Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

તેવર ટુ તમાશા : અધધ... બે ડઝન મહત્વની ફિલ્મો આવશે આ વર્ષે, જાણો Full Release Data

વર્ષ 2015 શરૂ થઈ ગયો છે. 2014માં એકથી બઢકે એક ફિલ્મો જોઈ ચુકેલા બૉલીવુડ પ્રેમીઓ નવા વર્ષે આવનાર ફિલ્મોનું લિસ્ટ ફેંદવાનું શરૂ કરી ચુક્યાં હશે. તો ચાલો, અમે આપની શોધ થોડીક સરળ કરી દઇએ. અહીં અમે આપને વર્ષ 2015ની 21 એવી ફિલ્મો અંગે જણાવવા જઈ રહ્યાં છીએ કે જેને જોવાની તમામ દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

વર્ષ 2014માં અનેક ફિલ્મો આવી, અનેકે બૉક્સ ઑફિસે ધમાલ મચાવી, તો અનેક ફ્લૉપ નિવડી. વર્ષ 2014માં 9 ફિલ્મોએ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી, જ્યારે અનેક નવા ચહેરાઓએ પણ બૉલીવુડમાં મુકામ હાસલ કર્યો. બીજી બાજુ આ વર્ષની જેમ 2015માં પણ ખાસ દિવસોએ દર્શકો માટે શાહરુખ-સલમાનની ફિલ્મો રિલીઝ થશે, જ્યારે 2015માં આમિરની કોઈ ફિલ્મ રિલીઝ નહીં થાય.

ખેર, 2015માં આવનાર કેટલીક ફિલ્મોએ આ વર્ષથી જ પોતાના પોસ્ટરો, કાસ્ટ તથા શૂટિંગના સમાચારો દ્વારા દર્શકોના દિલોમાં ઉત્સુકતા પેદા કરી દીધી છે. ઝોયા અખ્તરની દિલ ધડકને દો હોય કે સૂરજ બરજાત્યાની પ્રેમ રતન ધન પાયો હોય. આ ફિલ્મોનો દર્શકો ઉત્સુકતા સાથે ઇંતેજાર કરશે.

તો ચાલો જોઇએ 2015માં આવનાર 21 મોસ્ટ અવેટેડ ફિલ્મો :

તેવર

તેવર

બોની કપૂર નિર્મિત તેવર એક એક્શન-રોમાંસ ફિલ્મ છે. અમિત શર્મા દિગ્દર્શિત તેવરમાં અર્જુન કપૂર, સોનાક્ષી સિન્હા, કાદર ખાન અને મનોજ બાજપાઈ લીડ રોલમાં છે. નવા વર્ષે રિલીઝ થનારી આ પહેલી મહત્વની ફિલ્મ હશે. હા જી, તેવર 9મી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

બૅબી

બૅબી

નીરજ પાન્ડે દિગ્દર્શિત બૅબી ફિલ્મમાં અક્ષય કુમાર, રાણા દુગ્ગુબાતી તથા અનુપમ ખેર લીડ રોલમાં છે. આ ફિલ્મ પણ આજ મહીને 23મી તારીખે રિલીઝ થશે.

શમિતાભ

શમિતાભ

આર બાલ્કી દિગ્દર્શિત શમિતાભ ડ્રામા ફિલ્મ છે કે જેમાં અમિતાભ બચ્ચન, ધનુષ અને અક્ષરા હસન લીડ રોલમાં છે. આ ફિલ્મ 6ઠી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

રૉય

રૉય

વર્ષ 2015માં આવનાર ફિલ્મોમાં રૉયનું નામ સૌથી પહેલું આવે છે કે જેનો દર્શકો દિલ થામીને ઇંતેજાર કરી રહ્યા છે. વિક્રમજીત સિંહ દિગ્દર્શિત રૉયનું ટ્રેલર સસ્પેંસ ભર્યું છે કે જે લોકોને ગમ્યું છે. ફેબ્રુઆરીમાં રિલીઝ થતી રૉયમાં જૅકલીન ફર્નાન્ડીઝ તથા અર્જુન રામપાલ મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે રણબીર કપૂર કૅમિયો રોલ ભજવી રહ્યાં છે, પણ તેમનું પાત્ર ખૂબ જ મજબૂત બતાવાઈ રહ્યું છે. રૉય 13મી ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

બદલાપુર

બદલાપુર

વરુણ ધવનના બદલાયેલા તેવર જોવા માટે દર્શકો અત્યારથી જ અધીર છે. બદલાપુરના પોસ્ટર્સ અત્યારથી જ ઉત્સુકતા વધારી રહ્યા છે. શ્રીરામ રાઘવન દિગ્દર્શિત બદલાપુરમાં વરુણ ઉપરાંત નવાઝુદ્દીન સિદ્દીકી, હુમા કુરૈશી તથા યામી ગૌતમ લીડ રોલમાં છે. વુરણના ટફ લુકને લોકો પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ 20મી ફેબ્રુઆરીના રોજ રૂપેરી પડદે એન્ટ્રી મારશે.

