• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bollywood Roundup : ગે ફિલ્મમાં ચમકશે દીપિકા-ઇમરાન

|
Google Oneindia Gujarati News

ચાલો આજના બૉલીવુડ રાઉંડઅપની શરુઆત કરીએ એક એવા સમાચાર સાથે કે જે સાંભળીને સૌને આશ્ચર્ય થશે. જી હા, દીપિકા પાદુકોણે હવે એક ગે ફિલ્મમાં ઇમરાન ખાન સાથે નજરે પડવાનાં છે. આ ફિલ્મ રોમિયો-જૂલિયેટની દાસ્તાન પર આધારિત હશે. જોકે ફિલ્મ એક પ્રણય-કથા હશે, પણ તેમાં ગે રિલેશનશિપ દર્શાવવામાં આવશે. ફિલ્મનું દિગ્દર્શન દાનિશ અસલમ કરનાર છે કે જેમણે વર્ષ 2010માં ઇમરાન-દીપિકાને લઈ બ્રેક કે બાદ બનાવી હતી કે જે ફ્લૉપ રહી હતી.

દાનિશ અસલમ ફરી વાર આ જોડીને લઈને ફિલ્મ બનાવવાનો સાહસ કરી રહ્યાં છે. ફિલ્મના નિર્માતા એકતા કપૂર હશે. એમ પણ ગત વર્ષે ગોરી તેરે પ્યાર મેં જેવી ફ્લૉપ ફિલ્મ આપનાર ઇમરાનને એક હિટ ફિલ્મની દરકાર છે. ફિલ્મની અધિકૃત જાહેરાત એકતા કપૂર જ કરશે. તે બાબતમાં કોઈ શંકા નથી કે આજકાલ બૉલીવુડમાં દીપિકાનો સિક્કો પુરજોશમાં ચાલી રહ્યો છે. શક્ય છે કે દીપિકાના સથવારે ઇમરાન ખાન અને દાનિશ અસલમ બંનેના મુકદ્દર બદલાઈ જાય.

ખેર, ચાલો તસવીરો સાથે નિકળીએ બૉલીવુડ રાઉંડઅપની સફરે :

પહેલો પ્રયત્ન ફોક

પહેલો પ્રયત્ન ફોક

ઇમરાન ખાન અને દીપિકા પાદુકોણેની જોડી બ્રેક કે બાદ ફિલ્મમાં ચમકી હતી કે જે ફ્લૉપ રહી હતી.

જામે છે કેમેસ્ટ્રી

જામે છે કેમેસ્ટ્રી

જોકે ફિલ્મ ફ્લૉપ ગયા બાદ તાજેતરમાં ઇમરાન-દીપિકાની જોડી લક્સની જાહેર ખબરમાં દેખાઈ રહી છે. આ જાહેર ખબરમાં બંને વચ્ચેની કેમેસ્ટ્રી ખૂબ જ જામી રહી છે.

ઇમરાન ફ્લૉપ

ઇમરાન ફ્લૉપ

ઇમરાનની છેલ્લી ત્રણ ફિલ્મો મટરૂ કી બિજલી કા મંડોલા, વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા તથા ગોરી તેરે પ્યાર મેં ફ્લૉપ રહી છે.

દીપિકા હિટ

દીપિકા હિટ

બીજી બાજુ દીપિકાની સતત ચાર ફિલ્મો રેસ 2, યે જવાની હૈ દીવાની, ચેન્નઈ એક્સપ્રેસ અને રામલીલા હિટ રહી છે. (ચાલો નજર નાંખીએ બીજા સમાચારો પર)

બાલિકા વધુ@1500

બાલિકા વધુ@1500

કલર્સના લોકપ્રિય શો બાલિકા વધુએ 1500 એપિસોડ પૂર્ણ કરી લીધા છે. તેમાં સિદ્ધાર્થ શુક્લા, તોરલ રાસપુત્રા અને શશાંક વ્યાસ મુખ્ય ભૂમિકામાં છે. આ સીરિયલ જુલાઈ-2008માં શરૂ થઈ હતી અને ગત ગુરુવારે તેના 1500 એપિસોડ પૂર્ણ થયા છે.

છુટકીમાં સચિન-રામદેવ

છુટકીમાં સચિન-રામદેવ

સુનીલ ગ્રોવર ઉર્ફે ગુત્થી અને હવે ઉર્ફે છુટકીના નવા શરૂ થનાર શોમાં સચિન તેંડુલકર તથા બાબા રામદેવ આવવાનાં છે.

રહમાન થયાં ગદ્ગગદ્

રહમાન થયાં ગદ્ગગદ્

એ આર રહમાન પોતાના પુત્રનો પ્રેમ જોઈ ગદ્ગગદ્ થઈ ગયાં. રહમાને ટ્વીટ કર્યું - હું પોતાના નવા આલબમ રોનક માટે ધુનો બનાવતો હતો. અચાનક એક છોકરો આવે છે અને મારા સાઉંડ એંજીનિયરને તમામ કામો બંધ કરવા કહે છે. તેણે કહ્યું કે મારે ઓછામાં ઓછા સાત કલાક ઉંઘવું અને વ્યવસ્થિત આરામ કરવો પડશે. તેથી તમામ પ્લગ બહાર કાઢી લીધા અને તમામ કૉમ્પ્યૂટર બંધ કરી નાંખ્યાં. હું આશ્ચર્યચકિત હતો. તે આમીન હતો. તેને ત્યાંથી જવા અને સૂવા માટે મનાવવામાં મને 10 મિનિટ લાગ્યાં. મેં તેને વાયદો કર્યો કે હું સાચે જ સુઈ જઇશ અને મેં એવું જ કર્યું. વિશ્વાસ નથી થતો કે હવે તે બાળક નથી રહ્યો.

ચિત્રા-પદ્માનું સન્માન થશે.

ચિત્રા-પદ્માનું સન્માન થશે.

પાર્શ્વ ગાયિકા કે એસ ચિત્રા તથા નૃત્યાંગના પદ્મા સુ્રહ્મણ્યમને ચેન્નઈ ખાતે 8મી માર્ચે મહિલા દિવસ પ્રસંગે રેનડ્રૉપ્સ દ્વારા વુમન ઍચીવર પુરસ્કાર વડે સન્માનિત કરાશે. રેનડ્રૉપ્સ એક યુવા આધારિત સામાજિક સંગઠન છે.

બૅકગ્રાઉન્ડ ડાન્સરથી ઇમ્પ્રેસ

બૅકગ્રાઉન્ડ ડાન્સરથી ઇમ્પ્રેસ

સોનાક્ષી સિન્હા બૅકગ્રાઉન્ડ ડાન્સર્સથી ખૂબ જ પ્રભાવિત છે. તેઓ કહે છે કે જ્યારે તેમણે દબંગ ફિલ્મ સાથે કૅરિયર શરૂ કર્યું, ત્યારે બૅકગ્રાઉન્ડ ડાન્સર્સના કારણે તેમને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું.

બાલ ગણેશ ટૉક શોમાં

બાલ ગણેશ ટૉક શોમાં

બાળ કલાકાર સાધિલ કપૂર કે જે બાલ ગણેશ તરીકે જાણીતો છે, તે ડિઝની ચૅનલ પર પ્રસારિત થનાર ટૉક શોમાં કૅપ્ટન તિયાઓ તરીકે જોવા મળશે.

English summary
Bollywood Roundup : Ekta Kapoor to produce love story based on gay relationship. Deepika Padukone and Imraan Khan are playing lead roles in this film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X