For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૉલીવુડમાંથી પોસ્ટર જ નહીં, આખી ફિલ્મોમાં ઉપાડી લેવાય છે

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 19 મે : બૉલીવુડ હૉલીવુડ ફિલ્મોની કૉપી અને રીમેક કરવા માટે જાણીતું છે. આપણે જ્યારે બૉલીવુડ રીમેક ફિલ્મોની યાદી જોઇએ અને તપાસીએ, તો આશ્ચર્ય થાય છે કે ઘણી બૉલીવુડ ફિલ્મો હૉલીવુડ ફિલ્મોની રીમેક છે. બૉલીવુડમાં રીમેક આજકાલ સામાન્ય બાબત બની ગઈ છે. બૉલીવુડ સ્ટાર્સ ફિલ્મોની ફરી બનાવે છે, તો સંગીત દિગ્દર્શકો હૉલીવુડ ટ્યુનની કૉપી કરે છે.

જોકે એવું નથી કે હૉલીવુડ ફિલ્મોમાંથી બનાવવામાં આવેલી બૉલીવુડ રીમેક ફિલ્મો બધી જ હિટ થતી હોય. જેમ કે પ્લેયર્સ એક એવી બૉલીવુડ ફિલ્મ છે કે જે હૉલીવુડની સફળ હિટ ફિલ્મ ધ ઇટાલિયન જૉબની રીમેક હતી, પરંતુ ફ્લૉપ નિવડી હતી. જોકે ઘણી ફિલ્મો સુપરહિટ પણ થઈ છે.

બૉલીવુડ પર હૉલીવુડની અસર એમ તો પોસ્ટર્સ અને સંગીતમાં અનેક વખત દેખાઈ આવે છે. અનેક બૉલીવુડ ફિલ્મોના પોસ્ટર્સ હૉલીવુડ ફિલ્મોમાંથી કૉપી કરાયેલા હોય છે, પરંતુ અમે આપને બતાવીશું એવી બૉલીવુડ ફિલ્મો કે જે આખી હૉલીવુડમાંથી ઉઠાવી લેવાઈ છે.

હમ તુમ

હમ તુમ

હમ તુમ હિટ ફિલ્મ હતી કે જે જૂની હૉલીવુડ ફિલ્મ વ્હેન હૅરી મેટ સૅલી પર આધારિત હતી.

વેલકમ

વેલકમ

અક્ષય કુમારની હિટ ફિલ્મોમાં એક 2008માં આવેલી વેલકમ હૉલીવુડ ફિલ્મ મૅરિંગ ધ માફિયા (કોરિયન ફિલ્મ) તથા મિકી બ્લ્યુ આઈઝની રીમેક હતી.

જો જીતા વહી સિકંદર

જો જીતા વહી સિકંદર

આમિર ખાનની હિટ ફિલ્મ જો જીતા વહી સિકંદર હૉલીવુડ ફિલ્મ બ્રેકિંગ અવેની રીમેક હતી.

લાઇફ ઇન ઍ મેટ્રો

લાઇફ ઇન ઍ મેટ્રો

છ અલગ-અલગ કહાનીઓ વર્ણવતી લાઇફ ઇન ઍ મેટ્રો ફિલ્મ ધ ઍપાર્ટમેંટની રીમેક હતી.

પ્યાર તો હોના હી થા

પ્યાર તો હોના હી થા

વધુ એક બૉલીવુડ રીમેક કે જે આપણને વારંવાર જોવા ગમે છે. અજય દેવગણ તથા કાજોલની આ ફિલ્મ ધ ફ્રેંચ કિસની રીમેક હતી.

સત્તે પે સત્તા

સત્તે પે સત્તા

અમિતાભ બચ્ચનની હિટ ફિલ્મ સત્તે પે સત્તા 1954માં આવેલી સેન બ્રાઇડ્સ ફૉર સેવન બ્રધર્સ ફિલ્મની રીમેક હતી.

હે બૅબી

હે બૅબી

કૉમેડી ફિલ્મ હે બૅબી જૂની હૉલીવુડ ફિલ્મ 2 મેન એન્ડ ઍ બૅબી પર આધારિત હતી.

ગઝની

ગઝની

ગઝની ફિલ્મનું આ પોસ્ટર ધ હક ફિલ્મની કૉપી હતી, તો ફિલ્મ પોતે પણ 2000માં આવેલી મેમેન્ટોની રીમેક હતી.

બ્લૅક

બ્લૅક

સંજય લીલા ભાનુશાળી નિર્મિત, રાણી મુખર્જી તથા અમિતાભ બચ્ચન અભિનીત અને નેશનલ ઍવૉર્ડ વિજેતાફિલ્મ બ્લૅકના ઘણા દૃશ્યો ધ મિરેકલ વર્કર ફિલ્મમાંથી કૉપી કરેલા હતાં.

ઐતરાઝ

ઐતરાઝ

અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરાની હિટ ફિલ્મ ઐતરાઝ હૉલીવુડ ફિલ્મ ડિસક્લોઝરની રીમેક હતી.

પાર્ટનર

પાર્ટનર

સલમાન ખાન અને ગોવિંદાની કૉમેડી ફિલ્મ પાર્ટનર 2005માં આવેલી હૉલીવુડ ફિલ્મ હિચની રીમેક હતી.

ચાચી 420

ચાચી 420

1997માં રિલીઝ થયેલી કમલ હસનની ફિલ્મ ચાચી 420 સને 1993માં આવેલી મિસિસ ડાઉટફાયર ફિલ્મની રીમેક હતી.

મર્ડર

મર્ડર

રિચાર્ડ ગેરની 2002માં આવેલી ફિલ્મ અનફેથફુલની કૉપી હતી બૉલીવુડ ફિલ્મ મર્ડર.

English summary
There are only certain Bollywood remakes of Hollywood films which were superhit and can be seen again and again. Here is a list of Bollywood remakes of Hol.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X