારણ એમ પણ મનાય છે કે હવે દર્શકો માત્ર હીરોઇનની બૉડીને જ મહત્વ નથી આપતાં, પણ તેમના માટે અભિનેત્રીની એક્ટિંગ પણ મહત્વ ધરાવે છે.

આજે લોકો માટે સેક્સી હસીનાઓનો મતલબ સુંદર કાયા નહીં, પણ તેવી અભિનેત્રી છે કે જે આંખો અને પોતાની બૉડી દ્વારા ફિલ્મોમાં અદાઓ પૂરે છે. જેના અભિનયમાં તાકાત હોય છે અને જેની ગેરહાજરીથી ફિલ્મની વાર્તા ઉપર અસર પડે છે. આજના ટ્રેન્ડે સાબિત કરી આપ્યું છે કે આજના દર્શકો તેમને જ પસંદ કરે છે કે જેમની પાસે અભિનય હોય છે. હવે ભલે તે જાડી કેમ ન હોય. લોકો તેને પસંદ નથી કરતાં કે જે દેખાવમાં સુંદર હોય, પણ એક્ટિંગની એબીસીડી પણ ન આવડતી હોય.

બૉલીવુડમાં સેક્સી કાયા ધરાવતી અભિનેત્રીઓને મહત્વ આપવાના ચલણમાં બદલાવ આવી રહ્યો છે. અભિનયના બળે સુડોળ કાયા ધરાવતી અભિનેત્રીઓએ પોતાનું સ્થાન બૉલીવુડમાં જમાવ્યું છે. આ યાદીમાં સોનાક્ષી સિન્હા, વિદ્યા બાલન, પરિણીતી ચોપરા જેવા નામો પણ સામેલ છે કે જેમણે પોતાની સુડોળ કાયાની શાન દાખવી.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

ફિલ્મોદ્યોગ સાથે જોડાતા પહેલા સોનાક્ષીનું વજન 90 કિલો હતું. પ્રથમ ફિલ્મ દબંગ પહેલા તેમણે 30 કિલો વજન ઘટાડ્યું, પણ ઝીરો ફિગર ન મેળવી શક્યાં. આમ છતાં અભિનય ક્ષમતા વડે તેઓ સફળતાની સીડી ચઢી રહ્યાં છે.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

વિદ્યાને આ બાબતની ચિંતા નથી રહેતી કે બીજાઓ તેમની કાયા અંગે શું કહે છે? વિદ્યા પોતાને આત્મવિશ્વાસથી ભરપૂર રાખે છે અને ફૅન્સ તેમના અભિનયના ફૅન થઈ જાય છે. તેમના અભિનય કૌશલ્યની ક્યારેય અવગણ નથી થઈ. 2011માં ધ ડર્ટી પિક્ચર માટે વિદ્યાએ વજન વધાર્યુ પણ હતું અને ફિલ્મમાં સિલ્ક સ્મિતાના પાત્ર માટે તેમણે રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યું.

હુમા

હુમા

રેસ્ટોરંટ માલિક સલીમ કુરૈશીના પુત્રી હુમા પોતાની જાતને ખાવાના શોખીન કહે છે. તેમને વજન ઘટાડવામાં રસ નથી, પણ તેઓ ફિટ રહેવામાં વિશ્વાસ ધરાવે છે. હુમાને લાગે છે કે તેમનું વજન તેમના માર્ગમાં અવરોધ નથી. તાજેતરમાં જ ડેઢ ઇશ્કિયા ફિલ્મમાં તેમના કામ માટે હુમાના વખાણ થયા છે.

પરિણીતી ચોપરા

પરિણીતી ચોપરા

પ્રિયંકા ચોપરાની પિતરાઈ બહેન પરિણીતી ચોપરાને પણ બબલી કહેવામાં આવે છે. ઇશકઝાદેમાં પરિણીતીએ લહંગેથી માંડી જિંસ-ટી શર્ટ અને કુર્તા જેવા વસ્ત્રો પહેર્યાં. તેઓ પણ પોતાના અભિનય કૌશલ્ય પર ધ્યાન આપે છે.

સન્ની લિયોન

સન્ની લિયોન

કૅનેડિયન એડલ્ટ ફિલ્મોના ચર્ચિત હસ્તીમાંથી બૉલીવુડ અભિનેત્રી બનનાર સન્ની લિયોને 2012માં જિસ્મ 2 સાથે બૉલીવુડ પ્રવેશ કર્યો અને તેમની સુડોળ કાયા સાથે તેમનો સ્વીકાર થયો. સન્નીએ સાબિત કરી આપ્યું કે બિકિની જેવા નાના કપડા પહેરવા માટે ઝીરો સાઇઝ ફિગરની જરૂર નથી હોતી.

English summary
Curvy actresses are in vogue. The likes of Sonakshi Sinha and Huma Qureshi are the antithesis of the anorexic look, the so-called size-zero, once a fad in filmdom. The game changers have managed to turn any perceived disadvantages of their figures into cinematic assets. 
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more