• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'નિશબ્દ' જિયાથી આખું બોલીવુડ આઘાતમાં, વાંચો કોણે શું કહ્યું!

|

જિયા ખાને આત્મહત્યા કરી હોવાના સમાચાર મળ્યા બાદ આખું બોલિવુડ શોકમાં ડુબી ગયું છે. 'નિશબ્દ', 'ગજિની' અને 'હાઉસફૂલ' જેવી ફિલ્મોમાં કામ કરનારી બ્રિટિશ ઇન્ડિયન અભિનેત્રી જિયા ખાને ગઇકાલે રાત્રે આત્મહત્યા કરી લીધી હતી. કહેવાય છે કે તેણે ત્રણ સફળ ફિલ્મો કરી હોવા છતાં તેની પાસે કામ ના હોવાના કારણે તેણે હતાશામાં આત્મહત્યા કરી લીધી.

નોંધનીય છે કે, મુંબઇ પોલીસના ડીસીપી સી દોર્જેએ જણાવ્યું હતું કે જૂહૂના સાગત સંગીત બિલ્ડિંગના 102 મકાન નંબરમાં રહેનારી જિયા ખાને તે સમયે ગળે ફાંસો ખાધો હતો જ્યારે તેની મા અને બહેન બહાર ગયા હતા. રાત્રે પોણા અગિયાર વાગ્યે પરત ફરતાં પરિવારજનોને જિયા ખાનને તેના દુપટ્ટાથી પંખા પર લટકેલી જોઇ હતી.

જિયાખાનના વિશે આવા અણધાર્યા મૃત્યુના સમાચાર સાંભળ્યા બાદ આખા બોલિવુડમાંથી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. બીગ બી અમિતાબ બચ્ચને ટ્વિટ કર્યું કે શું જિયા ખાન...? આ શુ કર્યું..? તેણે માનવામાં ના આવે તેવા સમાચાર છે.

આવો જોઇએ અન્ય કલાકારોએ શું કહ્યું...

અમિતાભ બચ્ચન શૉક્ડ

અમિતાભ બચ્ચન કે જેમણે નિશબ્દ જિયા સાથે કરી હતી આ સમાચારથી શૉક્ડ છે. અમિતાભે ટ્વીટ કર્યું - ક્યા... જિયા ખાન.. ક્યા હુઆ... ક્યા યે સચ હૈ... યકીન નહીં હોતા.

બિપાસા બસુ

બિપાસાએ જિયાને આપી શ્રદ્ધાંજલિ...

સોનમ કપૂર

આ ખૂબ જ આઘાતજનક સમાચાર છે...

નેહા ધૂપિયા

સમાચાર મળતા જ હું આઘાતમાં છું...

ફરાહ ખાન

હસતા ચહેરાની પાછળ છૂપાયેલી નિરાશા કોઇએ ના જોઇ...

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહે ટ્વીટ કરી જિયાના મોત અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું - જિયા ખાનના આત્માને શાંતિ મળે. આ ખૂબ જ દુઃખદ સમાચાર છે. ભગવાન જિયા ખાનને કોઇક ખુશખુશાલ જગ્યાએ રાખે. મારી દુઆઓ હંમેશા તેમની સાથે છે.

શર્લીન ચોપરા

જિયાની આત્માને શાંતિ મળે...

તારા શર્મા

તેને જોઇ નથી મળી નથી પરંતુ તેની ફિલ્મો થકી તેને જાણી શકાયું હતું. આ દુ:ખદ સમાચાર...

અમ્રિતા અરોરા

તે ખૂબ જ સુંદર હતી અને જુવાન પણ....

પ્રીતિશ નંદી

નાખુશી અને હતાશા એક જુવાન જીંદગી છીનવી શકે છે તે જાણી ખૂબ જ દુ:ખી છું...

તરણ આદર્શ

આ સમાચારથી ઘણો હતાશ છું...

મીની માથુર

જિયા ખાન વિશે સાંભળી હતાશ છું...

વીર દાસ

એક જુવાન વ્યક્તિ પોતાનું જીવન ટૂંકાવે એ દુ:ખદ ઘટના હોય છે...

અનુપમ ખેર

અનુપમ ખેરે, જેમણે જિયા ખાન સાથે કામ કર્યુ હતું, ટ્વીટ કર્યું - ઘણા વખત પહેલા જ્યારે મેં જિયા ખાન સાથે કામ કર્યુ હતું, તેઓ ઝિંદગીથી ભરપૂર છોકરી હતાં. આ ખૂબ દુઃખની વાત છે કે કોઇક ચીજે તેમને આટલા મજબૂર કર્યાં કે તેમણે આવું પગલું ભર્યું.

જિયા ખાનનું છેલ્લું ટ્વીટ

જિયા ખાને 24મી મેના રોજ કરેલ પોતાના છેલ્લા ટ્વીટમાં લખ્યુ હતું - મને માફ કરશો. હું ટ્વિટર ઉપર ઘણા સમયથી નહોતી. મેં થોડાક વખતનો બ્રેકલીધો હતો. ક્યારેક-ક્યારેક તમારે થોડોક આરામ લેવો પડે છે પોતાના વિચારો સમેટવા માટે.

English summary
Bollywood is shocked by actress Jiah Khan's suicide. 25 year old Nafisa alias Jiah Khan committed suicide by hanging herself at her residence in Mumbai's Juhu area. The cause of death is still not confirmed, but initial reports suggest suicide.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more