Interesting : કહો ના પ્યાર હૈ.... પણ કહેતા નથી....

મુંબઈ, 11 નવેમ્બર : બૉલીવુડ કપલ્સ વચ્ચે રિલેશનશિપ અને બ્રેક-અપ્સના દોર ચાલતા રહે છે, પરંતુ હાલમાં જે કપલ્સ સ્પષ્ટ રીતે રિલેશનશિપમાં દેખાઈ રહ્યા છે, તેઓ ખુલ્લેઆમ તેનો સ્વીકાર કરવા તૈયાર નથી.

દાખલા તરીકે રણબીર કપૂર અને કૅટરીના કૈફ કે જેઓ છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી રિલેશનશિપમાં છે. અહીં સુધી કે બંનેએ એક મકાન લઈ સાથે રહેવાનો પણ નિર્ણય કરી લીધો છે, પરંતુ આજ સુધી બંનેએ એક-બીજાના સંબંધોનો સરાજાહેર સ્વીકાર કર્યો નથી.

આવુ જ કંઇક વધુ એક કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે અંગે પણ આપણે જોતા-સાંભળતા આવ્યા છીએ. રામલીલા ફિલ્મના સેટ પર આ બંને પ્રેમમાં પડ્યાં અને દરેક પાર્ટી-ઇવેંટ્સમાં બંનેને સાથે જોઈ પણ શકાય છે, પરંતુ આમ છતાં બંનેએ ક્યારેય જાહેરમાં નથી કહ્યું કે હા, અમે એક-બીજાને પ્રેમ કરીએ છીએ.

આલિયા ભટ્ટ પણ રિલેશનશિપની બાબતમાં સતત અફવાઓમાં રહે છે. ક્યારેક સ્ટુડન્ટ ઑફ ધ ઈયરના કો-સ્ટાર વરુણ ધવન, તો ક્યારેક 2 સ્ટેટ્સના કો-સ્ટાર અર્જુન કપૂર સાથે આલિયા ભટ્ટના અફૅરની ચર્ચાઓ ચાલે છે. તેવી જ રીતે સોનાક્ષી સિન્હા અને શાહિદ કપૂર પણ પોતાના અફૅર અંગે સતત ચર્ચામાં રહે છે.

ચાલો જોઇએ એવા કપલ્સ કે જેમને આપણે કહી રહ્યાં છીએ - કહો ના પ્યાર હૈ :

રણબીર-કૅટ

રણબીર-કૅટ

રણબીર કપૂર અને કૅટરીના કૈફ હવે નવા મકાનમાં સાથે-સાથે રહેવા માટે શિફ્ટ થવા જઈ રહ્યા છે, પરંતુ અત્યાર સુધી બંનેએ પોતાની રિલેશનશિપ જાહેર કરી નથી.

અનુષ્કા-વિરાટ

અનુષ્કા-વિરાટ

ક્રિકેટ સ્ટેડિયમમાં વિરાટ કોહલીએ અનુષ્કા શર્માને ફ્લાઇંગ કિસ આપી. હવે આનાથી વધુ શું કહી શકાય. આમ છતાં વિરાટ-અનુષ્કાએ જાહેરમાં નથી કહ્યું કે હા, હમેં પ્યાર હૈ...

રણવીર-દીપિકા

રણવીર-દીપિકા

રામલીલા ફૅમ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે દરેક ઇવેંટ્સમાં હમ સાથ સાથ હૈંની જેમ પહોંચે છે, પરંતુ ખુલાસાના નામે બંનેએ ડિંગો જ બતાવ્યો છે.

આદિત્ય-શ્રદ્ધા

આદિત્ય-શ્રદ્ધા

આશિકી 2 ફૅમ આદિત્ય રૉય કપૂર તથા શ્રદ્ધા કપૂર સતત એક-બીજાને ડેટિંગ કરી રહ્યા છે. તાજેતરમાં બંને હૅલોવીન પાર્ટીમાં પણ સાથે દેખાયાં. હરામ છે કે બંનેમાંથી કોઈ પણ મોઢું ખોલે...

અર્જુન-સોનાક્ષી

અર્જુન-સોનાક્ષી

અર્જુન કપૂર સોનાક્ષી સિન્હાને ડેટ કરી રહ્યા છે, પરંતુ જાહેરમાં બંને મૌન છે.

આલિયા-સિદ્ધાર્થ

આલિયા-સિદ્ધાર્થ

આલિયા ભટ્ટનું નામ વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને અર્જુન કપૂર સાથે જોડાઈ ચુક્યું છે. તેમાં પણ આલિયા-સિદ્ધાર્થ વચ્ચે રિલેશનશિપ તો સૌથી વધુ ચર્ચામાં છે, પરંતુ બંનેએ તેનો સ્વીકાર કર્યો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X