Pics : બૉલીવુડ સુપર સ્ટાર્સના સુપર ફ્લૉપ સંતાનો!

મુંબઈ, 5 એપ્રિલ : બૉલીવુડના ગ્લૅમરસ જગતે દાયકાઓથી અનેક સુપર સ્ટાર્સ આપ્યાં છે અને તેમાંના કેટલાંક સુપર સ્ટાર્સે હાલ પણ પોતાનું સ્ટારડમ જાળવી રાખ્યું છે. બીજી બાજુ આ સુપર સ્ટાર્સના સંતાનો બૉલીવુડમાં પ્રવેશ્યા તો મોટા ઉપાડે, પણ તેઓ પોતાના પિતાની જેમ સુપર સ્ટાર ન બની શક્યાં, બલ્કે સુપર ફ્લૉપ સાબિત થયાં.

બૉલીવુડમાં અનેક અભિનેતાઓ-અભિનેત્રીઓએ પોતાની મહેનતથી સફળતા પ્રાપ્ત કરી અને તેમની સફળતાના બળે પોતાના સંતાનોને પણ ફિલ્મ ક્ષેત્રે ચલાવવાના પ્રયત્નો કર્યાં, પરંતુ અનેક સુપર સ્ટાર્સ તેમાં નિષ્ફળ નિવડ્યાં છે. વાત જ્યારે સુપર સ્ટારની જ થતી હોય, તો બૉલીવુડના બીજા સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને જ લઈ લો. અમિતાભ બૉલીવુડમાં જે મુકામે પહોંચ્યાં, તો તેમના પુત્ર અભિષેક બચ્ચનની ફિલ્મ ક્ષેત્રે કોઈ મોટી ઉપલબ્ધિ નથી. અમિતાભ ઉપરાંત પણ અનેક સુપર સ્ટાર્સ છે કે જેઓ પોતે તો સફળ રહ્યાં, પરંતુ તેમના સંતાનો સુપર ફ્લૉપ સાબિત થયાં. જોકે તેમાં સુનીલ દત્ત અને સંજય દત્તને અપવાદ ગણી શકાય.

ચાલો જોઇએ બૉલીવુડના સુપર સ્ટાર્સના સુપર ફ્લૉપ સંતાનો :

અમિતાભ-અભિષેક

અમિતાભ-અભિષેક

જ્યારે આપણે બૉલીવુડની મોસ્ટ પૉપ્યુલર ફૅમિલીની વાત કરતા હોઇએ, તો સૌપ્રથમ બચ્ચન પરિવારનું જ નામ આવે. અમિતાભ બચ્ચને બૉલીવુડમાં સફળતાના અનેક શિખરો સર કર્યાં, પરંતુ 2000માં રિફ્યુજી ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર તેમના પુત્ર અભિષેક બચ્ચન સુપર ફ્લૉપ સાબિત થયાં. જોકે અભિષેકે યુવા, બન્ટી ઔર બબલી, સરકાર અને ગુરુ જેવી સફળ ફિલ્મો આપી છે અને ધૂમ સિરીઝનો તેઓ ચહેરો પણ બન્યાં, પરંતુ તેઓ પિતાના શિખરે ન પહોંચી શક્યાં.

મિથુન-મેમોહ

મિથુન-મેમોહ

બૉલીવુડના ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તીની સફળતા પણ સૌ જાણે છે, પરંતુ 2008માં જિમી ફિલ્મ સાથે ડેબ્યુ કરનાર તેમના પુત્ર મેમોહ ચક્રવર્તી નિષ્ફળ સાબિત થયાં. મેમોહે મર્ડરર, હૉન્ટેડ 3ડી જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું, પરંતુ તેઓ નોંધનીય સિદ્ધિ ન હાસલ કરી શક્યાં.

ફિરોઝ-ફરદીન

ફિરોઝ-ફરદીન

પોતાની યુનિક સ્ટાઇલ વડે બૉલીવુડમાં છવાઈ જનાર ફિરોઝ ખાન અલાયદા કલાકાર હતાં, પરંતુ તેમના પુત્ર ફરદીન ખાનને પિતા જેવી સફળતા ન મળી. પ્રેમ અગન ફિલ્મ સાથે બૉલીવુડ ડેબ્યુ કરનાર ફરદીનની મોટાભાગની ફિલ્મો સુપર ફ્લૉપ રહી.

