જાણીતા બૉલીવુડ ફોટોગ્રાફર જગદીશ માલીનું નિધન
મુંબઈ, 13 મે : જાણીતા બૉલીવુડ ફોટોગ્રાફર તથા અભિનેત્રી અંતરા માલીના પિતા જગદીશ માલીનું સોમવાર સવારે નિધન થઈ ગયું. તેઓ 60 વરસના હતાં. જગદીશ માલીએ મુંબઈના નાણાવટી હૉસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.

અસ્પતાલ સૂત્રોના જણાવ્યા મુજબ - હા, જગદીશ માલીનું સોમવારે સવારે નિધન થઈ ગયું. તેમના નિધનનું કારણ જાણવા મળ્યું નથી અને તેમના કોઈ સંબંધીએ પણ તેનો ખુલાસો કર્યો નથી.
ફિલ્મકાર અશોક પંડિતે જગદીશ માલીના મોત અંગે દુઃખની લાગણી વ્યક્ત કરતાં ટ્વિટર ઉપર લખ્યું - પ્રસિદ્ધ ફોટોગ્રાફર જગદીશ માલીનું સોમવારે સવારે 11.20 વાગ્યે નાણાવટી હૉસ્પિટલમાં નિધન થઈ ગયું. આપણને તેમની ઉણપ સાલશે. ભગવાન તેમના આત્માને શાંતિ અર્પે.
જગદીશ માલી ગત જાન્યુઆરીમાં ચર્ચામાં આવ્યા હતાં કે જ્યારે તેઓ મુંબઈના માર્ગ ઉપર અસ્ત-વ્યસ્ત અને મતિભ્રમ અવસ્થામાં મળ્યા હતાં. સલમાન ખાને તેમને પોતાના ઘરે લઈ જઈ આસરો આપ્યો હતો.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
