Revealed : આ હસ્તીઓને મળી ચુકી છે અર્પિતાના લગ્નની ‘કંકોત્રી’!

મુંબઈ, 15 નેવમ્બર : બૉલીવુડ દબંગ સલમાન ખાન આજકાલ પોતાની બહેન અર્પિતાના લગ્ન અંગે ખૂબ જ બિઝી છે. લક્કી ગર્લ અર્પિતા પોતાના બૉયફ્રેન્ડ અને બિઝનેસ મૅન આયુષ શર્મા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.

અર્પિતા-આયુષનું લગ્ન સમારંભ હૈદરાબાદ ખાતેના તાજ ફલકનુમા પૅલેસ ખાતે યોજાવાનું છે અને આ લગ્ન ઉપર લગભગ 2 કરોડ રુપિયા ખર્ચ થવાનો અંદાજ છે.અર્પિતા ખાનના લગ્ન ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુખરામના પૌત્ર આયુષ શર્મા સાથે નક્કી થયા છે. આયુષ બૉલીવુડમાં પોતાનું કૅરિયર બનાવવાની કોશિશ કરી રહ્યા છે, તો તેમના પિતા અનિલ શર્મા હિમાચલ પ્રદેશ મંત્રિમંડળમાં કદાવર મંત્રી છે. અર્પિતા ખાનને સલીમ ખાન અને હેલને દત્તક લીધેલી છે અને તેઓ પોતાના ઘરમાં અરબાઝ ખાનની ખૂબ જ નજીક મનાય છે.

સલમાનના બહેનના લગ્ન છે અને એટલે જ મહેમાનોની યાદી લાંબી હોવી સ્વાભાવિક છે. કહે છે કે લગભગ 300 મહેમાનો આ લગ્નના સાક્ષી બનશે અને તેમાં મોટાભાગના વીઆઈપી-વીવીઆઈપી મહેમાનો હશે.

ચાલો હાલ તો આપને બતાવીએ સલમાન ખાન દ્વારા બહેન અર્પિતાના લગ્ન સમારંભમાં આમંત્રાયેલા મહેમાનોની યાદી :

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

ઓહ, નરેન્દ્ર મોદી બૉલીવુડ સેલિબ્રિટી નથી, પરંતુ સલમાનના સૌથી વીઆઈપી ગેસ્ટ આજ હોઈ શકે છે. સલમાન ખાને અર્પિતાના લગ્નની કંકોત્રી નરેન્દ્ર મોદીને પણ મોકલી છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચનના વહુ ઐશ્વર્યા રાય સાથે કદાચ સલમાનના સંબંધો હવે નથી, પણ અમિતાભ અને અભિષેક સલમાનની ખૂબ જ નજીક છે. બચ્ચન પરિવાર પણ ગેસ્ટ લિસ્ટમાં સામેલ છે.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

શાહરુખ ખાન અને તેમના પત્ની ગૌરીને આમંત્રણ આપવામાં આવ્યું છે. અર્પિતા શાહરુખની ખૂબ જ નજીક ગણાય છે.

આમિર ખાન

આમિર ખાન

આમિર ખાન સલમાનના ખાસ મિત્ર ગણાય છે અને તેઓ પણ ઇન્વાઇટેડ છે.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

સલમાનના એક્સ ગર્લફ્રેન્ડ કૅટરીના કૈફ પણ સલમાનના પરિવાર સાથે ઘરોબો ધરાવે છે અને એટલે તેઓ નિમંત્રિત મહેમાન છે.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણેને પણ સલમાન તરફથી કંકોત્રી મળી ગઈ છે.

હૃતિક રોશન

હૃતિક રોશન

મુંઝવણ બાદ સલમાને ગેસ્ટ લિસ્ટમાં હૃતિકના નામનો સમાવેશ કરી જ નાંખ્યો.

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન સલમાના મિત્ર છે અને એટલે જ તેઓ પણ આમંત્રિત મહેમાનોમાં સામેલ છે.

કરીના કપૂર

કરીના કપૂર

કરીના કપૂર સલમાનની પારિવારિક મિત્ર છે અને તેઓ અર્પિતાના લગ્નના સાક્ષી બનશે.

હેમા માલિની

હેમા માલિની

સલમાન ખાન હેમા માલિનીની પણ ખૂબ નજીક છે. હેમાને પણ આમંત્રણ મળ્યુ છે.

ધર્મેન્દ્ર

ધર્મેન્દ્ર

ધર્મેન્દ્ર પણ સલમાનની ગેસ્ટ લિસ્ટનો ભાગ છે.

કરણ જૌહર

કરણ જૌહર

શુદ્ધિ માટેના કરાર સાથે જ કરણ જૌહરનું અર્પિતાના લગ્નમાં આવવું સ્વાભાવિક છે.

ડેવિડ ધવન

ડેવિડ ધવન

ડેવિડ-સલમાનની મૈત્રી પણ જગજાહેર છે. એટલે ડેવિડને કંકોત્રી મોકલાઈ છે.

અર્જુન કપૂર

અર્જુન કપૂર

અર્જુન કપૂરને સલમાન પાસેથી જ તાલીમ મળી છે. એટલે અર્પિતાના લગ્નમાં તેઓ મહેમાન બનશે.

અનિલ કપૂર

અનિલ કપૂર

અનિલ કપૂર સલમાનના પારિવારિક મિત્રોમાં સામેલ છે. સલમાન-અનિલે ઘણી ફિલ્મો સાથે કરી છે અને હાલમાં અનિલની દીકરી સોનમ સલમાન સાથે પ્રેમ રતન ધન પાયો કરી રહી છે.

ગોવિંદા

ગોવિંદા

ગોવિંદા પણ સલમાનના બેસ્ટ મિત્ર છે.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી અને તેમના આખા પરિવારને આમંત્રણ મળ્યુ છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

એક વખત પ્રિયંકા ચોપરા રાતના બે વાગ્યે સલમાનના ઘરે દેખાયા હતાં. પ્રિયંકા તો ખાસ આમંત્રિત હોય જ ને.

જૅકલીન ફર્નાન્ડીઝ

જૅકલીન ફર્નાન્ડીઝ

કિકની જોડીદાર જૅકલીન ફર્નાન્ડીઝ આજકાલ સલમાનની સૌથી નજીકની સ્ત્રી મિત્ર ગણાય છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

સલમાન કહે છે કે અક્ષય કુમાર સાચા બૉલીવુડ સ્ટાર છે અને તેમને તો ચોક્કસ કંકોત્રી મોકલવી જ પડે.

એલી અવરમ

એલી અવરમ

એલી અવરમ પણ સલમાનની ખૂબ જ નજીક ગણાય છે અને તેઓ પણ અર્પિતાના લગ્નના સાક્ષી બનશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X