ડિટેક્ટિવ બ્યોમકેશ બક્શી

ડિટેક્ટિવ બ્યોમકેશ બક્શી

છેલ્લા બે વર્ષોમાં સુશાંત સિંહ રાજપૂત એક શ્રેષ્ઠ અભિનેતા તરીકે ઉપસ્યા છે. આ વર્ષના અંતે પીકેમાં સુસાંતની ઝલક જોયા બાદ 2015માં આવનાર ફિલ્મ ડિટેક્ટિવ બ્યમોમકેશ બક્શીનો લોકોને ઇંતેજાર છે. દિગ્દર્શક દિબાકર બૅનર્જીની ફિલ્મમાં સુશાંત ઉપરાંત શ્વાસ્તિકા મુખર્જી અને આનંદ તિવારી લીડ રોલમાં છે. આ ફિલ્મ 10મી એપ્રિલે રિલીઝ થવાની છે.

ગબ્બર

ગબ્બર

ક્રિશ દિગ્દર્શિત ગબ્બર ક્રાઇમ-એક્સન ફિલ્મ છે. 3જી એપ્રિલે રિલીઝ થતી આ ફિલ્મમાં અક્ષય કુમાર,શ્રુતિ હસન અને પ્રકાશ રાજ લીજ રોલમાં છે.

ફૅંટમ

ફૅંટમ

કબીર ખાન દિગ્દર્શિત ફૅંટમ એક્શન-ડ્રામા ફિલ્મ છે કે જેમાં સૈફ અલી ખાન અને કૅટરીના કૈફ લીડ રોલ કરી રહ્યા છે. આ ફિલ્મ પણ 3જી એપ્રિલે જ રિલીઝ થશે.

પીકૂ

પીકૂ

શૂજિત સરકાર દિગ્દર્શિત પીકૂ ફિલ્મ કૉમેડી-ડ્રામા ફિલ્મ છે. 30મી એપ્રિલે રિલીઝ થનારી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણે, ઇરફાન ખાન, મૌસમી ચૅટર્જી તથા જિસુ સેનગુપ્તા લીડ રોલ કરી રહ્યા છે.

બૉમ્બે વેલ્વેટ

બૉમ્બે વેલ્વેટ

અનુરાગ કશ્યપની ફિલ્મ બૉમ્બે વેલ્વેટ અત્યાર સુધી ચર્ચામાં છે. આ વર્ષે રણબીર કપૂરની એક પણ ફિલ્મ ન આવી. એટલે લોકોને રણબીરની ફિલ્મનો ઇંતેજાર 2015માં રહેશે. બૉમ્બે વેલ્વેટમાં રણબીર ઉપરાંત અનુષ્કા શર્મા, કરણ જૌહર અને રવીના ટંડન લીડ રોલમાં છે. આ ફિલ્મ 15મી મેએ રિલીઝ થશે.

દિલ ધડકને દો

દિલ ધડકને દો

ઝોયા અખ્તરની ફિલ્મ દિલ ધડકને દોની સ્ટારકાસ્ટ જોતા આ ફિલ્મ ઉત્સુકતા પેદા કરે છે. ફરહાન અખ્તર, રણવીર સિંહ, પ્રિયંકા ચોપરા, અનુષ્કા શર્મા તેમજ અનિલ કપૂર આ ફિલ્મના લીડ કલાકારો છે. ફિલ્મના પહેલા જ પોસ્ટરે લોકોમાં ઉત્સુકતા પેદા કરી હતી. આ ફિલ્મ 5મી જૂને રિલીઝ થવાની છે.

એબીસીડી 2

એબીસીડી 2

એબીસીડીની સિક્વલ અને રેમો ડિસૂઝા દિગ્દર્શિત એબીસીડી 2 26મી જૂને રિલીઝ થશે. વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, પ્રભુ દેવા, લૉરેન ગૉટલીબ તથા પુનીત પાઠક લીડ રોલમાં છે.

બજરંગી ભાઈજાન

બજરંગી ભાઈજાન

કબીર ખાન દિગ્દર્શિત એક્શન-ડ્રામા ફિલ્મમાં સલમાન ખાન અને કરીના કપૂરની જોડી જોવા લોકો ખૂબ જ આતુર રહેશે. આ ફિલ્મ 17મી જુલાઈએ રિલીઝ થવાની છે.

