'48 કલાકથી સૂતો નથી, 11મી પછી સૂઈ શકીશ કે નહિ એ ખબર નથી', લાલ સિંહ ચઢ્ઢાના વિરોધ પર આમિર ખાન
લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મના બહિષ્કાર બાદ અભિનેતા આમિર ખાનની ઉંઘ ઉડી ગઈ છે.
નવી દિલ્લીઃ બૉલિવુડ સુપરસ્ટાર આમિર ખાન અને કરીના કપૂરની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' હાલમાં ચર્ચામાં છે. આ ફિલ્મના બહિષ્કાર બાદ અભિનેતા આમિર ખાનની ઉંઘ ઉડી ગઈ છે. તે બેચેન છે અને તે હવે રાત્રે સૂઈ શકતો નથી. આનુ કારણ તેની ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં આવી ગઈ છે, જે બરાબર એક દિવસ પછી 11 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે.

આમિર ખાનના નિવેદનથી ફેન્સ ચોંક્યા
હાલમાં જ આમિર ખાને એક નિવેદન આપ્યુ હતુ. જેમાં તેણે કહ્યુ હતુ કે તે પરફેક્શનમાં માનતો નથી. આ સાંભળીને તેના ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આમિરે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, 'હું પરફેક્શનમાં વિશ્વાસ નથી કરતો કારણ કે મને લાગે છે કે સુંદરતા અપૂર્ણતામાં રહેલી છે. તેણે વધુમાં કહ્યુ કે મને નથી લાગતુ કે હું પરફેક્શનિસ્ટ છુ. મને લાગે છે કે આ ટેગ મને મીડિયા દ્વારા આપવામાં આવ્યુ છે.'

આમિરની ફિલ્મ 11 ઓગસ્ટે થઈ રહી છે રિલીઝ
ફિલ્મ સ્ટાર આમિર ખાન આજકાલ ખૂબ જ બેચેન છે. તેનુ કારણ તેની ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. જેના કારણે તેઓ હવે હેડલાઇન્સમાં છે. લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મમાં આમિર અને કરીનાની મુખ્ય ભૂમિકા છે. પરંતુ આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ છે.

રાતોની ઉંઘની ઉડી
ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ની રિલીઝ પહેલા આમિર ખાન ઘણો પરેશાન થઈ ગયો છે. આ વાત તેણે પોતે એક ઈન્ટરવ્યુમાં કહી. તેણે કહ્યુ, 'હું ફિલ્મની રિલીઝ પહેલા રાતે ઉંઘ નથી આવતી. ફિલ્મના પ્રદર્શનને લઈને હું ખરેખર ગભરાયેલો છુ. હું છેલ્લા 48 કલાકથી સૂઈ નથી શક્યો. હું રાત્રે ઓનલાઈન ચેસ રમુ છુ, મારી જાતને વ્યસ્ત રાખવા પુસ્તકો વાંચુ છુ. મને ખબર નથી કે હું 11 ઓગસ્ટ પછી પણ ઊંઘી શકીશ કે નહિ.

લોકોને આમિર ખાને કરી અપીલ
લાલ સિંહ ચઢ્ઢામાં આમિર ખાન, કરીના કપૂર ખાન, નાગા ચૈતન્ય અને મોના સિંહ પણ મુખ્ય ભૂમિકામાં છે. આમિરે દર્શકોને થિયેટરોમાં જઈને ફિલ્મ જોવાની અપીલ કરી છે. અભિનેતાએ કહ્યુ છે કે આ ઘણા લોકોની વર્ષોની મહેનતનુ પરિણામ છે. આવી સ્થિતિમાં લોકોએ સાથ આપવો જોઈએ.

મારા શબ્દોથી કોઈને ઠેસ પહોંચી હોય તો તેના માટે હું દિલગીર છુ
પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરતા આમિર ખાને કહ્યુ કે હું કોઈને દુઃખી કરવા માંગતો નથી. મારા કોઈ પણ પગલાંથી જો કોઈને દુઃખ થયુ હોય તો હું તેના માટે દિલગીર છુ. તેણે વધુમાં કહ્યુ કે કેટલાક લોકો મારી ફિલ્મ જોવા નથી માંગતા. હું આ વિરોધનુ પણ સન્માન કરુ છુ. આમિરે કહ્યુ કે હજુ પણ હું ઈચ્છુ છુ કે વધુને વધુ લોકો સિનેમાઘરો સુધી પહોંચે.












Click it and Unblock the Notifications
