Exclusive : જુઓ આપણા સ્ટાર્સની વિચિત્ર માન્યતાઓ!
મુંબઈ, 30 નવેમ્બર : આપણામાંથી મોટાભાગના લોકો કેટલાક પ્રકારની માન્યતાઓ ધરાવતા હોય છે અને બૉલીવુડ સ્ટાર્સ પણ તેમાંથી બાકાત નથી. તેઓ ભાગ્ય અને અંધવિશ્વાસની બાબતમાં આપણા કરતા જરાય જુદા નથી. તમે બૉલીવુડ હસ્તીઓને તેમની ફિલ્મોની સફળતા માટે મંદિર કે દરગાહ જતા જોઈ શકો છો. દાખલા તરીકે કૅટરીના કૈફ સામાન્ય રીતે પોતાની ફિલ્મની રિલીઝ પહેલા અજમેર શરીફ દરગાહે જાય છે, તો દીપિકા પાદુકોણે પણ સામાન્ય રીતે સિદ્ધિ વિનાયક મંદિરે જતા હોય છે.
બૉલીવુડની આ હસ્તીઓમાંની કેટલાયે ભાગ્ય અને માન્યતાઓના પગલે પોતાના નામાક્ષરો ચેંજ કરી નાંખી છે. અજય દેવગણે પોતાની સરનેમ દેવગણના સ્પેલિંગ Devganમાંથી A ખસેડી નાંખી અને તેનું સ્પેસિલંગ Devgn કરી નાંખ્યું છે. બીજી બાજુ રીતેશ દેશમુખે પોતાના નામના સ્પેલિંગ Riteshમાં I ઉમેર્યું છે અને તે સ્પેલિંગ Riteish કરી નાંખ્યું છે.
ખેર, કેટલાંક સ્ટાર્સ આવા ફેરફારને ફાયદાકારણ ગણાવે છે, તો વિવેક ઓબેરૉય જેવા સ્ટાર્સ તેને જરૂરી નથી માનતાં. મોટા પડદા જ નહીં, પણ નાના પડદાની હસ્તીઓ પણ એવી વિચિત્ર માન્યતાઓ ધરાવતી હોય છે. તેમાં એકતા કપૂરનો સમાવેશ થાય છે કે જેમની મોટાભાગની શ્રેણીઓના નામોની શરૂઆત Kથી થતી હોય છે જેમ કે ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી, કહાની ઘર ઘર કી. આવુ જ કણર જૌહર અંગે પણ હતું કે જેમની મોટાભાગની ફિલ્મોના નામ Kથી શરૂ થતા હતા જેમ કે કુછ કુછ હોતા હૈ, કભી અલવિદા ના કહેના.
ચાલો તસવીરો સાથે જાઇએ આપણા સ્ટાર્સની વિચિત્ર માન્યતાઓ :

શાહરુખ ખાન
શાહરુખ ખાન 555ને લકી નંબર ગણે છે. તેમની કારના મોટાભાગના નંબર્સ 555 છે. અહીં સુધી કે ચેન્નઈ એક્સપ્રેસમાં શાહરુખે જે બાઇક ચલાવી, તેનું નંબર પણ 555 છે.

સલમાન ખાન
સલમાન ખાન ફિરોજા પત્થર લકી તરીકે પહેરે છે. ઑનસ્ક્રીન અને ઑફસ્ક્રીન. તેઓ માને છે કે આ તેમના માટે લકી છે. તેમના પિતા સલીમ ખાન પણ આવુ બ્રૅસલેટ પહેરે છે.

આમિર ખાન
આમિર ખાન ક્રિસમસને પોતાની ફિલ્મોની રિલીઝ માટે શુભ ગણે છે. ગઝની, 3 ઈડિયટ્સ, તારે ઝમીં પર ફિલ્મો ક્રિસસમ દરમિયાન રિલીઝ થઈ હતી અને આગામી ફિલ્મ ધૂમ 3 પણ ક્રિસમસ તહેવારોમાં જ રિલીઝ થવાની છે.

રણબીર કપૂર
રણબીર કપૂર 8 અંકને પોતાના માટે લકી માને છે, કારણ કે તેમના માતા નીતૂ સિંહની જન્મ તારીખ 8મી જુલાઈ છે. અહીં સુધી કે રણબીરની કારના નંબરમાં પણ 8 છે.

અમિતાભ બચ્ચન
એબીસીએલની પીછેહઠ બાદ અમિતાભ બચ્ચને જ્યોતિષનો સમ્પર્ક સાધ્યો અને તેમની સલાહ મુજબ નીલમની વાદળી વીંટી પહેરી અને આ પહેરતા જ તેમને કેબીસીની ઑફર મળી.

શિલ્પા શેટ્ટી
જ્યારે રાજસ્થાન રૉયલ્સ મેદાન ઉપર રમે છે, ત્યારે શિલ્પા શેટ્ટી બે ઘડિયાળો પહેરે છે. તેઓ કહે છે - જ્યારે હરીફ ટીમ બૅટિંગ કરે, ત્યારે હું પોતાને આંટી વાળી રાખુ છે અને જ્યારે મારી ટીમ બૅટિંગ કરે, ત્યારે હું તેમને છુટા રાખુ છું.

હૃતિક રોશન
હૃતિક રોશન પોતાની વધારાની આંગળીને લકી માને છે. તેઓ કહે છે કે તેઓ ક્યારેય સર્જરી કરાવી તેને અલગ નહીં કરે.

પ્રીતિ ઝિંટા
પ્રીતિ ઝિંટા આઈપીએલમાં તેમની ટીમની દરેક મૅચ અગાઉ મંદિરે જાય છે અને ત્યાંનું પ્રસાદી પોતાના ખેલાડીઓને વહેંચે છે.

વિદ્યા બાલન
વિદ્યા બાલન હાશમી નામનું ખાસ બ્રાન્ડનું કાજલ વાપરે છે. તેનું ઉત્પાદન પાકિસ્તાનમાં થાય છે. તેઓ કહે છે કે આ કાજલ તેમના માટે લકી છે.

બિપાશા બાસુ
બિપાશા બાસુ દર શનિવારે લિંબુ-મરચું ખરીદે છે અને પોતાની કારમાં રાખે છે. તેઓ કહે છે - વિઘ્નોથી બચવા સૌ કોઈ આમ કરે છે અને મારા માતાએ મને આ શીખવ્યું છે.

રાકેશ રોશન
રાકેશ રોશનનો વિશ્વાસ K ઉપર છે. તેમની પ્રથમ નિર્મિત ફિલ્મ કામચોર હતી. ઉપરાંત તેમણે ખુદગર્ઝ, કોયલા અને કરણ અર્જુન જેવી ફિલ્મો પણ કે અક્ષરથી જ બનાવી હતી. કોઈ મિલ ગયા અને પછી ક્રિશ સિરીઝના નામો પણ કેથી જ શરૂ થાય છે.
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી











Click it and Unblock the Notifications