બ્રધર્સ

બ્રધર્સ

કરણ મલ્હોત્રા દિગ્દર્શિત ડ્રામા ફિલ્મ બ્રધર્સ 31મી જુલાઈના રોજ મોટા પડદે આવશે. ફિલ્મમાં અક્ષય કુમાર, સિદ્ધાર્થ મલ્હોત્રા, જૅકલીન ફર્નાન્ડીઝ તથા જૅકી શ્રૉફ લીડ રોલમાં છે.

ફૅન

ફૅન

મનીષ શર્મા દિગ્દર્શિત ડ્રામા ફિલ્મ ફૅનમાં શાહરુખ ખાન અને ઇલિયાના લીડ રોલમાં છે. આ ફિલ્મ 14મી ઑગસ્ટે રિલીઝ થશે.

જગ્ગા જાસૂસ

જગ્ગા જાસૂસ

2015માં રણબીરની વધુ એક ફિલ્મ જગ્ગા જાસૂસ પણ આવશે. અનુરાગ બાસુની ફિલ્મ જગ્ગા જાસૂસમાં રણબીર સાથે કૅટરીના કૈફ લીડ રોલમાં છે. રણબીર-કૅટ હાલ રીયલ લિવ લાઇફમાં પણ પ્રેમી-પંખીડા છે. તેથી આ જોડી ફિલ્મની યૂએસપી બની રહેશે. આ ફિલ્મ 28મી ઑગસ્ટે રિલીઝ થશે.

સિંહ ઇઝ બ્લિંગ

સિંહ ઇઝ બ્લિંગ

પ્રભુ દેવા દિગ્દર્શિત સિંહ ઇઝ બ્લિંગ ફિલ્મમાં અક્ષય કુમાર અને ક્રિતી સૅનન લીડ રોલમાં છે. ફિલ્મ 2જી ઑક્ટોબરે રિલીઝ થવાની છે.

પ્રેમ રતન ધન પાયો

પ્રેમ રતન ધન પાયો

સૂરજ બરજાત્યાની સલમાન ખાન સાથેની આ ફિલ્મ દર્શકોની વિશ-લિસ્ટમાં છે. પ્રેમ રતન ધન પાયોમાં સલમાન ખાન ફરી એક વાર પ્રેમ તરીકે જોવા મળશે. ફિલ્મમાં પહેલી વખત સોનમ કપૂર તેમના હીરોઇન બન્યા છે, તો નીલ નિતિન મુકેશ પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ 11મી નવેમ્બરે રિલીઝ થવાની છે.

બાજીરાવ મસ્તાની

બાજીરાવ મસ્તાની

વર્ષ 2015ના અંતે આવનાર સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ બાજીરાવ મસ્તાની અત્યારથી જ ખૂબ ચર્ચામાં છે. ક્યારેક રણવીરના ટકલા લુકના કારણે, તો ક્યારેક પ્રિયંકા ચોપરા બેહોશ થઈ જવાના કારણે. બાજીરાવ મસ્તાની પાસે દર્શકોને બહુ આશાઓ છે. ફિલ્મમાં રણવીર સિંહ, દીપિકા પાદુકોણે તથા પ્રિયંકા લીડ રોલમાં છે. આ ફિલ્મ 25મી ડિસેમ્બરે રિલીઝ થશે.

તમાશા

તમાશા

ઇમ્તિયાઝ અલી દિગ્દર્શિત રોમાંસ-ડ્રામા ફિલ્મ તમાશામાં ફરી એક વાર રણબીર કપૂર અને દીપિકા પાદુકોણેની જોડી ચમકશે. આ ફિલ્મ પણ 25મી ડિસેમ્બરે જ રિલીઝ થશે.

શાનદાર

શાનદાર

ક્વીન ફૅમ વિકાસ બહલ દિગ્દર્શિત શાનદાર ફિલ્મમાં શાહિદ કપૂર અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે.

રઈસ

રઈસ

વર્ષ 2015માં શાહરુખ ખાનની બે ફિલ્મો આવી શકે છે. એક રાહુલ ધોળકિયાની રઈસ, જ્યારે બીજી મનીષ શર્માની ફૅન. રઈસ જુલાઈમાં રિલીઝ થશે કે જેમાં શાહરુખ સાથે ફરહાન અખ્તર અને નવાઝુદ્દીન સિદ્દીકી પણ હશે.

વેલકમ બૅક

વેલકમ બૅક

વર્ષ 2007માં આવેલી વેલકમની સિક્વલ વેલકમ બૅક 2015માં હસાવવા આવશે. અનીસ બઝ્મી દિગ્દર્શિત વેલકમ બૅકમાં જ્હૉન અબ્રાહમ, અનિલ કપૂર, નાના પાટેકર, શ્રુતિ હસન, પરેશ રાવલ, ડિમ્પલકાપડિયા, નસીરુદ્દીન શાહ તથા શાઇની આહુજા લીડ રોલમાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X