Dharmendra: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી અપાઈ રજા, જીવનની લડાઈ જીતીને ઘરે પરત ફર્યા

Dharmendra Health Updates: શ્વાસની તકલીફને કારણે હોસ્પિટલમાં દાખલ 89 વર્ષીય ધર્મેન્દ્રની તબિયતમાં સુધારો થતા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી કરાઈ રજા, પુત્ર બોબી દેઓલ સાથે એમ્બ્યુલન્સમાં ઘરે રવાના.

Dharmendra Health Updates

હિન્દી સિનેમાના લિજેન્ડરી અભિનેતા ધર્મેન્દ્ર આખરે સ્વાસ્થ્યની લાંબી લડાઈ જીતીને ઘરે પરત ફર્યા છે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 89 વર્ષીય 'હી-મેન' ધર્મેન્દ્રને બુધવારે સવારે ડોક્ટરો દ્વારા રજા (Discharge) આપવામાં આવી છે.

ધર્મેન્દ્રના પરિવારે ડોક્ટરોની સલાહનું પાલન કર્યું અને તેમને હોસ્પિટલમાંથી ઘરે લઈ જવાનો નિર્ણય લીધો હતો. હોસ્પિટલની બહારનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેતા તેમના નાના પુત્ર બોબી દેઓલ સાથે એમ્બ્યુલન્સમાં ઘરે જતા જોવા મળ્યા હતા.

શ્વાસની તકલીફના કારણે હતા વેન્ટિલેટર સપોર્ટ પર

ધર્મેન્દ્રને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને તાત્કાલિક બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને થોડા સમય માટે વેન્ટિલેટર સપોર્ટ પર પણ રાખવામાં આવ્યા હતા. તેમના સ્વાસ્થ્યની ખબર પૂછવા માટે સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન, ગોવિંદા અને અમીષા પટેલ જેવા બોલિવૂડના દિગ્ગજો હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા.

મૃત્યુની અફવાઓ પર પરિવારે આપી હતી સ્પષ્ટતા

નોંધનીય છે કે, ગઈકાલે સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રના મૃત્યુના ખોટા સમાચારો ઝડપથી ફેલાયા હતા, જેના કારણે તેમના ચાહકોમાં તણાવ ફેલાયો હતો. જોકે, તેમની પત્ની હેમા માલિની અને પુત્રી ઈશા દેઓલે તાત્કાલિક સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરીને આ અફવાઓનું ખંડન કર્યું હતું અને જણાવ્યું હતું કે તેમની તબિયત સ્થિર છે અને સુધારો થઈ રહ્યો છે.

ધર્મેન્દ્રના ઘરે પરત ફરવાથી તેમના પરિવારજનો અને ચાહકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X