હિટ તામિળ ફિલ્મોની સુપરહિટ બૉલીવુડ રીમેક, કેટલીક ફ્લૉપ પણ રહી!
મુંબઈ, 22 ઑગસ્ટ : બૉલીવુડમાં રીમેક ફિલ્મોનો જમાનો આજથી નથી ચાલતો. હમ આપકે હૈં કૌનથી લઈ કિક અને સિંઘમ રિટર્ન્સ જેવી અનેક ફિલ્મો છે કે જેની મૂળ ફિલ્મો તે જ નામે અથવા બીજા નામે લોકો જોઈ ચુક્યા હોય છે. તેમાં પણ આજકાલ તો મોટાભાગની બૉલીવુડ રીમેક સાઉથની હિટ ફિલ્મોમાંથી બનાવવામાં આવે છે.
સાઉથની હિટ ફિલ્મોની બૉલીવુડ રીમેકમાં તાજા નામો સલમાન ખાન અને જૅકલીન ફર્નાન્ડીઝ અભિનીત કિક તથા અજય દેવગણ અને કરીના કપૂર અભિનીત સિંઘમ રિટર્ન્સનો સમાવેશ થાય છે. બંને ફિલ્મ સુપરહિટ રહી છે કે જે સાઉથની હિટ ફિલ્મોમાંની રીમેક છે, પરંતુ આજે અમે વાત કરી રહ્યા છે સાઉથની ફિલ્મોમાં પણ હિટ તામિળ ફિલ્મોની કે જેમાંથી બૉલીવુડ રીમેક બનાવવામાં આવી. તેમાંની કેટલીક ફિલ્મો હિટ રહી, તો કેટલીકે નિષ્ફળતાનો પણ સ્વાદ ચાખ્યો.
ચાલો તસવીરો સાથે જાણીએ હિટ તામિળ ફિલ્મોની બૉલીવુડ રીમેકે શું ઉકાળ્યું ?

હૉલીડે
Thuppakki એક સુપરહિટ તામિળ ફિલ્મ હતી કે જેમાં વિજય અને કાજલ અગ્રવાલ લીડ રોલમાં હતાં. હૉલીડે ફિલ્મ તેની જ રીમેક છે કે જેમાં અક્ષય કુમાર અને સોનાક્ષી સિન્હા છે. આ ફિલ્મ સફળ રહી છે.

શૉર્ટકટ રોમિયો
તામિળ ફિલ્મ Thiruttu Payaleની રીમેક શૉર્ટકટ રોમિયોમાં અમીષા પટેલ અને નીલ નિતિન મુકેશ હતાં, પરંતુ તે ફ્લૉપ રહી હતી.

સિંઘમ
સૂર્યાની સુપરહિટ તામિળ ફિલ્મ સિંઘમની રીમેક રોહિત શેટ્ટીએ તે જ નામે બનાવી હતી કે જે સુપરહિટ રહી હતી. તેની સિક્વલ સિંઘમ રિટર્ન્સ પણ સફળ રહી છે.

ફોર્સ
સૂર્યા અભિનીત વધુ એક તામિળ ફિલ્મ Kaakha Kaakhaની બૉલીવુડ રીમેક ફોર્સમાં જ્હૉન અબ્રાહમ તથા જેનેલિયા ડિસૂઝા લીડ રોલમાં હતાં.

ગઝની
તામિળ ફિલ્મ ગઝનીની બૉલીવુડ રીમેક તે જ નામે બની હતી. તામિળ ફિલ્મમાં અસીન અને સૂર્યા હતાં, તો રીમેક દ્વારા અસીને આમિર ખાન સાથે બૉલીવુડ ડેબ્યુ કર્યુ હતું. ગઝની સુપરહિટ રહી હતી.

તેરે નામ
તામિળની સુપરહિટ ફિલ્મ સેતુની બૉલીવુડ રીમેક તેરે નામ પણ સક્સેસ ફિલ્મ હતી કે જેમાં સલમાન ખાન અને ભૂમિકા ચાવલા લીડ રોલમાં હતાં.

ખુશી
જોસેફ વિજય તથા જ્યોતિકા સરવનન અભિનીત તામિળ ફિલ્મ ખુશીની તે જ નામે બનેલી બૉલીવુડ રીમેક સુપરફ્લૉપ રહી હતી કે જેમાં કરીના કપૂર અને ફરદીન ખાન લીડ રોલમાં હતાં.

યુવા
તામિળ ફિલ્મ Aayutha Ezhuthuની બૉલીવુડ રીમેક યુવા મલ્ટી-સ્ટારર ફિલ્મ હતી.

સાથિયા
વિવેક ઓબેરૉય અને રાણી મુખર્જી સુપરહિટ ફિલ્મ સાથિયા તામિળ ફિલ્મ Alaipayutheyની રીમેક હતી.

વિરાસત
તામિળ ફિલ્મ Thevar Maganની બૉલીવુડ રીમેક વિરાસત હિટ રહી હતી કે જેમાં અનિલ કપૂર અને તબ્બુ લીડ રોલમાં હતાં.

ચાચી 420
તામિળ ફિલ્મ Avvai Shanmugiની બૉલીવુડ રીમેક ચાચી 420માં કમલ હસન મહિલાના રોલમાં હતાં અને આ ફિલ્મ સુપરહિટ રહી હતી.

બીવી નંબર 1
તામિળ ફિલ્મ Sathi Leelavathiની રીમેક બીવી નંબર 1 પણ સફળ રહી હતી કે જેમાં સલમાન ખાન, કરિશ્મા કપૂર તથા સુષ્મિતા સેન લીડ રોલમાં હતાં.













Click it and Unblock the Notifications
