Newcomers 2014 : આ ચહેરાઓને બૉલીવુડમાં મળી ઓળખ

વર્ષ 2014માં અનેક નવા ચહેરાઓએ બૉલીવુડમાં એન્ટ્રી મારી. તેમાંના અનેક ચહેરાઓને ઓળખ મળી, અનેકને બૉલીવુડે માથે ચઢાવ્યાં, તો ઘણા નામો એવા પણ છે કે જે ફિલ્મ રિલીઝ સાથે જ ક્યાંક ખોવાઈ ગયાં. જોકે ન્યુકમર્સ એટલે કે નવોદિતોની વાત કરીએ, તો સૌથી વધુ લોકપ્રિય થયાં બૉલીવુડના હીરો જૅકી શ્રૉફના પુત્ર હીરોપંતી ફૅમ ટાઇગર શ્રૉફ.

હીરોપંતી સાથે બૉલીવુડ એન્ટ્રી કરનાર ટાઇગર શ્રૉફ ભલે પોતાના લુક્સના કારણે લોકોના જોક્સનો ભોગ બન્યાં, પરંતુ લાગે છે કે એક્ટિંગ ટૅલેંટના બળે ટાઇગર બૉલીવુડમાં લાંબી ઇનિંગ રમનાર છે. આપને જણાવી દઇએ કે કરણ જૌહરની આગામી ફિલ્મ 21 જમ્પ સ્ટ્રીટ (હિન્દી) માટે ટાઇગરને સાઇન કરવામાં આવ્યાં છે. તેવી જ રીતે હેટ સ્ટોરી 2 દ્વારા સુરવીન ચાવલા પણ બૉલીવુડમાં છવાઈ ગયાં.

તો ચાલો આપને બતાવીએ 2014ના નવોદિત સ્ટાર્સ વિશે :

ટાઇગર શ્રૉફ

ટાઇગર શ્રૉફ

જૅકી શ્રૉફના દીકરા ટાઇગર શ્રૉફે હીરોપંતી સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યું. ફિલ્મ હિટ ન થઈ, પણ ટાઇગરની એક્ટિંગ તથા ડાન્સિંગ ટૅલેંટની ચોક્કસ નોંધ લેવાઈ અને વખાણ પણ થયાં.

અરમાન-દીક્ષા

અરમાન-દીક્ષા

લેકર હમ દીવાના દિલ દ્વારા અરમાન જૈન કોઈ ધમાલ ન મચાવી શક્યાં, તો દીક્ષા સેઠની પણ ખાસ નોંધ ન લેવાઈ. જોકે અરમાન રાજ કપૂર ખાનદાનના હોવાથી તેમની નોંધ ચોક્કસ લેવાઈ. તેઓ રાજની દીકરીના દીકરા એટલે કે રાજના દોહિત્ર છે. ફિલ્મ રિલીઝ થતા પહેલા રણબીર કપૂરે પણ અરમાનના ખૂબ વખાણ કર્યાં.

ફવાદ ખાન

ફવાદ ખાન

પાકિસ્તાની એક્ટર ફવાદ ખાને પહેલી જ ફિલ્મ ખૂબસૂરત દ્વારા લોકોના વખાણ પામ્યાં. આ ફિલ્મમાં ફવાદ સાથે સોનમ કપૂર લીડ રોલમાં હતાં. ફવાદ ખાનને દર્શકોએ આ અગાઉ ઝી જિંદગી પર આવતા શો ઝિંદગી ગુલઝાર હૈમાં જોઈ ચુક્યાં છે.

ડૅઝી શાહ

ડૅઝી શાહ

જય હો સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરનાર ડૅઝી શાહ માટે સલમાન ખાન સાથેની શરુઆત કરતા વધુ શ્રેષ્ઠ શું હોત. ડૅઝીને પોતાની એક્ટિંગ ટૅલેંટ માટે વખાણ મળ્યાં.

મિષ્ટી

મિષ્ટી

સુભાષ ઘઈની ફિલ્મ કાંચી સાથે કૅરિયર શરૂ કરનાર મિષ્ટીની નોંધ લેવાઈ. જોકે કાંચી ફ્લૉપ રહી. ફિલ્મ મહિલા કેન્દ્રિત હતી. એટલે જ મિષ્ટીની શરુઆત સારી કહી શકાય.

પત્રલેખા

પત્રલેખા

સિટીલાઇટ્સમાં રાજકુમાર રાવ અને પત્રલેખાની જોડી લોકોને ગમી. બંનેના કામના વખાણ પણ થયાં. સંજય લીલા ભાનુશાળીએ પત્રલેખાને આગામી ફિલ્મ માટે સાઇન પણ કરી છે.

સુરવીન ચાવલા

સુરવીન ચાવલા

નાના પડદે ઓળખ ધરાવતા સુરવીન ચાવલાએ હેટ સ્ટોરી 2 સાથે મોટા પડદે દસ્તક આપી. ફિલ્મે સુરવીનને ગઝબની ઓળખ આપી. તેની જ અસર છે કે અનુરાગ કશ્યપે આગામી ફિલ્મ માટે તેમને સાઇન કરી. હેટ સ્ટોરી 2માં સુરવીને ખૂબ જ બોલ્ડ પાત્ર ભજવ્યું.

હિમાંશુ કોહલી

હિમાંશુ કોહલી

યારિયાં ફિલ્મ યુવાનોને બહુ ગમી. આ ફિલ્મ સાથે હિમાંશુ કોહલીએ બૉલીવુડ એન્ટ્રી મારી હતી. હિમાંશુના પણ વખાણ થયાં. આ ફિલ્મના ગીતો પણ લોકપ્રિય થયાં.

જય ભાનુશાળી

જય ભાનુશાળી

નાના પડદાના ચહેરા જય ભાનુશાળીએ પણ હેટ સ્ટોરી 2 દ્વારા બૉલીવુડ ડેબ્યુ કરી નોંધનીય સફળતા મેળવી. ફિલ્મ જોકે સુરવીનની બોલ્ડનેસને કારણે વધુ ચર્ચામાં રહી, પરંતુ જયની હાજરીની પણ નોંધ લેવાઈ.

ઇમરાન અબ્બાસ

ઇમરાન અબ્બાસ

બિપાશા બાસુ સાથે ક્રીચર 3ડીમાં નજરે પડનાર ઇમરાન અબ્બાસને પણ બૉલીવુડે નજરઅંદાજ ન કર્યાં. જોકે આ ફિલ્મ નિષ્ફળ રહી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X