શર્મિલા-સોહા

શર્મિલા-સોહા

જાજરમાન અભિનેત્રી શર્મિલા ટાગોરના પુત્રી સોહા અલી ખાનના પણ આવા જ હાલ છે. શર્મિલાના પુત્રી હોવા ઉપરાંત સૈફ અલી ખાનના બહેન અને કરીના કપૂરના નણંદ હોવા છતા સોહાને અપેક્ષિત સફળતા નથી મળી.

તનુજા-તનીષા

તનુજા-તનીષા

શાનદાર અભિનેત્રી તનુજાના બે સંતાનો કાજોલ અને તનીષા છે, પરંતુ કાજોલે તો અલાયદો મુકામ હાસલ કર્યો, પણ તનીષા રહી ગયાં. શ..., પૉપકૉર્ન ખાઓ મસ્ત હો જાઓ, નીલ એન નિક્કી, વન ટૂ થ્રી જેવી ફિલ્મોમાં કામ કરનાર તનીષા જોકે હાલમાં નોંધનીય અભિનેત્રી ગણાય છે. તનીષા હાલ અરમાન કોહલી સાથે ડેટિંગ કરી રહ્યાં છે કે જેઓ દુર્ભાગ્યે ફેલ્ડ એક્ટર છે.

મુનમુન-રિયા

મુનમુન-રિયા

જાણીતા અભિનેત્રી મુનમુન સેને પોતાના માતા સુચિત્રા સેન સાથે ન્યાય કર્યો હતો, પરંતુ તેમના પુત્ર રિયા સેન ખાસ ન ઉકાળી શક્યાં. રીયાએ સ્ટાઇલ ફિલ્મ સાથે 2001માં ડેબ્યુ કર્યુ હતું. તેમણે ઝનકાર બીટ્સ, શાદી નંબર 1 જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું, પરંતુ માતા-દાદી જેવી સફળતા ન મેળવી શક્યાં.

અમઝદ-શાદાબ

અમઝદ-શાદાબ

ગબ્બર ફૅમ અમઝદ ખાન બૉલીવુડના મહાન વિલન હતાં, પરંતુ તેમના પુત્ર શાદાબ ખાન ફ્લૉપ નિવડ્યાં. રાજા કી આયેગી બારાત દ્વારા રાણી મુખર્જી સાથે ડેબ્યુ કરનાર શાદાબ સ્થાપિત એક્ટર ન બની શક્યાં.

હેમા-એશા

હેમા-એશા

ડ્રીમ ગર્લ હેમા માલિનીના પુત્રી એશા દેઓલે 2002માં કોઈ મેરે દિલ સે પૂછે સાથે એન્ટ્રી મારી. તેમણે ધૂમ જેવી સફળ ફિલ્મમાં પણ કામ કર્યું, પરંતુ માતાનો મુકામ ન હાસલ કરી શક્યાં.

શત્રુઘ્ન-લવ

શત્રુઘ્ન-લવ

બૉલીવુડના શૉટગન શત્રુઘ્ન સિન્હાના પુત્રી સોનાક્ષી સિન્હા તો સ્થાપિત અભિનેત્રી બની ચુક્ યાં છે, પરંતુ પુત્ર લવ સિન્હા અપેક્ષિત સફળતા નથી મેળવી શક્યાં. લવે 2010માં સદિયાં ફિલ્મ સાથે બૉલીવુડ એન્ટ્રી કરી હતી. આમ કહી શકાય કે લવનું કૅરિયર મોટા ખામોશ... થી પીડાય છે.

વિનોદ-રાહુલ

વિનોદ-રાહુલ

અમિતાભ સાથે અનેક હિટ ફિલ્મો આપનાર વિનોદ ખન્નાના બે પુત્રો છે રાહુલ ખન્ના અને અક્ષય ખન્ના. તેમાં અક્ષય ખન્ના ઠીક-ઠીક સફળતા મેળવી શક્યાં, પરંતુ રાહુલ બૉલીવુડ-હૉલીવુડ ફિલ્મો એલાન, રકીબ, તહાન જેવી થોડીક ફિલ્મો ઉપરાંત ખાસ કંઈ ન ઉકાળી શક્યાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X